AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : SEBI પાસે Zerodhaની મોટી અરજી, શેરબજારમાં મચી ખળભળાટ!

ઝેરોધાએ SEBI પાસે કેટેગરી-1 મર્ચન્ટ બેન્કિંગ લાઇસન્સ માટે અરજી કરી છે, જે તેના બિઝનેસ વિસ્તરણનો સંકેત છે. મંજૂરી મળ્યે, કંપની IPO, FPO અને અન્ય મૂડી બજાર વ્યવહારોનું સંચાલન કરી શકશે. આ પગલું ઝેરોધાને માત્ર બ્રોકર નહીં, પણ સંપૂર્ણ નાણાકીય સેવા પ્રદાતા બનાવશે, જેથી રોકાણકારોને નવી તકો મળશે.

| Updated on: Jun 29, 2026 | 1:03 PM
Share
ભારતની અગ્રણી ડિસ્કાઉન્ટ બ્રોકિંગ કંપની Zerodha (Zerodha) હવે પોતાના બિઝનેસને વધુ વિસ્તૃત કરવાની તૈયારીમાં છે. કંપનીએ SEBI (સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા) પાસે કેટેગરી-1 મર્ચન્ટ બેન્કિંગ લાઇસન્સ માટે અરજી કરી છે. જો SEBI તરફથી મંજૂરી મળી જશે તો Zerodha માત્ર શેર ખરીદ-વેચાણની સેવા પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ ક્ષેત્રમાં પણ પ્રવેશ કરશે. Credits: Getty Images

1 / 7
ક્યારે અરજી કરવામાં આવી? : Zerodhaની સહયોગી કંપની Zerodha Corporate Advisors દ્વારા 27 એપ્રિલ, 2026ના રોજ લાઇસન્સ માટે અરજી કરવામાં આવી હતી. SEBIના 31 મે સુધીના અપડેટ મુજબ આ અરજી હાલમાં તપાસ હેઠળ છે અને અંતિમ મંજૂરીની રાહ જોવાઈ રહી છે. Credits: Getty Images

2 / 7
મર્ચન્ટ બેન્કિંગ લાઇસન્સ  (merchant banker licence) મળ્યા પછી શું બદલાશે? : જો Zerodhaને આ લાઇસન્સ મળશે તો કંપની નીચેની સેવાઓ આપી શકશે: કંપનીઓના IPO (Initial Public Offering) નું સંચાલન, FPO (Follow-on Public Offer) ની પ્રક્રિયા, રાઇટ્સ ઇશ્યૂનું મેનેજમેન્ટ, મૂડી બજાર સાથે જોડાયેલા અન્ય મોટા નાણાકીય સોદા, કંપનીઓને મૂડી ઊભી કરવામાં માર્ગદર્શન અને સલાહ, સરળ ભાષામાં કહીએ તો, Zerodha હવે માત્ર રોકાણકારો માટે બ્રોકર નહીં રહે, પરંતુ કંપનીઓને શેરબજારમાંથી નાણા ઊભા કરવામાં પણ મદદ કરી શકશે.  Credits: Getty Images

3 / 7
Zerodhaએ શું કહ્યું? : મીડિયા રિપોર્ટ મુજબ Zerodhaના પ્રવક્તાએ જણાવ્યું કે, "અમે SEBI પાસે કેટેગરી-1 મર્ચન્ટ બેન્કિંગ લાઇસન્સ  (merchant banker licence) માટે અરજી કરી છે. લાઇસન્સ મળ્યા બાદ જ અમારી આગામી બિઝનેસ યોજનાઓ અંગે વધુ માહિતી આપી શકીશું."  Credits: Getty Images

4 / 7
અન્ય કંપનીઓ પણ દોડમાં : માત્ર Zerodha જ નહીં, પરંતુ 12 અન્ય નાણાકીય કંપનીઓએ પણ મર્ચન્ટ બેન્કિંગ લાઇસન્સ  (merchant banker licence)માટે અરજી કરી છે.  તેમાં Societe Generale Securities અને InCred Capital જેવી મોટી કંપનીઓનો પણ સમાવેશ થાય છે. હાલમાં ભારતમાં કુલ 246 મર્ચન્ટ બેન્કરો કાર્યરત છે. Credits: Whisk Ai

5 / 7
SEBIએ નિયમો વધુ કડક કર્યા  : તાજેતરમાં SEBIએ મર્ચન્ટ બેન્કરો માટેના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. નવા નિયમો હેઠળ:  વધુ ન્યૂનતમ મૂડી (Net Worth) રાખવી પડશે. લિક્વિડ નેટવર્થની નવી શરતો લાગુ થશે. અનુપાલન (Compliance) અને ગવર્નન્સના નિયમો વધુ કડક બનાવાયા છે. રોકાણકારોના હિતને વધુ સુરક્ષિત કરવા માટે અંડરરાઇટિંગની મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ નવા નિયમો તબક્કાવાર અમલમાં આવશે અને હાલની કંપનીઓને તેનું પાલન કરવા માટે નિર્ધારિત સમય આપવામાં આવ્યો છે.Credits: Whisk Ai

6 / 7
રોકાણકારો માટે શું અર્થ? : Zerodha અત્યાર સુધી મુખ્યત્વે બ્રોકિંગ અને રોકાણ સંબંધિત સેવાઓ આપતી હતી. જો કંપનીને મર્ચન્ટ બેન્કિંગ લાઇસન્સ  (merchant banker licence) મળી જાય તો તે IPO સહિતના કેપિટલ માર્કેટના મોટા સોદાઓમાં પણ સક્રિય ભૂમિકા ભજવી શકશે. આ પગલું Zerodhaને સંપૂર્ણ નાણાકીય સેવા આપતી કંપની બનવાની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. Credits: Whisk Ai

7 / 7

Tips : દરરોજ Wi-Fi વાપરો છો? 99% લોકોને નથી ખબર તેની શોધ કોણે કરી અને ભારતમાં ક્યારે આવ્યું! આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
રાજકારણમાંથી નિવૃત્તિ લઈ સલાહકાર સમિતિમાં જોડાવાની ગણતરી

દેશના 22 રાજ્યોમાં ચોમાસાનું આગમન, ક્યાંક વરસાદ તો ક્યાંક હીટવેવનો ડબલ

150+ મગરોનું અનોખું મલાતજ ગામ, 'ડેન્જરસ' નહીં પરંતુ 'માણસમિત્ર'

ગાંધીનગરને મળી 40 નવી ઈ-બસ, શહેરમાં ગ્રીન પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુગ

સુરત એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટ લેન્ડિંગ વખતે લેસર એટેક

પાલનપુરની મહિલાઓએ વર્ષો જૂની ઢુંઢિયા બાવજી પરંપરાને ફરી કરી જીવંત

અનંત અંબાણીએ તિરુપતિ બાલાજી મંદિરની પરંપરાને અનુસરતા કર્યુ કેશ દાન

વાવણી બાદ વરસાદ ન થતા જમીનમાં ઘટ્યુ ભેજનું પ્રમાણ, પાણી આપવાની ઉઠી માગ

ભ્રષ્ટાચારના ખુલ્લેઆમ ખેલ પર ક્યાં સુધી 'આંખ આડા કાન' કરશે 'સરકાર'?

ચોમાસુ ખેંચાતા મહેસાણાના ખેડૂતોની ચિંતા વધી, વાવણીના આયોજન ખોરવાયા

g clip-path="url(#clip0_868_265)">