AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતમાં સોનાએ આપ્યું 900% રિટર્ન… આખરે 10 હજારનો ભાવ 1 લાખ પર કેવી રીતે પહોંચ્યો?

ભારતમાં સોનાના ભાવમાં થયેલા 10 ગણા વધારા અને 900 ટકાના જંગી રિટર્ને રોકાણકારોને માલામાલ કર્યા છે. જો કે, આ તેજી પાછળનું અસલી ગણિત કંઈક અલગ જ છે. આ બધા વચ્ચે સવાલ એ જ છે કે, શું આગામી સમયમાં પણ સોનામાં આવી તેજી જળવાઈ રહેશે?

| Updated on: Nov 13, 2026 | 3:05 PM
Share
ભારતમાં સોનાની કિંમત વર્ષ 2007માં આશરે 10,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી, જે વર્ષ 2025 સુધીમાં વધીને આશરે 1 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ. આ સમયગાળા દરમિયાન ઘરેલું કિંમત લગભગ 10 ગણી થઈ અને રોકાણકારોને આશરે 900 ટકા રિટર્ન મળ્યું. એવામાં શું આ સમગ્ર તેજીનો શ્રેય ફક્ત સોનાની આંતરરાષ્ટ્રીય કિંમતને જ આપી શકાય? 'આનંદ રાઠી વેલ્થ લિમિટેડ'ના સંયુક્ત સીઈઓ (Joint CEO) ફિરોઝ અઝીઝનું કહેવું છે કે, ના... આવું નથી.

1 / 8
ફાઇનાન્સિયલ એક્સપર્ટ અને CEO ફિરોઝ અઝીઝે સોનાના લાંબાગાળાના પ્રદર્શન પર પોતાની સ્ટડીનો ઉલ્લેખ કર્યો. તેમના મતે, વર્ષ 2007 થી વર્ષ 2025 વચ્ચે ડૉલરમાં સોનાની કિંમત આશરે 310 ટકા વધી. આની સરખામણીમાં ભારતમાં સોનાની કિંમતમાં આશરે 900 ટકાનો વધારો થયો. અઝીઝે જણાવ્યું કે, રૂપિયાની નબળાઈ અને કસ્ટમ ડ્યુટીએ પણ ભારતીય કિંમતોને ઉપર લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

2 / 8
આનો અર્થ એ થયો કે, ભારતીય ખરીદનારને મળેલું રિટર્ન માત્ર આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવથી નક્કી થયું નથી. સોનાનો ડૉલરવાળો ભાવ, રુપિયા અને ડૉલર વચ્ચેનો વિનિમય દર (Exchange Rate) અને આયાત (Import) પર લાગતી કસ્ટમ ડ્યુટી... આ ત્રણેયની અસર ઘરેલું કિંમત પર પડી છે. અઝીઝે રૂપિયાના 39.9 થી ઘટીને 87.7 પ્રતિ ડૉલર સુધી જવાની સ્થિતિ અને કસ્ટમ ડ્યુટીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ભારતમાં સોનાના રિટર્નની તસવીર સમજવા માટે આ પહેલુંઓ પર પણ નજર નાખવી જરૂરી છે.

3 / 8
હવે આ 900% રિટર્ન પાછળની રમત શું? તે પણ એક સવાલ છે. વાત એમ છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં જ્યારે સોનાનો ભાવ ડૉલરમાં વધે છે, ત્યારે તેની અસર ભારત પર પણ પડે છે. બીજું કે, ભારતમાં સોનું આયાત થાય છે. તેથી, ડૉલર સામે રૂપિયાની કિંમત પણ ઘરેલું ભાવને પ્રભાવિત કરે છે. જો રૂપિયો નબળો પડી જાય, તો તે જ પ્રમાણમાં સોનું ખરીદવા માટે વધુ રૂપિયા ખર્ચવા પડી શકે છે. આ કારણોસર આંતરરાષ્ટ્રીય કિંમતમાં મર્યાદિત વધારો હોવા છતાં ભારતમાં કિંમત વધુ વધી શકે છે.

4 / 8
કસ્ટમ ડ્યુટી પણ આયાત કરેલા સોનાની કિંમતમાં જોડાય છે. અઝીઝે વાતચીતમાં વર્તમાન કસ્ટમ ડ્યુટી 15 ટકા હોવાનું જણાવ્યું અને કહ્યું કે, આનાથી આગળ સોનાની કિંમતને મળનારો વધારાનો ટેકો પહેલાં જેવો નહીં રહી શકે. તેમણે એ પણ કહ્યું કે, રૂપિયામાં અગાઉ જેવી વધારાની નબળાઈથી મળતો 'કિકર' એટલે કે વધારાનો ટેકો આગળ જઈને મર્યાદિત રહી શકે છે.

5 / 8
હવે સવાલ એ કે, ડિસેમ્બરમાં વ્યાજ દરોમાં વધારાની આશંકા વચ્ચે શું સોનામાં વધુ નરમાઈ આવી શકે છે? તો આના જવાબમાં અઝીઝે તેમના અગાઉના મતનું ઉદાહરણ આપ્યું. તેમણે કહ્યું કે, 'સોનું' જ્યારે આશરે 4,300 ડૉલર પ્રતિ ઔંસ પર હતું, ત્યારે તેમણે તેના 4,000 ડૉલર પ્રતિ ઔંસથી નીચે આવવાની આશંકા વ્યક્ત કરી હતી. અઝીઝના જણાવ્યા મુજબ, સોનાનું 5,600 ડૉલર પ્રતિ ઔંસ સુધી પહોંચવું માત્ર સેન્ટ્રલ બેંકોની ખરીદીને કારણે નહોતું. તેમણે આ તેજીમાં “શોર્ટ ગામા સ્ક્વિઝ” ની ભૂમિકા હોવાનું જણાવ્યું. સરળ ભાષામાં સમજીએ તો, કેટલાક ટ્રેડર્સની પોઝિશનના કારણે કિંમત ઝડપથી ઉપર જઈ શકે છે.

6 / 8
કિંમત વધવા પર તેમને પોતાની પોઝિશન સંભાળવા માટે વધુ ખરીદી કરવી પડી શકે છે, જેનાથી તેજીને વધુ બળ મળે છે. અઝીઝનું કહેવું હતું કે, આ પ્રકારની ઝડપી ચાલ પછી કિંમત થોડી નીચે આવી શકે છે. તેમની આ વાત સોનામાં ઘટાડાની સંભાવનાને લઈને છે પરંતુ તેને પાક્કી ભવિષ્યવાણી ન સમજવી જોઈએ. જણાવી દઈએ કે, અઝીઝે આવનારા ઘટાડાનો કોઈ નિશ્ચિત સ્તર કે સમયસીમા જણાવી નથી. તેમણે કહ્યું કે, કિંમત ઝડપથી નીચે આવી શકે છે. અઝીઝે જણાવ્યું કે, 'સોનું' ભારતીય રોકાણકારોના પોર્ટફોલિયોનો ભાગ જરૂર છે પરંતુ 3 થી 5 વર્ષની અવધિમાં તેનાથી ઇક્વિટી જેવા રિટર્નની અપેક્ષા રાખવી મુશ્કેલ બની શકે છે. તેમના મતે, વર્તમાન સ્તરોથી સોનાનું રિટર્ન ડેટ (Debt) રોકાણના રિટર્ન આસપાસ રહી શકે છે.

7 / 8
ડેટ રોકાણ સામાન્ય રીતે એવા રોકાણ હોય છે, જેમાં રોકાણકારને વ્યાજ કે નિશ્ચિત આવક મળવાની અપેક્ષા હોય છે. આ સિવાય ઇક્વિટી એટલે કે શેરોમાં રિટર્ન કંપની અને બજારના પ્રદર્શન અનુસાર ઉપર-નીચે થઈ શકે છે. અઝીઝે May મહિનામાં સોનાના આશરે 4,700 ડૉલર પ્રતિ ઔંસ પર રહેવા દરમિયાન પોતાની “સેલ” (વેચાણ) સલાહ આપ્યાનો પણ ઉલ્લેખ કર્યો. તેમનું કહેવું હતું કે, તે સ્તરમાંથી પૈસા કાઢીને મ્યુચ્યુઅલ ફંડમાં રોકવાથી રોકાણના પ્રદર્શનમાં મોટો ફરક પડી શકતો હતો.

8 / 8
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોના-ચાંદીમાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

સોનામાં સિંગાપોરનો ‘મોટો દાવ’! એક સિક્રેટ નીતિ અને આખું ગોલ્ડ માર્કેટ હચમચી ગયું, આખરે એવી કેવી ‘રમત’ રમી?

Follow Us
g clip-path="url(#clip0_868_265)">