Gold Silver Rate In Gujarat : ગુજરાતમાં સોનાના ભાવમાં ઉછાળો, 10 દિવસની ટોચે પહોંચ્યો ભાવ
ગુજરાતમાં આજે (9 ઓક્ટોબર) સોનાના ભાવમાં વધારો નોંધાયો છે અને છેલ્લા 10 દિવસની સરખામણીએ ભાવ ઊંચા સ્તરે પહોંચ્યો છે. અમદાવાદ સહિતનાં મુખ્ય શહેરોમાં 22, 24 અને 18 કેરેટ સોનાના તાજા ભાવ જાણો. સાથે જ ફિઝિકલ સોનું અને ગોલ્ડ ETF ખરીદવા વચ્ચેના ખર્ચનો તફાવત પણ સમજો.

આજની તારીખ 9 ઓક્ટોબર 2026 ના રોજ ગુજરાતમાં સોનાના ભાવમાં વધારો નોંધાયો છે. (Image Source | Groww)

છેલ્લા 10 દિવસમાં સૌથી વધારે ભાવ આજના તારીખે નોંધાયો છે. આજે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,50,760 છે. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,38,200 અને 1,13,070 છે. (Image Source | Groww)

છેલ્લા 10 દિવસમાં સોનાનો સૌથી ઓછો 06 ઓક્ટોબરના રોજ હતો. જે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,49,070 છે. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,36,650 અને 1,11,800 છે. (Image Source | Groww)

અમદાવાદ, આણંદ, અંકલેશ્વર, ભરૂચ, ભાવનગર, ભુજ, દાહોદ, ગાંધીધામ, ગાંધીનગર અને ગોધરા જેવા ગુજરાતના મુખ્ય શહેરોમાં આજે (9 ઓક્ટોબર) 22 કેરેટ સોનાના પ્રતિ 10 ગ્રામના ભાવ એકસમાન ₹1,38,200 છે. (Image Source | Groww)

આજે 24K સોનાના ભાવ ₹1,50,760 છે. જે 9 સપ્ટેમ્બર 2026 ના રોજનો ભાવ ₹1,54,360 હતો. જેની સરખામણીએ આજના ભાવમાં ₹3,600 નો ઘટાડો થયો છે. (Image Source | Groww)

ગુજરાતમાં 10 ગ્રામ 24K ફિઝિકલ સોનું અને ગોલ્ડ ETF ખરીદવા વચ્ચેના ખર્ચનો તફાવત દર્શાવે છે. બંનેની મૂળ કિંમત ₹1,50,760.00 અને 3% GST (₹4,522.80) સરખા છે. પરંતુ ફિઝિકલ સોનામાં ઘડામણ, વેસ્ટેજ અને હોલમાર્કિંગ ચાર્જ ઉમેરાતા તે ₹1,76,424.20 થી ₹1,90,157.60 માં પડે છે. જ્યારે ગોલ્ડ ETF માં આ વધારાના ખર્ચ ન હોવાથી તે ₹1,51,513.80 થી ₹1,52,267.60 માં છે. (Image Source | Groww)

નોંધ : ઉપર આપેલી તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે. TV9 ગુજરાતી ક્યારેય અહીં રોકાણ કરવાની સલાહ આપતું નથી. (Image Source | AI Generated)
આ પણ વાંચો, Breaking News : GSTના અધિકારીઓ હવે નહીં કરી શકે કોઈની ધરપકડ, 57મી કાઉન્સિલની બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણયો
