પૂરતી ઊંઘ પછી પણ સતત થાક લાગે છે? માનસિક થાકના 6 ગંભીર સંકેતો, ભૂલથી પણ ન કરતા અવગણના! થઈ શકે છે મોટું નુકસાન
શું તમે સતત તણાવ, થાક અને માનસિક દબાણ અનુભવો છો? માનસિક થાકનાં આ સંકેતોને ઓળખીને અને કેટલીક સરળ રીતો અપનાવીને તમે ફરીથી તાજગી અને આત્મવિશ્વાસ અનુભવી શકો છો.

માનસિક થાક હંમેશાં સ્પષ્ટ રીતે દેખાય એવું જરૂરી નથી. ઘણી વખત તે ધીમે ધીમે વધે છે અને આપણે તેને માત્ર એક ખરાબ અઠવાડિયું કે સામાન્ય તણાવ સમજીને અવગણીએ છીએ. જો લાંબા સમય સુધી તેની અવગણના કરવામાં આવે, તો તે તમારી એકાગ્રતા, ઊર્જા અને આત્મવિશ્વાસને પણ અસર કરી શકે છે. (Image Source | iStock)

આજના વ્યસ્ત જીવનમાં માનસિક થાકનાં શરૂઆતનાં લક્ષણો ઓળખવાં મુશ્કેલ બની જાય છે. તમે નોકરી પર જતા હશો, પરિવારની જવાબદારીઓ નિભાવતા હશો અને રોજિંદાં કામ પણ કરતા હશો, પરંતુ અંદરથી ખાલીપો, ઉદાસીનતા અથવા સતત બેચેની અનુભવતા હશો. (Image Source | iStock)

જો તમે પણ છેલ્લા કેટલાક સમયથી પોતાને સામાન્ય કરતાં અલગ અનુભવો છો, તો તમારી લાગણીઓને અવગણશો નહીં. તમે એકલા નથી. માનસિક થાકનાં સંકેતોને ઓળખીને યોગ્ય પગલાં લેવાથી તમારી સ્થિતિમાં સુધારો લાવવામાં મદદ મળી શકે છે. (Image Source | iStock)

માનસિક થાકનું એક સામાન્ય લક્ષણ છે સતત થાક લાગવો. તમે પૂરતી ઊંઘ લો છો, છતાં સવારે ઊઠ્યા પછી પણ થાકેલા અને નિષ્ક્રિય અનુભવો છો. આ થાક માત્ર શારીરિક ન પણ હોય શકે. સતત તણાવ અને ભાવનાત્મક દબાણને કારણે માનસિક ઊર્જા ઘટી શકે છે. તેના પરિણામે મનમાં ધુમ્મસ છવાયું હોય એવું લાગે છે, કામ કરવાની ઇચ્છા ઓછી થાય છે અને સામાન્ય કામો પણ મુશ્કેલ લાગે છે. (Image Source | iStock)

માનસિક થાક વધે ત્યારે સામાન્ય કામો પણ મુશ્કેલ લાગી શકે છે. આનો અર્થ એ નથી કે તમે આળસુ છો. ઘણી વખત તે સતત દબાણ અને માનસિક ભારનો સંકેત હોઈ શકે છે. આવી સ્થિતિમાં કામ ટાળવાની ટેવ વધી શકે છે, નાની-નાની વાતો ભૂલાઈ શકે છે. (Image Source | iStock)

માનસિક રીતે થાકી ગયા હો ત્યારે ક્યારેક લાગણીઓ જાણે સુન્ન થઈ ગઈ હોય એવો અનુભવ થઈ શકે છે. પહેલાં જે પ્રવૃત્તિઓથી આનંદ મળતો હતો, તેમાં રસ ઓછો થઈ શકે છે. મિત્રો અને પરિવારના સભ્યોની નજીક હોવા છતાં મનથી દૂર હોવાનો અનુભવ પણ થઈ શકે છે. આવી સ્થિતિ લાંબા સમયના તણાવ, ભાવનાત્મક થાક અથવા અન્ય માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ સાથે જોડાયેલી હોઈ શકે છે. (Image Source | iStock)

ધીરજ ગુમાવવું, નાની વાતમાં પરિવારના સભ્યો કે મિત્ર પર ગુસ્સે થઈ જવું અથવા કામના ભારને કારણે રડી પડવું, આવા અનુભવો સતત તણાવ અને માનસિક થાક સાથે જોડાયેલા હોઈ શકે છે. જ્યારે મન પહેલેથી જ દબાણ હેઠળ હોય છે, ત્યારે લાગણીઓ પર નિયંત્રણ રાખવું મુશ્કેલ બની શકે છે. નાની અસુવિધા પણ મોટી સમસ્યા જેવી લાગવા માંડે છે. આવી સ્થિતિમાં પોતાની જાતને દોષ આપવાને બદલે તણાવનાં કારણો સમજવાનો પ્રયત્ન કરો. (Image Source | iStock)

માનસિક થાકને કારણે એકાગ્રતામાં ઘટાડો થઈ શકે છે અને વિચારવાની પ્રક્રિયા પણ ધીમી થઈ શકે છે. તમે એક જ વાક્ય વારંવાર વાંચો, જરૂરી વસ્તુઓ ભૂલી જાઓ અથવા વાતચીત દરમિયાન ધ્યાન ગુમાવી બેસો એવું બની શકે છે. આવી સ્થિતિમાં રોજિંદાં કામો પૂર્ણ કરવામાં વધુ સમય લાગે છે અને મનમાં હતાશા પેદા થઈ શકે છે. સતત તણાવ અને ઊંઘની અછત ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતાને અસર કરી શકે છે. જો એકાગ્રતાની સમસ્યા સતત રહે અથવા રોજિંદા જીવનમાં મુશ્કેલી ઊભી કરે, તો તબીબી સલાહ લેવી યોગ્ય છે. (Image Source | iStock)

માનસિક થાકનો એક ગંભીર સંકેત નિરાશા અને આશા ગુમાવવાનો અનુભવ છે. મનમાં વારંવાર એવું આવી શકે છે કે હવે કંઈ કરવાનો અર્થ નથી, બધી જવાબદારીઓ છોડી દેવી છે અથવા બધાથી દૂર થઈ જવું છે. આવી લાગણીઓનો અર્થ હંમેશાં આત્મહત્યા કરવાના વિચારો એવો નથી, પરંતુ તેને અવગણવી પણ યોગ્ય નથી. તે ગંભીર માનસિક તણાવ અથવા અન્ય માનસિક સ્વાસ્થ્ય સમસ્યાનો સંકેત હોઈ શકે છે. (Image Source | iStock)

નોંધ : આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. (Image Source | iStock)
આ પણ વાંચો, શિયાળામાં બાઇક અને કારના ટાયરમાં કેટલી હવા હોવી જોઈએ? જાણો ઠંડીમાં કેટલું PSI રાખવાથી મળશે બેસ્ટ માઇલેજ
