AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગૃહમંત્રી અમિત શાહે શામળ પટેલને કર્યા નજરઅંદાજ! સાબર ડેરીના રાજકારણમાં ફરી ગરમાવો

Breaking News : ગૃહમંત્રી અમિત શાહે શામળ પટેલને કર્યા નજરઅંદાજ! સાબર ડેરીના રાજકારણમાં ફરી ગરમાવો

| Updated on: Nov 12, 2026 | 1:42 PM
Share

અમિત શાહે શામળ પટેલને નજરઅંદાજ કર્યા હોવાની આ ઘટનાએ સાબર ડેરીના રાજકારણમાં નવી ચર્ચા જગાવી છે. એક તરફ સાબર ડેરીની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે, તો બીજી તરફ ચેરમેન પદ જાળવી રાખવા માટે શામળ પટેલે લોબિંગ તેજ કર્યું છે.

નવા વર્ષના દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે શુભેચ્છા મુલાકાત કરવાનો પ્રયાસ કરનાર શામળ પટેલને મંચ પર અવગણનાનો સામનો કરવો પડ્યો હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં થઈ રહી છે. અમિત શાહે શામળ પટેલને નજરઅંદાજ કર્યા હોવાની આ ઘટનાએ સાબર ડેરીના રાજકારણમાં નવી ચર્ચા જગાવી છે. એક તરફ સાબર ડેરીની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે, તો બીજી તરફ ચેરમેન પદ જાળવી રાખવા માટે શામળ પટેલે લોબિંગ તેજ કર્યું છે.

ગૃહમંત્રી અમિત શાહે શામળ પટેલને કર્યા નજરઅંદાજ

ઉલ્લેખનીય છે કે સાબર ડેરીની ચૂંટણી અનેક રાજકીય કાવાદાવા વચ્ચે છેલ્લી ઘડીએ મોકૂફ રાખવામાં આવી હતી. હવે ચેરમેન અને વાઇસ ચેરમેન પદની ચૂંટણી ક્યારે યોજાશે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી. જોકે, ચૂંટણી મોકૂફ હોવા છતાં ડેરીના રાજકારણમાં અંદરખાને બેઠકો અને લોબિંગનો દોર ચાલુ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

મેન્ડેટ મળે તે માટે પ્રયાસો કરી રહ્યા શામળ પટેલ

ફરી એકવાર ચેરમેન બનવાની ઇચ્છા ધરાવતા શામળ પટેલે પોતાને જ મેન્ડેટ મળે તે માટે પ્રયાસો શરૂ કર્યા છે. સ્થાનિક સ્તરે પોતાને મેન્ડેટ મળશે તેવો દાવો પણ તેઓ કરી રહ્યા હોવાનું જાણવા મળે છે. આ માટે તેઓ રાજકીય સ્તરે પણ પોતાની સ્થિતિ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ફરી ચેરમેન પદ માટે મેન્ડેટ મળશે?

હવે સવાલ એ છે કે અમિત શાહ સાથેની મુલાકાતના પ્રયાસ અને મંચ પર થયેલી કથિત અવગણનાની ચર્ચા વચ્ચે શામળ પટેલને ફરી ચેરમેન પદ માટે મેન્ડેટ મળશે કે કેમ? સાબર ડેરીની ચૂંટણીની નવી તારીખ અને મેન્ડેટને લઈને આગામી દિવસોમાં રાજકીય સમીકરણો કેવો વળાંક લે છે તેના પર સૌની નજર રહેશે.

Breaking News : સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફર સાથે ગેરવર્તન કરનાર શખ્સ સામે RPFની કાર્યવાહી, જુઓ Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">