દિવાળીની રજાઓમાં દીવમાં ઉમટ્યા પ્રવાસીઓ, નાગવા બીચ બન્યો આકર્ષણનું કેન્દ્ર – Video
દિવાળીના વેકેશનમાં ને નૂતન વર્ષની ઉજવણી બાદ પ્રવાસન સ્થળ દીવમાં સહેલાણીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ દીવ પહોંચી રહ્યા છે. ખાસ કરીને નાગવા બીચ પ્રવાસીઓની પહેલી પસંદ બન્યો છે. બીચ પર જાણે પ્રવાસીઓનો મહેરામણ ઉમટ્યો હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે.
દિવાળીની રજાઓમાં પ્રવાસન સ્થળ દીવ હાલ પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ બન્યુ છે અને દીવમાં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંતી મોટી સંખ્યામાં પ્રવાસીઓ દીવ પહોંચી રહ્યા છે. ખાસ કરીને નાગવા બીચ પ્રવાસીઓની પહેલી પસંદ બન્યો છે. બીચ પર જાણે પ્રવાસીઓનું માનવ મહેરામણ ઉમટ્યુ હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે. તહેવારોની મજા માણવા માટે પ્રવાસીઓ પરિવાર અને મિત્રો સાથે દીવમાં ઉમટી રહ્યા છે. દીવનો નાગવા બીચ હાલ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. અહીં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. દરિયાની ઉછળતી લહેરો અને રમણીય દરિયાકિનારાની મજા માણવા માટે પ્રવાસીઓ મોટી સંખ્યામાં દીવ પહોંચી રહ્યા છે.
કોઈ દરિયાના મોજાની મજા માણી રહ્યા છે તો કોઈ ફોટોગ્રાફી અને મનોરંજનમાં વ્યસ્ત છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ નાગવા બીચ પર ઉમટી રહ્યા છે. બીચ પર જ્યાં જુઓ ત્યાં પ્રવાસીઓના ટોળા જ દેખાઈ રહ્યા છે. ગોવાન જવાના બદલે પ્રવાસીઓ માટે હાલ દીવ મોસ્ટ ફેવરિટ ડેસ્ટીનેશન બની રહ્યુ છે. જ્યાં ઓછા ખર્ચે પ્રવાસીઓ ગોવા બીચ જેવી મજા માણી રહ્યા છે. દિવાળીની રજાઓમાં દીવમાં પ્રવાસન ક્ષેત્ર ફરી ધમધમી ઉઠ્યુ છે. દીવ ફરવા આવવાનું એક મેઈન કારણ અહીં આજુબાજુમાં આવેલા બે મોટા યાત્રાધામ પણ છે. દીવ આવનારા પ્રવાસીઓ પહેલા સોમનાથ અને દ્વારકાધિશના દર્શન કરીને દીવ પહોંચે છે. પ્રવાસીઓને એકસાથે ત્રણ ત્રણ ડેસ્ટીનેશન માણવાનો લાભ મળી જાય છે. આ જ કારણ છે કે દેશભરમાંથી સોમનાથ અને દ્વારકાધિશના દર્શને આવનારા પ્રવાસીઓ દીવમાં થતા જાય છે અને દરિયાના મોજા વચ્ચે હળવાશની પળો માણતા જોવા મળે છે.
નવા વર્ષના બીજા દિવસે પણ દ્વારકાધિશના દર્શન માટે મોટી સંખ્યામાં ઉમટ્યા ભાવિ ભક્તો, જય દ્વારકાધિશના નાદથી ગૂંજી ઉઠ્યુ પરિસર