AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat Breaking News: નાસીરનગર ડિમોલિશન કેસમાં હાઈકોર્ટની કડક ટિપ્પણી, કમિશનરની કામગીરી પર ઉઠાવ્યા ગંભીર સવાલ

Surat Breaking News: નાસીરનગર ડિમોલિશન કેસમાં હાઈકોર્ટની કડક ટિપ્પણી, કમિશનરની કામગીરી પર ઉઠાવ્યા ગંભીર સવાલ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 29, 2026 | 1:27 PM
Share

સુરતના ચર્ચિત નાસીરનગર ડિમોલિશન મામલે ગુજરાત હાઈકોર્ટે કડક વલણ અપનાવતા મ્યુનિસિપલ કમિશનરની કામગીરી સામે ગંભીર અસંતોષ વ્યક્ત કર્યો છે. સુનાવણી દરમિયાન કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે કમિશનરની કામગીરીથી તે બિલકુલ સંતુષ્ટ નથી અને સમગ્ર મામલામાં સમયસર યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી.

કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નહોતા

હાઈકોર્ટે નોંધ્યું કે ઘટના બાદ સતત 10 દિવસ સુધી કમિશનર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નહોતા. કોર્ટે વધુમાં કહ્યું કે આ પ્રકારના ગંભીર મામલામાં સત્તાધિકારીઓએ સ્વયંપ્રેરિત (Suo Motu) કાર્યવાહી કરવી જરૂરી હતી, પરંતુ તે કરવામાં આવી નહોતી.

કાર્યવાહી સંપૂર્ણપણે અયોગ્ય હતી

કોર્ટે ડિમાર્કેશન માટે માંગવામાં આવેલા પોલીસ બંદોબસ્તનો ઉપયોગ ડિમોલિશન માટે કરવામાં આવ્યો હોવાના મુદ્દે પણ કડક નારાજગી વ્યક્ત કરી હતી. હાઈકોર્ટના મતે આ કાર્યવાહી સંપૂર્ણપણે અયોગ્ય હતી અને તેનો ઉપયોગ જે હેતુ માટે મંજૂર કરવામાં આવ્યો હતો તેનાથી વિપરીત રીતે કરવામાં આવ્યો હતો.

પોલીસ સમગ્ર ઘટનાની માત્ર મુક્ત પ્રેક્ષક બની રહી

સુનાવણી દરમિયાન હાઈકોર્ટે વધુ એક ગંભીર ટિપ્પણી કરતાં જણાવ્યું કે સમગ્ર ઘટનાક્રમ દરમિયાન પોલીસની હાજરી હોવા છતાં કથિત ગેરકાયદે પ્રવૃત્તિઓ થઈ હતી. કોર્ટે કહ્યું કે “પોલીસની છત્રછાયામાં ક્રિમિનલ એક્ટિવિટી કરવામાં આવી” અને પોલીસ સમગ્ર ઘટનાની માત્ર મુક્ત પ્રેક્ષક બની રહી હતી.

હાઈકોર્ટની આ કડક ટિપ્પણીઓ બાદ હવે સમગ્ર મામલે આગામી સુનાવણી અને તંત્ર દ્વારા લેવામાં આવનારા પગલાં પર સૌની નજર છે. આ કેસમાં કોર્ટે આપેલા અવલોકનોને કારણે વહીવટી તંત્રની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા છે.

Breaking News: આણંદનું અનોખું ગામ! 150થી વધુ મગરો સાથે રહે છે ગ્રામજનો, છતાં આજ સુધી એક પણ હુમલો નહીં

Published on: Jun 29, 2026 01:27 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">