AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગુજરાત માટે ઐતિહાસિક નિર્ણય, રાજકોટ અને વડોદરા એરપોર્ટને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટે મંજૂરી, જુઓ Video

Breaking News : ગુજરાત માટે ઐતિહાસિક નિર્ણય, રાજકોટ અને વડોદરા એરપોર્ટને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટે મંજૂરી, જુઓ Video

| Updated on: Nov 12, 2026 | 9:44 PM
Share

કેન્દ્રના ગૃહ મંત્રાલયે રાજકોટ અને વડોદરા એરપોર્ટને ફોરેન ઇમિગ્રેશનની મંજૂરી આપી છે, જેનો રાજપત્રમાં સત્તાવાર નોટિફિકેશન પણ જાહેર કરાયું છે.

ગુજરાત માટે હવાઈ મુસાફરીના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રના ગૃહ મંત્રાલયે રાજકોટ અને વડોદરા એરપોર્ટને ફોરેન ઇમિગ્રેશનની મંજૂરી આપી દીધી છે. આ અંગે કેન્દ્ર સરકાર દ્વારા રાજપત્રમાં સત્તાવાર નોટિફિકેશન પણ જાહેર કરવામાં આવ્યું છે. આ મંજૂરી મળતા રાજકોટ અને વડોદરા એરપોર્ટ પરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ કરવાનો માર્ગ મોકળો બન્યો છે.

આ નિર્ણયથી રાજકોટ અને વડોદરાથી વિદેશ માટે સીધી ફ્લાઇટ્સ શરૂ થવાની શક્યતાઓ વધી ગઈ છે. ગુજરાતના પ્રવાસીઓ માટે વિદેશ જવાની સીધી હવાઈ કનેક્ટિવિટી મળવાની આશા વધી છે. આનાથી વિદેશ પ્રવાસ માટે અન્ય શહેરોના એરપોર્ટ પર જવાની મજબૂરીમાં ઘટાડો થશે અને મુસાફરોને મોટો ફાયદો થશે.

આ ઉપરાંત, આ નિર્ણય રાજ્યના પ્રવાસન અને વેપાર ક્ષેત્ર માટે પણ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી વધવાથી ગુજરાતના બિઝનેસ અને ટુરિઝમ સેક્ટરને નવી ગતિ મળશે. હાલમાં, રાજકોટ અને વડોદરા એરપોર્ટ પરથી કયા દેશો માટે સીધી ફ્લાઇટ્સ શરૂ થશે અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ક્યારે શરૂ થશે તે અંગે ઉત્સુકતા વધી છે.

દિવાળીની રજાઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા માટે બન્યુ હોટ સ્પોટ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">