Women’s health : વારંવાર મિસકેરેજ થવા પાછળના કારણો શું છે? જોખમ ક્યારે સૌથી વધુ હોય છે? ડોકટર પાસેથી જાણો
કેટલીક વખત વારંવાર મિસકેરેજ થવા પર પ્રેગ્નન્સીની આશા તુટી જાય છે પરંતુ આ દરમિયાન તમારે ચિંતા કરવાની જરુર નથી. પરંતુ સમસ્યાના મૂળ સુધી પહોંચવું જરુરી છે. તો ચાલો ગાયનેકોલોજિસ્ટ પાસેથી જાણીએ આ વિશે વિસ્તારથી.

દરેક મહિલા માતા બનવાનું સુંદર સપનું જોતી હોય છે પરંતુ વારંવાર પ્રેગ્નન્સી રહ્યા બાદ પણ મિસકેરેજ થઈ જાય છે. આનાથી માત્ર શરીર જ નહિ પરંતુ મન પર ખુબ મોટી અસર પડે છે. સતત મિસકેરેજ થવાથી મહિલાઓ પોતાને દોષ આપવાનું શરુ કરી દે છે. ડર અને ચિંતાઓ વધી જાય છે તેમજ કેટલીક મહિલાઓને ડિપ્રેશનનો પણ સામનો કરવો પડે છે.

ગાયનેકોલોજિસ્ટ જણાવે છે કે, મિસકેરેજ થવું તમારા ખુશીઓનો અંત નથી. સૌથી જરુરીએ છે કે, ચિંતા ન કરો.તપાસ કરાવો તેમજ યોગ્ય સારવાર લેવી જરુરી છે. કેટલાક કેસમાં હોર્મોન્સને સંતુલિત કરી, શરીરમાંથી ટોક્સિક તત્વોને કાઢી યુટરસને મજબુત બનાવી આ સમસ્યાથી બહાર નીકળી શકાય છે.

બ્લડ અને હોર્મોન ટેસ્ટ કરાવવો જરુરી છે. કારણ કે, કેટલીક વખત ઈંસુલિન લેવલ ઓછું, પ્રોજેસ્ટેરોન કે પછી થાઈરોડની સમસ્યા પણ મિસકેરેજનું કારણ બની શકે છે. જો થાઈરોડ કે ડાયાબિટિસની સમસ્યાછે તો આને કંટ્રોલમાં રાખો. કારણ કે, ખરાબ શુગર લેવલ કે થાઈરોડ હોર્મોન પ્રેગ્નન્સી પર સીધી અસર કરે છે.

યુટરસનું ઈન્ફેક્શન, ફાઇબ્રોઇડ્સ, પોલિપ્સ અથવા અન્ય કોઈપણ સમસ્યાઓ શોધવા માટે સમયાંતરે અલ્ટ્રાસાઉન્ડ કરાવો. ક્યારેક કારણ જેનેટિક હોઈ શકે છે, તેથી તમારા ડૉક્ટરની સલાહ પર જેનેટિક ટેસ્ટ કરો.

આ વાતનું પણ ખાસ ધ્યાન રાખો. સમયસર ભોજન કરો. ડાયટમાં કેલ્શિયમ, આયરન તેમજ ફૉલિક એસિડવાળી વસ્તુઓ જરુર સામેલ કરો. માનસિક તણાવ ઓછો કરો. પોઝિટિવ વિચાર રાખો.

સમયસર ઉંઘ કરો, આરામ કરો. કેફી દ્રવ્યોથી દુર રહો. ડોક્ટરની સલાહ અનુસાર દવાઓ લો.

પ્રેગ્નન્સી પ્લાન કરતી વખતે વેક્સીનેશન કરાવો. જેનાથી શરીર ઈન્ફેક્શનથી સુરક્ષિત રહે,કોઈ પણ અન્ય લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
