Breaking News : શીલજ સર્કલ પાસે યુવકને કચડનાર ધારાસભ્યના ભત્રીજાને ધરપકડ બાદ મળ્યા જામીન! જુઓ Video
અમદાવાદના શીલજ સર્કલ પાસે રેન્જ રોવર કારની ટક્કરથી રેપિડો બાઈક પર સવાર મુસાફર હર્ષદ કુમાર પુરબિયાનું મોત થયું હતું જ્યારે ચાલકને ગંભીર ઈજા થઈ છે. બોપલ પોલીસે CCTV ફૂટેજ અને કારની નંબર પ્લેટના આધારે કાર ચાલક રાઘવેન્દ્ર કુશવાહાની ધરપકડ કરી છે. આરોપી બાપુનગરના ધારાસભ્યના ભત્રીજા હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદના શીલજ સર્કલ પાસે સર્જાયેલા હિટ એન્ડ રનના ચકચારી કેસમાં બોપલ પોલીસે રેન્જ રોવર કાર ચાલક રાઘવેન્દ્ર કુશવાહાની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી રાઘવેન્દ્ર કુશવાહા બાપુનગરના ધારાસભ્યનો ભત્રીજો છે. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો. જોકે, પોલીસે CCTV ફૂટેજ અને કારની નંબર પ્લેટના આધારે આરોપીને ઝડપી પાડ્યો હતો.
નબીરાઓને કાયદાનો ડર નથી?
શીલજ સર્કલ નજીક ગુરુકૃપા ટ્રેલર્સ ચાર રસ્તા પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી રેન્જ રોવર કારે રેપિડો બાઈકને જોરદાર ટક્કર મારી હતી. બાઈક પર રેપિડો ચાલક પ્રદીપ કુમાર અને પાછળની સીટ પર હર્ષદ કુમાર પુરબિયા સવાર હતા. અકસ્માતમાં બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જોકે, પાછળ બેઠેલા હર્ષદ કુમાર પુરબિયાનું મોત નીપજ્યું છે.
અકસમાત બાદ કાર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ મામલે બોપલ પોલીસે તપાસ શરૂ કરી હતી. આસપાસના CCTV કેમેરાના ફૂટેજ તપાસતાં અકસ્માતમાં રેન્જ રોવર કારની સંડોવણી સામે આવી હતી. ત્યારબાદ કારની નંબર પ્લેટના આધારે પોલીસે કાર કબજે કરી રાઘવેન્દ્ર કુશવાહાને ઝડપી પાડ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી અગાઉ પણ અકસ્માત સર્જી ચૂક્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અહેવાલો અનુસાર, આરોપીને જામીન મળી ગયા છે. સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
