AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુંબઈમાં દુઃખદ અકસ્માત, સ્કૂલ બસ પર ઝાડ પડતાં 10 વર્ષના વિદ્યાર્થીનું મોત, 4 બાળકો ઘાયલ

મુંબઈના ચેમ્બુરમાં રોડ નંબર-11 પર એક સ્કૂલ બસ પર વિશાળ ઝાડ તૂટી પડતા ગમખ્વાર અકસ્માત સર્જાયો. આ દુર્ઘટનામાં 10 વર્ષના એક વિદ્યાર્થીનું કરૂણ મોત થયું છે, જ્યારે 4 અન્ય વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે.

મુંબઈમાં દુઃખદ અકસ્માત, સ્કૂલ બસ પર ઝાડ પડતાં 10 વર્ષના વિદ્યાર્થીનું મોત, 4 બાળકો ઘાયલ
| Updated on: Jun 30, 2026 | 6:00 PM
Share

મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં મંગળવારે બપોરે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. રોડ નંબર-11 પર યુનિવર્સલ સ્કૂલ અને તિલક નગર સ્કૂલના વિદ્યાર્થીઓને લઈ જતી સ્કૂલ બસ પર અચાનક એક વિશાળ ઝાડ તૂટી પડ્યું. આ હૃદયદ્રાવક ઘટનામાં 10 વર્ષના એક વિદ્યાર્થીનું મોત થયું છે, જ્યારે ચાર અન્ય વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

પ્રાથમિક માહિતી મુજબ, આ અકસ્માત બપોરે લગભગ 2:50 વાગ્યે થયો હતો. રસ્તાની બાજુમાં ઉભેલું મોટું ઝાડ અચાનક બસ પર ધરાશાયી થતાં બસના એક ભાગને ભારે નુકસાન પહોંચ્યું હતું. ઘટના સમયે બસમાં કુલ 18 વિદ્યાર્થીઓ સવાર હતા.

રાહત-બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી

અકસ્માતની જાણ થતાં જ પોલીસ, ફાયર બ્રિગેડ, બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC) અને અન્ય રાહત-બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બચાવકર્મીઓએ ઝડપી કામગીરી હાથ ધરી બસમાં ફસાયેલા વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કાઢ્યા. જોકે, એક વિદ્યાર્થી બસની અંદર ફસાઈ ગયો હતો, જેને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો.

BMCના અધિકારીઓના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં 10 વર્ષના એક વિદ્યાર્થીનું દુર્ભાગ્યે મોત થયું છે. બસમાં સવાર 18 વિદ્યાર્થીઓમાંથી મોટાભાગના બાળકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્ત ચાર વિદ્યાર્થીઓને સારવાર માટે ચેમ્બુરની ઝેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ડૉક્ટરો તેમની તબિયત પર સતત નજર રાખી રહ્યા છે.

ટ્રાફિકને અન્ય માર્ગે ડાયવર્ટ કરવામાં આવ્યો

ઘટના બાદ પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ શરૂ કરી છે. અકસ્માતને કારણે થોડા સમય માટે ટ્રાફિકને અન્ય માર્ગે ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં એ જાણવા પ્રયાસ થઈ રહ્યો છે કે ઝાડ જૂનું અને નબળું હોવાથી પડ્યું કે પછી તાજેતરના વરસાદ અને પવનના કારણે આ ઘટના બની.

આ અકસ્માતે ફરી એકવાર ચોમાસા દરમિયાન શહેરમાં જૂના અને જોખમી વૃક્ષોની સમયસર તપાસ અને કાપણીના મુદ્દે સવાલો ઉભા કર્યા છે. વહીવટીતંત્રે સમગ્ર ઘટનાની વિગતવાર તપાસના આદેશ આપ્યા છે અને તપાસ અહેવાલની રાહ જોવાઈ રહી છે.

મુંબઈમાં વરસાદનો યેલો અલર્ટ, સમુદ્રથી દૂર રહેવાની પ્રશાસનની સૂચના!

Follow Us
ડીસામાં ભાજપ મહિલા કોર્પોરેટરના પતિનું અપહરણ, 50 લાખની માંગી ખંડણી!
ડીસામાં ભાજપ મહિલા કોર્પોરેટરના પતિનું અપહરણ, 50 લાખની માંગી ખંડણી!
સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ટેન્ડર ગોટાળામાં AAP નેતા સામે કાર્યવાહી
સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ટેન્ડર ગોટાળામાં AAP નેતા સામે કાર્યવાહી
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના બે અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના બે અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
ગુજરાતમાં 19 અને 20 ઓગસ્ટે 17 જિલ્લાઓમાં વરસાદની આગાહી
ગુજરાતમાં 19 અને 20 ઓગસ્ટે 17 જિલ્લાઓમાં વરસાદની આગાહી
બનાસકાંઠાના અને વાવ થરાદના CNG પંપ આવતીકાલથી (19 Aug.) બંધ રહેશે
બનાસકાંઠાના અને વાવ થરાદના CNG પંપ આવતીકાલથી (19 Aug.) બંધ રહેશે
વડોદરા ખાડારાજ: મેયર ગીતા મકવાણાએ અધિકારીઓ પર ફોડ્યુ ઠીકરું
વડોદરા ખાડારાજ: મેયર ગીતા મકવાણાએ અધિકારીઓ પર ફોડ્યુ ઠીકરું
ગીરનારમાં યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાને રાખી સરકારે લીધો મોટો નિર્ણય
ગીરનારમાં યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાને રાખી સરકારે લીધો મોટો નિર્ણય
ગરમાગરમ પરોઠા પીરસવા આવ્યો 'વેટર 2.0', વીડિયો થયો 'Viral'
ગરમાગરમ પરોઠા પીરસવા આવ્યો 'વેટર 2.0', વીડિયો થયો 'Viral'
CNG ના ભાવમાં ₹3 નો વધારો! વાહનચાલકો અને મુસાફરો પર 'સીધી અસર'
CNG ના ભાવમાં ₹3 નો વધારો! વાહનચાલકો અને મુસાફરો પર 'સીધી અસર'
કચ્છમાં બેન્ક ખાતા ભાડે આપતી ગેંગનો પર્દાફાશ, ₹32 કરોડની કરી હેરાફેરી
કચ્છમાં બેન્ક ખાતા ભાડે આપતી ગેંગનો પર્દાફાશ, ₹32 કરોડની કરી હેરાફેરી
g clip-path="url(#clip0_868_265)">