Women’s health : શું શિયાળામાં પ્યુબિક હેર દૂર કરવા સલામત છે? ગાયનેકોલોજિસ્ટ પાસેથી જાણો
પ્યુબિક હેર વજાઈનાને ઘુળ, ગંદકી અને બેક્ટીરિયાથી બચાવવાનું કામ કરે છે. આ ઈંટિમેટ હાઈજીન માટે પણ ખુબ જરુરી છે. પ્યુબિક હેરને દુર કરવા જોઈએ કે, નહી આ સવાલ હંમેશા મહિલાઓના મનમાં રહે છે. આ કેટલીક વખત ઋતુ પર પણ નિર્ભર કરે છે કે, પ્યુબિક હેરને દુર કરવા કે નહી. તો આ વિશે આજે આપણે ગાયનેકોલોજિસ્ટ પાસેથી જાણીએ.

વાત જ્યારે ઈંટિમેટ હેલ્થ અને હાઈજીનની આવે છે. તો કેટલીક મહિલાઓને આના વિશે જાણકારી હોતી નથી. વજાઈનલ હેલ્થનું ધ્યાન કઈ રીતે રાખવું. વજાઈનાને સાફ કરવાની યોગ્ય રીત કઈ છે.ઈંટિમેટ સ્વાસ્થ્ય માટે પ્યુબિક હેર કેમ મહત્વપૂર્ણ છે? આ કેટલીક બાબતો દરેક મહિલાને જાણવી જોઈએ, પરંતુ કેટલીકવાર મહિલાઓ આ બાબતો વિશે મૂંઝવણમાં રહે છે.

શું તમે જાણો છો કે, જેમ આપણે ઋતુઓ અનુસાર આપણા આહાર અને લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરીએ છીએ, તેમ આપણે આપણી ઈંટિમેટ સ્વચ્છતામાં પણ કેટલાક ફેરફારો કરવા જોઈએ? હવે શિયાળો છે. જો તમને આ ઋતુ દરમિયાન પ્યુબિક હેર દૂર કરવા જોઈએ કે નહીં તે અંગે આ પ્રશ્ન હોય, તો ચાલો ગાયનેકોલોજિસ્ટ પાસેથી જવાબ મેળવીએ.

ગાયનેકોલોજિસ્ટનું કહેવું છે કે, પ્યુબિક હેર દુર કરવા કે દુર ન કરવા કોઈ પણ મહિલાની પર્સનલ વાત છે. આ તમે તમારી મરજી મુજબ ઋતુ પર નિર્ભર કરે છે કે તમારે પ્યુબિક હેર દુર કરવા જોઈએ કે નહી.

વાત જો શિયાળાની આવે તો શિયાળાની ઋતુમાં સ્કિન ડ્રાય થઈ જાય છે અને કેટલીક વખત સ્કિન પર ધુળની પરત જામી જાય છે. ત્યારે પ્યુબિક હેરને દુર કરવા સ્કિનને વધારે ડ્રાય બનાવી દે છે. પ્યુબિક હેર રહેવાથી સ્કિનમાં ભેજ રહે છે.

ગાયનેકોલોજિસ્ટનું કહેવું છે કે, શિયાળામાં પ્યુબિક હેરને સંપૂર્ણ રીતે દુર કરવા કરતા તેને કાપી નાંખો. પ્યુબિક હેર વજાઈનાની સ્કિન અને બેક્ટીરિયા, ધુળ તેમજ હાનિકારક કણો વચ્ચે એક અવરોધ તરીકે કામ કરે છે.

જે વજાઈનાનું રક્ષણ કરે છે. તેથી, તેને સંપૂર્ણપણે દૂર કરવાથી બેક્ટેરિયા વજાઈનામાં પ્રવેશવાનું સરળ બને છે. શિયાળો સૂકો હોય છે, અને પરસેવો ઓછો થાય છે. પ્યુબિક વાળ દૂર કરવાથી લાલાશ અને બળતરા થઈ શકે છે.

જો તામરી સ્કિન ડ્રાય છે તો શેવિંગ કરવાથી બચવું જોઈએ. જો તમે ઈચ્છો તો શિયાળામાં પ્યુબિક હેરને ટ્રિમ કરી શકો છો. પ્યુબિક હેરને દુર કરવા માટે હેર રિમુવલ ક્રીમ કે કેમિકલવાળા લોશનનો ઉપયોગ ન કરો, આનાથી નુકસાન થઈ શકે છે.એક્સપર્ટ કહે છે કે આ સંપૂર્ણપણે મહિલાની વ્યક્તિગત પસંદગીનો વિષય છે. જો પ્યુબિક હેરનો વિકાસ તમને પરેશાન કરી રહ્યો હોય, તો તેને કાપવા શ્રેષ્ઠ છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
