AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગોલ્ડ માર્કેટમાં આ દેશનો કબજો! ₹7,600 કરોડનું અઢળક ‘સોનું’ ખરીદીને આખી દુનિયાને ચોંકાવી દીધી

દુનિયાનો એક શક્તિશાળી દેશ દરરોજ સરેરાશ 7,600 કરોડ રૂપિયાથી વધુનું 'સોનું' ખરીદીને વૈશ્વિક બજારમાં ભારે હલચલ મચાવી રહ્યો છે. જણાવી દઈએ કે, આ કોઈ સામાન્ય ખરીદી નથી પરંતુ વૈશ્વિક બજારને હલાવી દેનારી એક બહુ મોટી આંતરરાષ્ટ્રીય વ્યૂહરચના છે.

| Updated on: Jun 28, 2026 | 7:42 PM
Share
જો કોઈ તમને એમ કહે કે, દુનિયાનો એક દેશ દરરોજ 7,600 કરોડ રૂપિયાથી વધુનું સોનું ખરીદી રહ્યો છે, તો કદાચ તમને વિશ્વાસ નહીં આવે. જો કે, આ વાત સાચી છે. અસલમાં 'ચીન' અત્યારે આવું જ કઇંક કામ કરી રહ્યું છે. મે 2026માં ચીને 163 ટન સોનાની આયાત કરી. જો આ ખરીદીને આખા મહિનાના 30 દિવસોમાં વહેંચીએ, તો સરેરાશ દરરોજ 7,600 કરોડ રૂપિયાથી વધુનું સોનું ખરીદવામાં આવ્યું. જણાવી દઈએ કે, આ માત્ર એક મહિનાની ખરીદી છે. આ પહેલા પણ સતત બે મહિના ચીન 150 ટનથી વધુ સોનું ખરીદી ચૂક્યું હતું.

1 / 12
હવે આ રેકોર્ડ ખરીદી વચ્ચે ચીને એક એવો નિર્ણય લીધો કે, જેણે આખી દુનિયાનું ધ્યાન પોતાની તરફ ખેંચી લીધું. ચીનની સૌથી મોટી બેંકે અચાનક સામાન્ય રોકાણકારો માટે ગોલ્ડ ટ્રેડિંગ સાથે જોડાયેલી એક મોટી સેવા બંધ કરવાની જાહેરાત કરી દીધી. આના થોડા સમય બાદ બીજી મોટી બેંકે પણ આવું જ પગલું ભર્યું. હવે સવાલ એ છે કે, જ્યારે ચીન રેકોર્ડ માત્રામાં સોનું ખરીદી રહ્યું છે, તો પછી તેની બેંકો અચાનક કેમ પાછળ હટી રહી છે? શું સોનામાં કોઈ મોટું જોખમ ઊભું થયું છે? આની અસર ભારત સહિત સમગ્ર વિશ્વ પર શું પડી શકે છે?

2 / 12
તાજા આંકડા મુજબ, મે 2026માં ચીને 163 ટન સોનાની આયાત કરી, જે માર્ચ 2024 પછીની સૌથી વધુ માસિક આયાત છે. આનાથી પણ મોટી વાત એ છે કે, આ સતત ત્રીજો મહિનો છે, જ્યારે ચીને 150 ટનથી વધુ સોનાની આયાત કરી છે. જો આખા વર્ષનું ચિત્ર જોઈએ, તો જાન્યુઆરીથી મે 2026 વચ્ચે ચીને કુલ 692 ટન સોનાની આયાત કરી છે. આ ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીએ 76 ટકા વધુ છે. સરળ રીતે સમજીએ તો, ચીનની સોનાની માંગ નબળી નથી પરંતુ પહેલા કરતાં વધુ મજબૂત થઈ છે. આ વધતી માંગ પાછળ બે મોટા કારણો જણાવવામાં આવી રહ્યા છે. પહેલું, ચીનમાં સામાન્ય લોકો મોટી સંખ્યામાં ફિઝિકલ ગોલ્ડ બાર (સોનાના બિસ્કિટ) ખરીદી રહ્યા છે. આર્થિક અનિશ્ચિતતા અને અન્ય રોકાણના વિકલ્પોમાં ઉતાર-ચઢાવ વચ્ચે લોકો સોનાને સુરક્ષિત રોકાણ માની રહ્યા છે. બીજું, ત્યાં ગોલ્ડ એક્યુમ્યુલેશન પ્લાન (Gold Accumulation Plan) ઝડપથી લોકપ્રિય થઈ રહ્યા છે. આમાં રોકાણકારો દર મહિને નાની-નાની રકમ જમા કરીને ધીમે-ધીમે સોનું ઉમેરે છે. આનાથી મધ્યમ વર્ગના લોકો પણ એકસાથે મોટી રકમ રોક્યા વિના સોનું ખરીદી શકે છે.

