Amla Eating Tips : આમળા ક્યારે ખાવા જોઈએ? તેને ખાવાની યોગ્ય રીત અને તેના ફાયદા જાણો
આમળા (Amla) પોષક તત્વોથી ભરપૂર છે, તેથી તેના ઘણા સ્વાસ્થ્ય લાભો છે. પરંતુ શું તમે તેને ખાવાનો યોગ્ય સમય અને પદ્ધતિ જાણો છો? જાણો આ વિશે વિસ્તારથી.

આમળાના ઔષધીય ગુણો વિશે વાત કરીએ તો. આર્યુવેદમાં આમળાને અમૃતના સમાન સૌથી લાભકારી ઔષધીય માનવામાં આવે છે. વિટામિન સી, એન્ટીઓક્સીડન્ટ,ફાઈબર અને અનેક પોષક તત્વોથી ભરપુર આમળાનું નિયમિત સેવન શરીરને મજબુત બનાવે છે.

આમળામાં સૌથી વધારે વિટામિન સી હોય છે. એટલા માટે આ એક સુપરફુડ છે. લોકો દરરોજ આમળા ખાતા હોય છે. ત્યારે લોકોના મનમાં એક સવાલ થાય છે કે, આ આમળા ખાવનો યોગ્ય સમય શું છે. શું આને ખાલી પેટ ખાઈ શકાય હા કે નહી.

આ સુપરફુડને ખાવાની યોગ્ય રીત અને ટાઈમિંગ શું હોવી જોઈએ. તો ચાલો આ વિશે વિસ્તારથી જાણીએ. સ્વાસ્થ અનુસાર સવારે ખાલી પેટે આમળા અથવા આમળાનો રસ પીવો સ્વાસ્થ માટે ફાયદાકારક હોય છે.

આમળામાં રહેલ વિટામિન સી એન્ટીઓક્સીડન્ટ શરીરમાંથી કચરો દૂર કરવામાં અને શરીરને ડિટોક્સિફાય કરવામાં મદદ કરે

તે પાચનતંત્રને એક્ટિવ કરે છે અને સરળ પાચનને પ્રોત્સાહન આપે છે. તે ચયાપચયમાં સુધારો કરે છે.જોકે, ખાલી પેટે આમળા ખાવાનું દરેક માટે યોગ્ય ન પણ હોય. એસિડિટી, ગેસ, હાર્ટબર્ન અથવા સંવેદનશીલ પાચન તંત્ર ધરાવતા લોકોએ સવારે ખાલી પેટે આમળા ખાવાનું ટાળવું જોઈએ.

આનાથી તેમના પેટમાં તકલીફ વધી શકે છે. આવા વ્યક્તિઓ માટે, નાસ્તા કે બપોરના ભોજન પછી આમળા ખાવાનું સલામત છે.

તાજા આમળાને કાચા કે રસના રૂપમાં ખાવામાં આવે તો તે ખૂબ જ ફાયદાકારક છે. તેને જામ, પાવડર અથવા કેન્ડીના રૂપમાં પણ આહારમાં સામેલ કરી શકાય છે. આમળા ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.(ALL Photo: Canva)
Custard Apple : શિયાળામાં આ સુપરફૂડ ખાઓ, સીતાફળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક અહી ક્લિક કરો
