શું ગુજરાતમાં 9મા ધોરણના વિદ્યાર્થીને ABCD પણ ન આવડે? પ્રવેશોત્સવ દરમિયાન ખૂલી શિક્ષણની પોલ- જુઓ Video
ગુજરાતમાં હાલ શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે અને વિવિધ જિલ્લામાં મંત્રીઓ આ પ્રવેશોત્સવ કરાવી રહ્યા છે. પરંતુ જુનાગઢના ભેંસાણ તાલુકાની એક શાળામાંથી જે દૃશ્યો સામે આવ્યા છે તે ગુજરાતના કથળતા શિક્ષણનો જીવતો જાગતો પુરાવો આપી રહ્યા છે.
ગુજરાતનું શિક્ષણ કથળી રહ્યુ છે અને ખાડે ગયુ છે. શું અમે આવુ કહેશો તો માનશો? નહીં ને… પરંતુ આ વાસ્તવિક્તા છે. કારણ કે જુનાગઢના ભેંસાણ તાલુકાના વિશળ હડમતિયા ગામની શાળામાં પ્રવેશોત્સવ દરમિયાન જે દૃશ્યો સામે આવ્યા છે તે ખરેખર ચોંકાવનારા છે. વિશળ હડમતિયા ગામે પ્રવેશોત્સવ દરમિયાન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ 9મા ધોરણના વિદ્યાર્થીને ABCD બોલવાનું કહ્યુ. પરંતુ વિદ્યાર્થીએ કહ્યુ તેને આવડતી નથી. તો શિક્ષણાધિકારી પણ ચોંક્યા અને કહ્યુ શું વાત કરે છે, ABCDEF તો આવડે છે ને એ બોલ.. તો વિદ્યાર્થીએ ફરી એ જ કહ્યુ મને નથી નથી આવડતી. આ વિદ્યાર્થીને પુસ્તકમાં જોઈને ABCD બોલવાની હતી અને તેમા પણ તેને ફાંફા પડી રહ્યા હતા.
આ સમગ્ર ઘટના મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપ્યા છે અને અગાઉ વિદ્યાર્થી જે શાળામાંથી અભ્યાસ કરીને આવ્યો ત્યાંથી પ્રોગ્રેસ રિપોર્ટ લઈને કાર્યવાહી કરવામાં આવશે. તપાસ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનિય છે કે વિશળ હડમતીયા ગામે શાળા પ્રવેશોત્સવ દરમિયાન ધોરણ-9ના વિદ્યાર્થીને અંગ્રેજીના ABCD પણ ન આવડતી હોવાનો ખુલાસો થયો હતો.. શાળા પ્રવેશોત્સવ દરમિયાન અધિકારી વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે ધોરણ-9ના એક વિદ્યાર્થીને અંગ્રેજી વાંચવાનું કહ્યું. પરંતુ વિદ્યાર્થી શિક્ષકની હાજરીમાં પણ ABCD બોલી શક્યો નહોતો. જેના પડઘા ગાંધીનગર સુધી પડ્યા છે.
Input Credit- Vijaysinh Parmar Junagadh
મેઘરાજાને રિઝવવા પાલનપુરની મહિલાઓએ વર્ષો જૂની ઢુંઢિયા બાવજી મૂર્તિ પરંપરાને ફરી કરી જીવંત- જુઓ Video
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
