Women’s health : શું તમે જાણો છો કે ઓવ્યુલેશન દરમિયાન તમારા શરીરમાં ખરેખર શું થાય છે? જાણો
ગર્ભધારણ કરવા માટે કોઈપણ મહિલા માટે નિયમિત પીરિયડ્સ સાઈકલ હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. મહિલાની ઓવ્યુલેશન સાઈકલનું સૌથી મહત્વની પાસું ઓવ્યુલેશન હોય છે. જો તમે પ્રેગ્નન્સીનો પ્લાન કરી રહ્યા છો. તો આ વાતનું ધ્યાન રાખવું ખુબ જરુરી છે. કારણ કે, આ સમયે મહિલાઓને પ્રેગ્નન્સી રહેવાની શક્યતા સૌથી વધારે રહે છે. આ એ સમય હોય છે જ્યારે મહિલાની ઓવરીમાંથી એક ઈંડુ રિલીઝ થાય છે.

તો ચાલો આજે આપણે એક્સપર્ટ પાસેથી જાણીએ કે, ઓવ્યુલેશનના દિવસમાં તમારા શરીરમાં શુ થાય છે. ડોક્ટરનું કહેવું છે કે, ઓવ્યુલેશનના સમયે મહિલાના શરીરમાં અનેક હોર્મોનમાં ફેરફાર થાય છે. જેના વિશે મહિલાઓએ જાણવું ખુબ જરુરી છે. આ સમયે એગ રિલીઝ થઈ ફૈલોપિયન ટ્યુબમાં પ્રવેશ કરે છે. આ પ્રકિયા લ્યુટિનાઈજિંગ હોર્મોનના વધવાથી શરુ થાય છે.

જે સમયે આ એગ રિલીઝ થાય છે. તે સમયે આની ફર્ટાઈલ થવાની શક્યતા સૌથી વધારે હોય છે. જો આ સમય પર સેક્શુઅલ રિલેશન બનાવો છો. તો પ્રેગ્નન્સીના ચાન્સ વધારે રહે છે. ઓવ્યુલેશનના દિવસમાં શરીરમાં એસ્ટ્રોજન અને લ્યુટિનાઈઝિંગ હોર્મોન વધારે એક્ટિવ હોય છે. આ અસર મહિલાઓના મૂડ, એનર્જી લેવલ અને સેક્શુઅલ ડિઝાયર પર પડે છે. શરીરમાં LHમાં વધારો એ ઇંડાને ફોલિકલમાંથી બહાર આવવાનો સંકેત આપે છે.

આ સમયે કેટલીક મહિલાઓને બ્લોટિંગ કે પેટના નીચેના ભાગમાં દુખાવો થઈ શકે છે. કેટલીક વખત બોડીનું ટેમ્પરેચર પણ વધી જાય છે. કેટલીક મહિલાઓને પેટમાં પણ દુખાવો થાય છે. ઓવ્યુલેશનનો મતલબ માત્ર એગ રિલીઝ થવો નથી પરંતુ આ સમયે થનારા હોર્મોનલ અને ફિઝિકલ ફેરફાર મહિલાઓના આખા શરીર પર અસર કરે છે.

આ સમય પર વજાઈનલ ડિસ્ચાર્જ પણ વધારે થઈ શકે છે. આ ડિસ્ચાર્જ એકદમ ક્લિયર હોય છે. આને પણ ફર્ટાઈલ દિવસનો એક સંકેત માનવામાં આવે છે. કેટલીક મહિલાઓને પીરિયડ્સથી પહેલા બ્રેસ્ટ ટેડરનેસ હોય છે.

કેટલીક મહિલાઓને ઓવ્યુલેશનની આસપાસ બ્રેસ્ટમાં સોજો આવવો કે પછી દુખાવો પણ થાય છે. આ 1-2 દિવસમાં યોગ્ય થઈ જાય છે.જે પ્રોજેસ્ટેરોન હોર્મોન વધવાનું કારણ હોય છે.

પ્રેગ્નન્સીનો પ્લાન કરતી સ્ત્રીઓ માટે આ દિવસો ઓળખવા ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે.ઓવ્યુલેશન સમયે મહિલાઓના શરીરમાં અનેક ફેરફાર થાય છે. જેને સમજવા ખુબ જરુરી છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
