AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હાડકાં બનશે લોખંડ જેવા મજબૂત: દૂધ કરતાં પણ વધુ કેલ્શિયમ આપે છે આ 6 ભારતીય ખોરાક

મજબૂત હાડકાં માટે માત્ર દૂધ પર નિર્ભર રહેવાની જરૂર નથી. ન્યુટ્રિશનિસ્ટના જણાવ્યા મુજબ તલ, રાગી, રાજગરો અને સરગવાના પાન સહિતની 6 દેશી ચીજોમાં દૂધ કરતાં અનેકગણું વધારે કેલ્શિયમ રહેલું છે.

| Updated on: Nov 12, 2026 | 6:10 PM
Share
ભારતીયોમાં વધતી ઉંમર સાથે હાડકાંની સમસ્યાઓ વધુ જોવા મળે છે, જેનું મુખ્ય કારણ કેલ્શિયમની ઉણપ પણ છે. પરંતુ કેલ્શિયમના નામે લોકો ફક્ત દૂધ પીવાનું શરૂ કરી દે છે, જ્યારે ભારતીય રસોડામાં એવી 6 દેશી ચીજો સામેલ છે જે દૂધ કરતાં પણ વધુ કેલ્શિયમ પૂરું પાડે છે.  ન્યુટ્રિશનિસ્ટે આ 6 દેશી ફૂડ્સના નામ જણાવ્યા છે, જેમને તમારે તમારા દૈનિક આહારમાં અવશ્ય સામેલ કરવા જોઈએ.

1 / 12
બાળપણથી જ આપણને એવું શીખવવામાં આવે છે કે મજબૂત હાડકાં અને દાંત માટે દરરોજ દૂધ પીવું જરૂરી છે. પરંતુ જો તમને દૂધ પીવું પસંદ ન હોય, લેક્ટોઝ ઇન્ટોલરન્સની સમસ્યા હોય અથવા તો તમારા આહારમાં કંઈક નવું અને પૌષ્ટિક ઉમેરવા માંગતા હોવ, તો ગભરાવાની જરૂર નથી. કેલ્શિયમનું નામ આવતાં જ લોકો પોતાના ડાયેટમાં દૂધનું પ્રમાણ વધારી દે છે, જ્યારે આપણા ભારતીય કિચનમાં જ એવી ઘણી વસ્તુઓ મોજૂદ છે જેમાં દૂધ કરતાં પણ વધારે કેલ્શિયમ મળી આવે છે.

2 / 12
ભારતીયોમાં વધતી ઉંમરની સાથે હાડકાં નબળાં પડવા લાગે છે અને કેટલાક લોકો માટે તો હરવું-ફરવું પણ મુશ્કેલ બની જાય છે. આવા સંજોગોમાં કેલ્શિયમની ઉણપ દૂર કરવા લોકો દૂધ પીવાનું શરૂ કરે છે. જ્યારે 100 ગ્રામ દૂધમાં આશરે 125mg કેલ્શિયમ હોય છે, ત્યારે ભારતના આ 6 પરંપરાગત ફૂડ્સ આ મામલે દૂધ કરતાં ઘણા આગળ છે.

3 / 12
ન્યુટ્રિશનિસ્ટના જણાવ્યા મુજબ, તલ, રાગી, રાજગરો, સરગવાના પાન, અંજીર અને રાજમા જેવા દેશી ફૂડ્સ હાડકાંને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આવો જાણીએ આ 6 સુપરફૂડ્સ વિશે જે તમારી બોન ડેન્સિટી અને ઓવરઓલ ફિઝિકલ વેલનેસને બૂસ્ટ કરી શકે છે.

4 / 12
તલ: તલને કેલ્શિયમનો સૌથી શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે. 100 ગ્રામ ફોતરાં વગરના (સફેદ/અનપોલિશ્ડ) તલમાં આશરે 975 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે, જે દૂધ કરતાં અનેકગણું વધારે છે. તેમાં મેગ્નેશિયમ પણ ભરપૂર માત્રામાં મળી આવે છે, જે શરીરમાં વિટામિન D ને એક્ટિવ કરવામાં અને કેલ્શિયમને વધુ સારી રીતે શોષવામાં મદદ કરે છે.

