AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat Breaking News : સુરતના અમરોલીમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ !

Surat Breaking News : સુરતના અમરોલીમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ !

| Updated on: Jun 29, 2026 | 2:43 PM
Share

ચોમાસાની શરૂઆત પહેલાં જ પાલિકાની વધુ એક બેદરકારી સામે આવી છે, અહીંના અમરોલી વિસ્તાર ખાતે જમીનની નીચે બનાવેલી પાઈપલાનગના એક ભાગમાં કોઈ કારણોસર ભંગાણ પડ્યું હતુ, જે બાદ તેમાંથી પાણીના ફુવારા ઉડવા લાગ્યા હતા.

સુરત: શહેરના અમરોલી વિસ્તારમાં આવેલી વર્ધમાન સોસાયટી નજીક પાણીની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ પડતા રસ્તા પર પાણીના ફુવારા ઉડ્યા હતા. આ ઘટનાને કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, પાઇપલાઇન પણ ભંહાણ પડતા મોટી માત્રામાં પાણી રસ્તા પર વહેવા લાગ્યું હતું, જેના કારણે આસપાસના વિસ્તારમાં અવરજવર પણ પ્રભાવિત થઈ હતી.

પાઈપલાઈનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ

સુરત શહેરમાં ચોમાસાની શરૂઆત પહેલાં જ પાલિકાની વધુ એક બેદરકારી સામે આવી છે, અહીંના અમરોલી વિસ્તાર ખાતે જમીનની નીચે બનાવેલી પાઈપલાનગના એક ભાગમાં કોઈ કારણોસર ભંગાણ પડ્યું હતુ, જે બાદ તેમાંથી પાણીના ફુવારા ઉડવા લાગ્યા હતા, સ્થાનિકોએ નગરપાલિકામાં જાણ કરી હોવા છતા તાત્કાલિક પગલા ભરવામાં ના આવતા લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો હોવાનો રહેવાસીઓએ આક્ષેપ કર્યો છે.

પાલિકામાં જાણ કરવા છતા અધિકારીઓને વાતને ધ્યાને ના લીધી

સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર આ અંગે અગાઉથી પાલિકામાં ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ અધિકારીઓ દ્વારા યોગ્ય ધ્યાન આપવામાં આવ્યું નહોતું. સમયસર કાર્યવાહી ન થતાં આખરે પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું અને મોટી માત્રામાં પાણીનો બગાડ થયો.

હવે તાત્કાલિક સમારકામ કરાવવાની ઉઠી માગ

ત્યારે આ સમગ્ર મામલે સ્થાનિકોએ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની તેમજ તાત્કાલિક ધોરણે પાઇપલાઇનનું સમારકામ કરવાની માંગ કરી છે. ઘટનાને પગલે પાલિકાની કામગીરી અને પૂર્વ તૈયારી અંગે પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે.

Surat Breaking News: નાસીરનગર ડિમોલિશન કેસમાં હાઈકોર્ટની કડક ટિપ્પણી, કમિશનરની કામગીરી પર ઉઠાવ્યા ગંભીર સવાલ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Published on: Jun 29, 2026 02:40 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">