3 / 12
ચીનની વ્યૂહરચના માત્ર સામાન્ય લોકો સુધી સીમિત નથી. પીપલ્સ બેંક ઓફ ચાઇના (PBOC) એ મે મહિનામાં પોતાના વિદેશી હૂંડિયામણ ભંડારમાં વધુ 10 ટન સોનું ઉમેર્યું. આ સતત 19મો મહિનો છે, જ્યારે ચીનની કેન્દ્રીય બેંક સોનું ખરીદી રહી છે. આ પછી ચીનનું સત્તાવાર ગોલ્ડ રિઝર્વ વધીને 2,331 ટનના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. એક તરફ સામાન્ય લોકો સોનું ખરીદી રહ્યા છે અને બીજી તરફ સરકાર પણ પોતાના ગોલ્ડ રિઝર્વને સતત મજબૂત કરી રહી છે.

4 / 12
રેકોર્ડ ખરીદી વચ્ચે ચીનની સૌથી મોટી બેંક ઇન્ડસ્ટ્રિયલ એન્ડ કોમર્શિયલ બેંક ઓફ ચાઇના (ICBC) એ મોટો નિર્ણય લીધો. બેંકે જણાવ્યું કે, 24 જુલાઈએ સેટલમેન્ટ પછી તે શાંઘાઈ ગોલ્ડ એક્સચેન્જ સાથે જોડાયેલા પ્રીશિયસ મેટલ્સ ટ્રેડિંગ પ્રોડક્ટ્સ (Precious Metals Trading Products) માટે વ્યક્તિગત રોકાણકારોને આપવામાં આવતી ઈન્ટરમીડિયરી (મધ્યસ્થી) સેવાઓ બંધ કરી દેશે. સરળ ભાષામાં આનો અર્થ એ છે કે, હવે સામાન્ય રોકાણકારો બેંક દ્વારા ગોલ્ડ અને સિલ્વર ટ્રેડિંગ નહીં કરી શકે. બેંકે પોતાના ગ્રાહકોને સ્પષ્ટપણે જણાવ્યું છે કે, 24 જુલાઈ પહેલા પોતાની તમામ ખુલ્લી પોઝિશન (Open Positions) વેચી દે અથવા બંધ કરી દે.

5 / 12
ICBC ના નિર્ણયના તરત જ પછી ચાઇના ગુઆંગફા બેંકે પણ પોતાના ગ્રાહકોને આ પ્રકારની નોટિસ જાહેર કરી. બેંકે કહ્યું કે, ગ્રાહકો નક્કી કરેલા સમય સુધીમાં પોતાની પ્રીશિયસ મેટલ્સની તમામ પોઝિશન બંધ કરી દે. જો આવું કરવામાં નહીં આવે, તો મહિનાના અંત સુધીમાં બેંક તેમની પોઝિશન ફોર્સ્ડ લિક્વિડેશન (Forced Liquidation) એટલે કે પરાણે બંધ કરી દેશે. બેંકે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, રોકાણ પર સંપૂર્ણ પ્રતિબંધ નથી મૂકવામાં આવ્યો. ગ્રાહકો હજી પણ ગોલ્ડ એક્યુમ્યુલેશન પ્લાન અને ગોલ્ડ ETF માં રોકાણ ચાલુ રાખી શકે છે. સરળ ભાષામાં કહીએ તો, માત્ર હાઈ-રિસ્ક (વધુ જોખમ ધરાવતા) ટ્રેડિંગ સેવાઓ બંધ કરવામાં આવી રહી છે.