5 / 12
રાગી (નાચણી): રાગીને કેલ્શિયમનું પાવરહાઉસ કહેવામાં આવે છે, કારણ કે 100 ગ્રામ રાગીમાં લગભગ 344 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે. તે હાડકાંને મજબૂત બનાવવાની સાથે સાથે બાળકો, મહિલાઓ અને વડીલો માટે પણ અત્યંત ફાયદાકારક અનાજ છે. રાગીની ઘેંસ (દલિયા), રોટલા કે ઢોસા બનાવીને સરળતાથી ખાઈ શકાય છે.

6 / 12
રાજગરો: 100 ગ્રામ રાજગરામાં આશરે 215 મિલિગ્રામ કેલ્શિયમ મળી આવે છે. આ એક ગ્લુટેન-ફ્રી અનાજ છે અને તેમાં ફોસ્ફરસ તથા લાયસિન જેવા પોષક તત્ત્વો પણ રહેલા હોય છે, જે હાડકાંના સમારકામ અને મજબૂતીમાં મદદરૂપ બને છે. ઉપવાસ દરમિયાન પણ તેનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે.

7 / 12
સરગવાના (મોરિંગા) પાન: સરગવાના તાજા પાનમાં પ્રતિ 100 ગ્રામ દીઠ 185 મિલિગ્રામ કેલ્શિયમ રહેલું હોય છે. આ ઉપરાંત તેમાં વિટામિન C પણ પુષ્કળ માત્રામાં હોય છે, જે શરીરને વનસ્પતિજન્ય સ્ત્રોતોમાંથી મળતા કેલ્શિયમનો યોગ્ય ઉપયોગ કરવામાં મદદ કરે છે. તેને શાક, સૂપ કે પરાઠામાં ભેળવીને ખાઈ શકાય છે, જે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ખાય છે.

8 / 12
સૂકા અંજીર: જો તમને મીઠું ખાવાનું પસંદ હોય, તો તમારા માટે સૂકા અંજીર એક હેલ્ધી વિકલ્પ બની શકે છે. 100 ગ્રામ સૂકા અંજીરમાં આશરે 162 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે. તેમાં ફાઇબર અને પોટેશિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે, જે હાડકાંને લાંબા સમય સુધી મજબૂત જાળવી રાખવામાં મદદ કરે છે.

9 / 12
રાજમા: રાજમા માત્ર સ્વાદિષ્ટ જ નહીં, પરંતુ પોષક તત્ત્વોથી પણ ભરપૂર છે. 100 ગ્રામ કાચા રાજમામાં લગભગ 143 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે, જે દૂધ કરતાં વધુ છે. તેમાં પ્રોટીન, મેગ્નેશિયમ અને આયર્ન પણ મળી આવે છે. રાજમાને સારી રીતે પલાળીને અને રાંધીને ખાવાથી શરીરને તેના પોષક તત્ત્વો વધુ સારી રીતે પ્રાપ્ત થાય છે.

10 / 12
માત્ર દૂધ પર નિર્ભર રહેવું જરૂરી નથી: જોકે, માત્ર કેલ્શિયમ જ નહીં, પરંતુ વિટામિન D, નિયમિત સૂર્યપ્રકાશ, પૂરતું પ્રોટીન અને શારીરિક પ્રવૃત્તિ પણ મજબૂત હાડકાં માટે અત્યંત આવશ્યક છે. સંતુલિત આહાર અને સ્વસ્થ લાઇફસ્ટાઇલ અપનાવીને તમે લાંબા સમય સુધી તમારા હાડકાં અને દાંતને મજબૂત રાખી શકો છો.

11 / 12
ડિસ્ક્લેમર: આ માહિતી ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના વીડિયો પર આધારિત છે. ઉપયોગ કરતા પહેલા પોતાના વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવો.

12 / 12

રોજિંદા પનીરથી કંટાળ્યા હોવ તો ઝટપટ ટ્રાય કરો ‘લસણિયા ધાણા પનીર’: શેફએ આપી મિનિટોમાં બનતી શાહી રેસિપી

Follow Us
g clip-path="url(#clip0_868_265)">