AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Liquor Permit App : ગુજરાતમાં દારૂની પરમિટ લેવા માટે લોન્ચ થશે મોબાઇલ એપ, પ્રક્રિયા બનશે વધુ સરળ, જાણો

ગુજરાતમાં પર્યટકો માટે દારૂ પરમિટ મેળવવું હવે મોબાઈલ એપ દ્વારા અત્યંત સરળ બનશે. લાંબી કાગળની પ્રક્રિયાને બદલે, આ નવી એપ દ્વારા ઓનલાઈન પરમિટ મેળવી શકાશે.

| Updated on: Nov 05, 2025 | 3:18 PM
Share
ગુજરાતમાં આવતા દેશ-વિદેશના પર્યટકો માટે હવે દારૂની પરમિટ મેળવવાની પ્રક્રિયા સરળ બનવા જઈ રહી છે. અત્યાર સુધી પર્યટકોને હોટેલ કાઉન્ટર પર કાગળની કામગીરી અને લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હતું, પરંતુ હવે રાજ્ય સરકાર એક ટેક-ફ્રેન્ડલી ઉપાય લઈને આવી રહી છે. એક એવી મોબાઇલ એપ, જેના માધ્યમથી પર્યટકો ઓનલાઈન દારૂ પરમિટ મેળવી શકશે.

1 / 7
રાજ્ય સરકારના અધિકારીઓએ જણાવ્યું છે કે એપનું ટ્રાયલ રન પૂર્ણ થઈ ચૂક્યું છે અને આવતા બે અઠવાડિયામાં તે લાઈવ થવાની શક્યતા છે. આ એપ અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી... ત્રણેય ભાષામાં ઉપલબ્ધ રહેશે.

2 / 7
આ નવી સિસ્ટમ હેઠળ વપરાશકર્તાઓ પોતાનો આધાર કાર્ડ, મતદાર ઓળખપત્ર, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ જેવા દસ્તાવેજો અપલોડ કરી શકશે અને યુપીઆઈ કે કાર્ડ પેમેન્ટ દ્વારા ફી ચૂકવી શકશે. દસ્તાવેજોની ઓનલાઈન ચકાસણી થયા બાદ તરત જ પરમિટ જનરેટ થશે અને પર્યટકોને માન્ય લાયસન્સ ધરાવતા આઉટલેટ્સ પરથી દારૂ ખરીદવાની મંજૂરી મળશે.

3 / 7
હાલની વ્યવસ્થામાં, પર્યટકોને નિર્ધારિત હોટેલોમાં આવેલી લિકર દુકાનો પર જઈ ફોર્મ ભરીને દસ્તાવેજો જમા કરાવવા પડે છે. પછી હોટેલ કર્મચારીઓ તે દસ્તાવેજો સરકારી કચેરીમાં મોકલે છે અને મંજૂરી માટે રાહ જોવી પડે છે. નવી એપ આ આખી બ્યુરોક્રેટિક પ્રક્રિયાને એક ટચથી સરળ બનાવી દેશે.

4 / 7
એક વરિષ્ઠ ગૃહ વિભાગના અધિકારીએ જણાવ્યું કે, “નવા સિસ્ટમ હેઠળ આશરે 10 પ્રકારના દસ્તાવેજો જેવી કે આધાર કાર્ડ, મતદાર કાર્ડ, ડ્રાઈવિંગ લાઇસન્સ, પાસપોર્ટ વગેરે અપલોડ કરી શકાશે. પર્યટકો હવે રોકડ કે ચલણ પદ્ધતિના બદલે યુપીઆઈ અને કાર્ડ પેમેન્ટ દ્વારા ચુકવણી કરી શકશે. ચકાસણી બાદ તરત જ પરમિટ જનરેટ થશે અને મંજૂર થયેલી માત્રામાં દારૂ ખરીદી શકાશે.” આ પહેલ અનેક પર્યટકોના પ્રતિસાદ બાદ શરૂ કરવામાં આવી છે, જેમણે વર્તમાન પ્રક્રિયાને અસુવિધાજનક અને સમયગાળાભરપૂર ગણાવી હતી.

5 / 7
સરકાર હવે ગિફ્ટ સિટી (GIFT City) ને પણ આ એપ આધારિત સિસ્ટમ સાથે જોડવાની તૈયારીમાં છે. હાલ ગુજરાતના હેલ્થ પરમિટ ધરાવતા નાગરિકોને ગિફ્ટ સિટીમાં દારૂ ખરીદવા માટે પોતાના રોજગારદાતાઓની વધારાની મંજૂરી લેવી પડે છે. નવી એપ દ્વારા આ વધારાનું પગલું દૂર થઈ જશે. “હેલ્થ પરમિટ ધારકોની માહિતી પહેલેથી જ ચકાસાયેલ હોવાથી, એપ શરૂ થયા બાદ તેમને અલગથી મંજૂરી લેવાની જરૂર નહીં રહે,” અધિકારીએ જણાવ્યું.

6 / 7
આ નવી ડિજિટલ વ્યવસ્થા ગુજરાતના પ્રોહિબિશન કાયદા અને પર્યટકોની સુવિધા વચ્ચે સંતુલન સાધશે. રાજ્ય સરકારના સૂત્રોના જણાવ્યા મુજબ, આ એપ સમગ્ર પ્રક્રિયાને આધુનિક અને પારદર્શક બનાવશે. જેનાથી ગુજરાતમાં આવતા દેશી તેમજ વિદેશી પર્યટકો માટે દારૂ પરમિટ મેળવવું હવે વધુ સરળ બનશે. (નોંધ : ગુજરાત રાજ્યમાં દારૂબંધી છે. જોકે દારૂ પીવો એ સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ છે.)

7 / 7

ગુજરાતના અમરેલી જિલ્લાના તમામ નાના મોટા સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ

અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી

આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video

તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી

ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો

તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી

g clip-path="url(#clip0_868_265)">