Women’s health : શું હોય છે મેટ્રોરેજિયા? જાણો મહિલાઓને ક્યારે આ સમસ્યા થાય છે
સામાન્ય રીતે પીરિયડ્સ સર્કલનો સમય 25 થી 28 દિવસ સુધી ચાલે છે કેટલીક વખત મહિલાઓને પીરિયડ્સ વગર પણ બ્લીડિંગ થવા લાગે છે? તો આ સામાન્ય નથી. જેનાથી મહિલાઓ ડરી જાય છે તો, ચાલો જાણીએ કેમ આવું થાય છે?

દર મહિલાને મહિનામાં 5 થી 7 દિવસ બ્લીડિંગ થતું હોય છે. જેને પીરિયડ્સ સાઈકલ કહવેમાં આવે છે. પીરિયડ્સ દરમિયાન સામાન્ય અને હેવી બ્લીડિંગ ફ્લો મહિલાને થતો હોય છે. સામાન્ય રીતે પીરિયડ્સ સર્કલનો સમય 25 થી 28 દિવસ સુધી ચાલે છે પરંતુ કેટલીક વખત 2 મહિના પીરિયડ્સ સર્કલ વચ્ચે મહિલાઓને ફરી બ્લીડિંગ થવા લાગે છે,

જો પીરિયડ્સ વગર બ્લીડિંગ થવું તેનાથી મહિલાઓ ડરી જાય છે. તેને સમજાતું નથી કે, આ શું થઈ રહ્યું છે. જો તમને પણ ક્યારેય પીરિયડ્સ વગર બ્લીડિંગ થઈ રહ્યું છે તો આજે આપણે આના વિશે વિસ્તારથી જાણીએ. આ થવા પાછળનું કારણ શું છે?

એક્સપર્ટના મતે, પીરિયડ્સ વગર બ્લીડિંગ થાય તેને તબીબી ભાષામાં મેટ્રોરેજિયા કહેવામાં આવે છે. મેટ્રોરેજિયા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. જેમ કે, પીસીઓએસ, પ્રીમેનોપોઝ, વજાઈનામાં ઈન્ફેક્શન, વજાઈનામાં ઈજા થવી.

ગર્ભાશયમાં બળતરા સમસ્યાઓ, મોટાપો,ગર્ભાશય ફાઇબ્રોઇડ્સ અથવા પોલિપ્સ, હોર્મોનલ અસંતુલનને કારણે પણ મેટ્રોરેજિયા થઈ શકે છે.

ગાયનેકોલોજિસ્ટનું કહેવું છે કે, કોઈ મહિલાને પીરિયડ્સ વગર બ્લીડિંગની સમસ્યાઓ વારંવાર થઈ રહી છે. તો જલ્દી ડોક્ટરની સલાહ લઈ અને સારવાર કરાવો. તેમજ મહિલાઓ ખાસ તેની લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરવો જોઈએ.

જો તમને પીરિયડ્સ વગર બ્લીડિંગ થઈ રહ્યું છે, તો તેને હળવાશથી ન લો,તો તાત્કાલિક ડૉક્ટર પાસે તમારી તપાસ કરાવો અને યોગ્ય સારવાર મેળવો. વિલંબ અથવા બેદરકારી એ ખતરાની ઘંટી સાબિત થઈ શકે છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