6 / 12
આમાં સૌથી મોટું કારણ બજારમાં વધતી અસ્થિરતા છે. છેલ્લા બે વર્ષમાં સોનાના ભાવમાં જોરદાર તેજી આવી હતી પરંતુ હવે સોનાના ભાવમાં ઝડપી ઉતાર-ચઢાવ શરૂ થઈ ગયો છે. નિષ્ણાતોનું માનવું છે કે, અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવે મોંઘવારીની ચિંતા વધારી દીધી છે. આ પછી બજારમાં એ ધારણા મજબૂત થઈ કે, અમેરિકી કેન્દ્રીય બેંક ફેડરલ રિઝર્વ આ વર્ષે વ્યાજ દરોમાં એક કે બે નહીં પરંતુ ત્રણ વખત વધારો કરી શકે છે. ઘણા બ્રોકરેજ હાઉસિસ પણ વર્ષ 2026 ના અંત સુધીમાં આવી શક્યતા વ્યક્ત કરી ચૂક્યા છે. વ્યાજ દરો વધવાની આશંકાની સીધી અસર સોનાના બજાર પર પણ પડી છે. ICBC અને ચાઇના ગુઆંગફા બેંક બંનેએ પોતાના નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે, આ નિર્ણય રિસ્ક મેનેજમેન્ટ (જોખમ વ્યવસ્થાપન) હેઠળ લેવામાં આવ્યો છે. આ પ્રતિબંધ સ્પોટ ટ્રેડિંગ અને ડિફર્ડ ડિલિવરી કોન્ટ્રાક્ટ્સ (Deferred Delivery Contracts) બંને પર લાગુ થશે. બેંકો હવે એવા કારોબારથી અંતર જાળવી રહી છે, જ્યાં કિંમતોમાં અચાનક આવતા મોટા ઉતાર-ચઢાવથી ગ્રાહકોને મોટું નુકસાન થઈ શકે છે.

7 / 12
જો તમને લાગતું હોય કે, આ અચાનક લેવાયેલો નિર્ણય છે, તો એવું નથી. આ વર્ષની શરૂઆતમાં પોસ્ટલ સેવિંગ્સ બેંક ઓફ ચાઇના અને પિંગ એન બેંક પણ આ પ્રકારના નિર્ણયો લઈ ચૂકી છે. વાસ્તવમાં, ચીનની મોટી બેંકો છેલ્લા એક વર્ષથી સતત એક સરખી વ્યૂહરચના અપનાવી રહી છે. જો છેલ્લા એક વર્ષના નિર્ણયો પર નજર કરીએ, તો સ્પષ્ટ દેખાય છે કે ચીનની બેંકો સતત રિટેલ રોકાણકારો માટે પ્રીશિયસ મેટલ્સ ટ્રેડિંગની શરતો કડક કરતી જતી હતી. તેઓ વારંવાર ગ્રાહકોને ચેતવણી આપી રહ્યા હતા કે ગોલ્ડ અને સિલ્વરમાં ઉતાર-ચઢાવ ખૂબ વધી ગયો છે. પરિસ્થિતિ એવી થઈ ગઈ કે, મોટા-મોટા ક્વાન્ટિટેટિવ હેજ ફંડ્સ (Quantitative Hedge Funds) ને પણ નુકસાન વેઠવું પડ્યું. એવામાં જ્યારે પ્રોફેશનલ રોકાણકારો જોખમથી બચી શક્યા નથી, ત્યારે સામાન્ય રોકાણકારો માટે ખતરો ઘણો વધી ગયો છે.

8 / 12
અસલી ફેરફાર આજે નહીં પરંતુ વર્ષ 2020 માં શરૂ થયો હતો, ત્યારે ચીનની બેંકોએ વ્યક્તિગત રોકાણકારો માટે નવા પ્રીશિયસ મેટલ્સ ટ્રેડિંગ એકાઉન્ટ ખોલવાનું લગભગ બંધ કરી દીધું હતું. તે સમયે સરકારનું ધ્યાન ફિઝિકલ ગોલ્ડ માર્કેટમાં સંસ્થાકીય રોકાણકારો (Institutional Investors) ની ભાગીદારી વધારવા પર હતું. હવે જે નિર્ણયો લેવામાં આવી રહ્યા છે, તેને તે નીતિનો આગળનો તબક્કો માનવામાં આવી રહ્યો છે.

9 / 12
હવે સવાલ એ છે કે, શું સામાન્ય લોકો સોનામાં રોકાણ નહીં કરી શકે? જણાવી દઈએ કે, આવું બિલકુલ નથી. સામાન્ય રોકાણકારો પાસે હજી પણ ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે. તેઓ બ્રોકરેજ કંપનીઓ દ્વારા શાંઘાઈ ફ્યુચર્સ એક્સચેન્જમાં ટ્રેડિંગ એકાઉન્ટ ખોલી શકે છે. આ સિવાય ગોલ્ડ એક્યુમ્યુલેશન પ્લાન અને ગોલ્ડ ETF દ્વારા પણ રોકાણ ચાલુ રાખી શકે છે. ટૂંકમાં રોકાણ પર પ્રતિબંધ નથી લાગ્યો પરંતુ માત્ર વધુ જોખમવાળી ટ્રેડિંગ સેવાઓને મર્યાદિત કરવામાં આવી છે. ચીન વિશ્વના સૌથી મોટા સોનું ખરીદનારા દેશોમાંનો એક છે. એવામાં જ્યારે એક તરફ દેશ દરરોજ હજારો કરોડ રૂપિયાનું સોનું ખરીદી રહ્યો હોય અને બીજી તરફ તેની સૌથી મોટી બેંકો રિટેલ ગોલ્ડ ટ્રેડિંગ પર કડકાઈ કરવા લાગે, ત્યારે આ માત્ર ચીનના સ્થાનિક સમાચાર નથી રહેતા. આ આખી દુનિયા માટે એક મોટો સંકેત છે. સંકેત એ કે, હાલમાં ગોલ્ડ માર્કેટ અત્યંત ઉતાર-ચઢાવવાળા તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. બેંકો પોતાના ગ્રાહકોને એવા જોખમથી બચાવવા માંગે છે, જ્યાં એક ખોટો ટ્રેડ લાખો રૂપિયાનું નુકસાન કરાવી શકે છે.

