Breaking News : મહેસાણાના પૂર્વ MLA અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરનો નિવૃત્તિનો સંકેત, જુઓ Video
મહેસાણામાં પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરનો નિવૃત્તિનો સંકેત આપ્યો છે. સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લઈ સલાહકાર સમિતિમાં જોડાવાની ગણતરી છે. યુવાનોને આગળ કરી પોતે માર્ગદર્શકની ભૂમિકા ભજવવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
મહેસાણાના પૂર્વ MLA અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરનો નિવૃત્તિનો સંકેત આપ્યો છે. કડીમાં આયોજિત કાર્યક્રમમાં તેમણે નિવૃતિના સંકેત આપ્યા છે.સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લઈ તેમનું સલાહકાર સમિતિમાં જોડાવાની ગણતરી હોવાનું સામે આવ્યું છે. યુવાનોને આગળ કરી માર્ગદર્શકની ભૂમિકા ભજવવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
બહુ રાજકારણ કર્યું, હવે અમે તમારી પાછળ છીએ તેવું બળદેવજી ઠાકોરે કહ્યું છે. આ સાથે બળદેવજી ઠાકોરે કહ્યું યુવાનો જે કહે એ કરવા અમે તૈયાર છીએ.સમાજના યુવાનોને શિક્ષણ અને સંગઠન પર ભાર મૂકવા માટે અપીલ કરી છે.બળદેવજી ઠાકોરે કડીના કાર્યક્રમમાં કહ્યુ “બહુ રાજકારણ કર્યું, હવે અમે તમારી પાછળ છીએ”. પૂર્વ ધારાસભ્યના આ નિવેદનથી સ્થાનિક રાજકારણમાં ચર્ચા જાગી છે. આ સાથે તેમણે છેલ્લા 35 વર્ષના પોતાના રાજકીય અનુભવ અને સંઘર્ષને યાદ કર્યો હતો.
