Women’s health : ગર્ભાશયના ઓપરેશન પછી બ્લીડિંગ કેમ થાય છે? જાણો ડોક્ટર શું કહે છે
ગર્ભાશયના ઓપરેશન પછી હળવું બ્લીડિંગ સામાન્ય છે પરંતુ જો વધારે બ્લીડિંગ થાય છે. તો આ ખતરાનો સંકેત હોય શકે છે.ગર્ભાશયના ઓપરેશન પછી તમારા ડાયટનું ખુબ ધ્યાન રાખો.

કેટલીક મહિલાઓને ગર્ભાશયનું ઓપરેશન કરાવવું પડે છે. આની પાછળ અનેક કારણો હોય શકે છે. જેમ કે કેન્સર કે પછી વધારે બ્લીડિંગ થાય છે.સામાન્ય રીતે આ પ્રકિયાને હિસ્ટેરેક્ટોમીના નામથી જાણી શકાય છે. કેટલીક વખત જોવા મળે છે કે,ગર્ભાશયના ઓપરેશન પછી મહિલાઓને બ્લીડિંગ થાય છે. આ બ્લીડિંગ લાંબા સમયસુધી રહી શકે છે. હવે સવાલ એ છે કે, આવું કેમ થાય છે.

તો ચાલો આજે આપણે ગાયનેકોલોજિસ્ટ પાસેથી બ્લીડિંગનું કારણ જાણીએ. કેટલીક મહિલાને ગર્ભાશયના ઓપરેશન પછી થોડા સમયસુધી વ્હાઈટ ડિસ્ચાર્જ પણ થાય છે. તો કેટલીક મહિલાને બ્લીડિંગ થાય છે. હવે સવાલ એ છે કે, ઓપરેશન પછી બ્લીડિંગ કેટલા સમય થાય છે. ગર્ભાશયના ઓપરેશન પછી બ્લીડિંગ કેટલાક સમય સુધી રહે છે.

ડોક્ટરનું કહેવું છે કે, આ એટલા માટે થાય છે કારણ કે મહિલાઓનું શરીર હિસ્ટરેકટમી પછી હીલિંગ પ્રક્રિયામાંથી પસાર થાય છે. સર્જરી પછી ટાંકા લગાવવામાં આવે છે, જે સામાન્ય રીતે આજકાલ ઓગળી જાય છે.

સર્જરી દરમિયાન અનેક પેશીઓને નુકસાન થાય છે. હીલિંગ પ્રક્રિયાને કારણે, ઓપરેશન પછી ઘણીવાર બ્લીડિંગ થાય છે. આને સામાન્ય માનવું જોઈએ. આ સમય દરમિયાન સ્ત્રીઓને પેડ રાખવાની સલાહ આપવામાં આવે છે.

નિષ્ણાતોના મતે, ગર્ભાશયના ઓપરેશન પછી બ્લીડિંગ વધારે થવું જોઈએ નહી. સામાન્ય રીતે, આ સમય દરમિયાન નોર્મલ બ્લીડિંગ થાય છે. જો કોઈ કારણોસર તમને હિસ્ટરેકટમી પછી વધારે બ્લીડિંગનો અનુભવ થાય છે, તો તમારા ડૉક્ટરનો સંપર્ક કરવો શ્રેષ્ઠ છે. જો બ્લીડિંગમાં કોઈ દુર્ગધ આવે છે. તો આવી સ્થિતિમાં કોઈપણ બેદરકારી કર્યા વગર તાત્કાલિક ડોક્ટરની સલાહ લો.

ગર્ભાશયની સર્જરી પછી મહિલાઓએ પોતાની હેલ્થ વિશે ધ્યાન આપવું ખુબ જરુરી છે. ગર્ભાશયના ઓપરેશન પછી વજનદાર વસ્તુ ન ઉપાડો. તેમજ ફિઝિકલ એક્ટિવ રહો. આરામ કરો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