10 / 12
ભારત પણ વિશ્વના સૌથી મોટા સોનાના વપરાશકાર દેશોમાંનો એક છે. આવા સમયમાં ચીનની દરેક મોટી ખરીદી અને ત્યાંની બેંકિંગ નીતિની અસર વૈશ્વિક ગોલ્ડ માર્કેટ પર પડી શકે છે. જો ચીનની મજબૂત માંગ જળવાઈ રહેશે, તો લાંબાગાળે સોનાના ભાવોને ટેકો મળી શકે છે. બીજી તરફ, બેંકોની કડકાઈ એ સંકેત આપે છે કે, ટૂંકાગાળામાં કિંમતોમાં ઝડપી ઉતાર-ચઢાવ યથાવત રહી શકે છે.

11 / 12
એક તરફ ચીન દરરોજ સરેરાશ 7,600 કરોડ રૂપિયાથી વધુનું સોનું ખરીદી રહ્યું છે. બીજી તરફ તેની સૌથી મોટી બેંકો સામાન્ય રોકાણકારોને હાઈ-રેડિયો ગોલ્ડ ટ્રેડિંગથી દૂર રહેવાની સલાહ આપી રહી છે. સંદેશ સ્પષ્ટ છે કે, સોનું હજી પણ ચીન માટે વ્યૂહાત્મક સંપત્તિ (Strategic Asset) છે, તેથી કેન્દ્રીય બેંક અને રોકાણકારો તેની ખરીદી ચાલુ રાખી રહ્યા છે. સાથે જ, બજારમાં વધતી અસ્થિરતાને જોતા જોખમી સોદાઓ પર લગામ પણ લગાવવામાં આવી રહી છે. આ જ કારણ છે કે, દુનિયાની નજર હવે માત્ર એ વાત પર નથી કે ચીન કેટલું સોનું ખરીદી રહ્યું છે પરંતુ એ વાત પર પણ છે કે, તે પોતાના રોકાણકારોને કયા પ્રકારના જોખમથી બચાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

12 / 12

તમારા પોર્ટફોલિયોમાં છે આ ’10 સ્ટોક’? માર્કેટના દિગ્ગજ બ્રોકરેજ હાઉસે આપ્યું ‘Buy’ રેટિંગ, કિંમતોમાં આવી શકે છે ‘મોટો ઉછાળો’

Follow Us
અમદાવાદ: ACB ના DIG સાથે ₹61 લાખની ઠગાઈ, ફ્લેટ સોદામાં દંપતી સામે કેસ

વાયરલ વિડીયોમાં શખ્સનું અનોખું ટેલેન્ટ જોઈ લોકો દંગ

સુરતમાં ખાડીનો રસ્તો બંધ કરાતા લોકો 15 થી 20 કિમીનો ફેરો કરવા મજબુર

અમદાવાદના ઘુમા વિસ્તાર બાદ ઝુંડાલમાં દેખાયો દીપડો, સ્થાનિકોમાં ફફડાટ

ડાંગમાં સોળે કળાએ ખીલી ઉઠી પ્રકૃતિ, શંકર ધોધ બન્યો આકર્ષણનું કેન્દ્ર

અમદાવાદમાં ચાંદખેડામાં દીપડો દેખાયાનો દાવો

અમદાવાદમાં ગંદકીનાં લીધે મેકડોનલ્ડને સીલ મારવામાં આવ્યુ

વડોદરાથી ભરૂચ સુધીની મુસાફરી થઈ મોંઘી ! આજથી ટોલ ટેક્સમાં 5% વધારો

દીપડાની શોધખોળમાં ફોરેસ્ટની ટીમ સાણંદ તરફ રવાના

આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે, સામાજિક કાર્યોમાં તમારી રુચિ વધશે

g clip-path="url(#clip0_868_265)">