AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સુરત એરપોર્ટ પર Indigo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, 3 વર્ષના બાળકનો બચ્યો જીવ

અમદાવાદથી મુંબઈ જતી ઇન્ડિગો ફ્લાઇટમાં 3 વર્ષના બાળકની તબિયત અચાનક બગડતા મેડિકલ ઇમરજન્સી જાહેર થઈ. પાયલટે તુરંત સુરત એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું.

Breaking News : સુરત એરપોર્ટ પર Indigo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, 3 વર્ષના બાળકનો બચ્યો જીવ
| Updated on: Jun 29, 2026 | 11:10 PM
Share

અમદાવાદથી મુંબઈ જઈ રહેલી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટમાં સોમવારે સાંજે એક ગંભીર મેડિકલ ઇમરજન્સીની ઘટના સામે આવી હતી. મુસાફરી દરમિયાન ત્રણ વર્ષના બાળકની તબિયત અચાનક બગડી જતાં તે બેભાન થઈ ગયું હતું. પરિસ્થિતિની ગંભીરતા સમજી પાયલટે તાત્કાલિક મેડિકલ ઇમરજન્સી જાહેર કરી અને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વિમાનનું સુરક્ષિત ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. સમયસર સારવાર મળતાં બાળકનો જીવ બચી ગયો હોવાનું જાણવા મળ્યું છે.

ફ્લાઇટમાં હાજર બે ડોક્ટરોએ કરી પ્રાથમિક સારવાર

મળતી માહિતી મુજબ, ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ નંબર 6E-7018 29 જૂન, 2026ના રોજ સાંજે લગભગ 8:20 વાગ્યે અમદાવાદથી મુંબઈ માટે રવાના થઈ હતી. ઉડાન દરમિયાન માસ્ટર સૌરભ નામના ત્રણ વર્ષના બાળકની તબિયત અચાનક લથડતાં તે બેભાન થઈ ગયું હતું. ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલા બે તબીબોએ તરત જ બાળકને પ્રાથમિક સારવાર આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેની સ્થિતિમાં કોઈ ખાસ સુધારો જોવા મળ્યો નહોતો. ત્યારબાદ પાયલટે એર ટ્રાફિક કંટ્રોલ (ATC)નો સંપર્ક કરી સુરત એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ માટે મંજૂરી માંગી હતી.

સુરત એરપોર્ટ પર તંત્ર તરત જ એક્શનમાં આવ્યું

મેડિકલ ઇમરજન્સીની જાણ થતાં જ સુરત એરપોર્ટનું સમગ્ર તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું હતું. એર ટ્રાફિક કંટ્રોલ, CISF, એરપોર્ટ મેડિકલ ટીમ અને ઇન્ડિગો એરલાઇન્સની ગ્રાઉન્ડ ટીમે સંયુક્ત રીતે કામગીરી શરૂ કરી હતી. વિમાન લેન્ડ થાય તે પહેલાં જ રનવે પાસે એમ્બ્યુલન્સ અને ડોક્ટરોની ટીમ તૈયાર રાખવામાં આવી હતી, જેથી બાળકને વિલંબ વિના સારવાર મળી શકે.

CISF અને એરપોર્ટ ટીમે સંકલનથી બચાવ્યો કિંમતી સમય

આ સમગ્ર ઓપરેશન દરમિયાન CISFના જવાનોએ એરપોર્ટ મેનેજમેન્ટ અને મેડિકલ ટીમ સાથે ઉત્તમ સંકલન જાળવી રાખ્યું હતું. ગ્રીન કોરિડોર જેવી ઝડપી વ્યવસ્થા ઉભી કરવામાં આવતા બાળકને વિમાનમાંથી બહાર કાઢીને સીધું હોસ્પિટલ પહોંચાડવામાં કિંમતી સમય બચી ગયો હતો.

પ્રાથમિક સારવાર બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો

વિમાન સુરક્ષિત રીતે સુરત એરપોર્ટ પર ઉતર્યા બાદ મેડિકલ ટીમ તરત જ વિમાનમાં પહોંચી હતી. બાળકને પ્રાથમિક સારવાર આપી તેની સ્થિતિ સ્થિર કરવામાં આવી હતી. ત્યારબાદ સ્ટેન્ડબાય રાખવામાં આવેલી એમ્બ્યુલન્સ મારફતે તેને સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હાલ બાળક નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ સારવાર મેળવી રહ્યું છે.

જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી ફ્લાઇટ મુંબઈ માટે રવાના

બાળકને હોસ્પિટલ ખસેડ્યા બાદ એરપોર્ટ પ્રશાસન અને ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા જરૂરી ટેકનિકલ અને કાયદાકીય પ્રક્રિયાઓ ઝડપથી પૂર્ણ કરવામાં આવી હતી. ત્યારબાદ ફ્લાઇટ નંબર 6E-7018 તેના નિર્ધારિત ગંતવ્ય મુંબઈ માટે રવાના થઈ હતી. એરપોર્ટ સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર સમગ્ર ઇમરજન્સી ઓપરેશન એટલી સુવ્યવસ્થિત રીતે પાર પાડવામાં આવ્યું કે સુરત એરપોર્ટની અન્ય નિયમિત ફ્લાઇટ્સ અથવા ગ્રાઉન્ડ ઓપરેશન પર તેની કોઈ અસર પડી નહોતી.

સુરતની યુટ્યુબર શિવાનીનું ઘર આગમાં લપેટાયું, જુઓ Video

Follow Us
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ
તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ
પ્રવેશોત્સવમાં ચોંકાવનારો કિસ્સો: 9મા ધોરણના વિદ્યાર્થીને ABCD ન આવડી
પ્રવેશોત્સવમાં ચોંકાવનારો કિસ્સો: 9મા ધોરણના વિદ્યાર્થીને ABCD ન આવડી
જંગલેશ્વરની તોડફોડ પાછળ કરેલા જંગલ જેવા ખર્ચનો હિસાબ કિતાબ આપોઃ સરકાર
જંગલેશ્વરની તોડફોડ પાછળ કરેલા જંગલ જેવા ખર્ચનો હિસાબ કિતાબ આપોઃ સરકાર
સુરતમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ !
સુરતમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ !
નાસીરનગર ડિમોલિશન મામલે પોલીસ અને તંત્રને હાઈકોર્ટની ફટકાર
નાસીરનગર ડિમોલિશન મામલે પોલીસ અને તંત્રને હાઈકોર્ટની ફટકાર
ભગવાનનો વૈદિક મંત્રોચ્ચાર સાથે જળાભિષેક કરાયો
ભગવાનનો વૈદિક મંત્રોચ્ચાર સાથે જળાભિષેક કરાયો
રાજકારણમાંથી નિવૃત્તિ લઈ સલાહકાર સમિતિમાં જોડાવાની ગણતરી
રાજકારણમાંથી નિવૃત્તિ લઈ સલાહકાર સમિતિમાં જોડાવાની ગણતરી
દેશના 22 રાજ્યોમાં ચોમાસાનું આગમન, ક્યાંક વરસાદ તો ક્યાંક હીટવેવનો ડબલ
દેશના 22 રાજ્યોમાં ચોમાસાનું આગમન, ક્યાંક વરસાદ તો ક્યાંક હીટવેવનો ડબલ
g clip-path="url(#clip0_868_265)">