શું તમે પણ ચશ્મા સાફ કરતી વખતે આ આ 5 ભૂલ કરો છો? જાણી લો, નહિતર ‘લેન્સ’ કાયમ માટે થઈ જશે ‘બરબાદ’
શું તમે પણ તમારા આંખોના ચશ્મા સાફ કરતી વખતે એક એવી ભૂલ કરી રહ્યા છો કે, જે તમને જાણ્યે-અજાણ્યે મોટું નુકસાન પહોંચાડી રહી છે? મોટાભાગના લોકો ચશ્માના લેન્સને સાફ કરવા માટે ઘરમાં કે હાથવગી રહેલી ગમે તે વસ્તુનો ઉપયોગ કરી લેતા હોય છે. હવે શું તમે જાણો છો કે, તમારી આ સામાન્ય લાગતી ટેવ તમારા ચશ્માના મોંઘા લેન્સ પર રહેલું ખાસ પ્રોટેક્ટિવ લેયર કાયમ માટે બરબાદ કરી દે છે?

મોટાભાગના લોકો પોતાના ચશ્મા સાફ કરવા માટે એ જ વસ્તુનો ઉપયોગ કરી લે છે, જે તે સમયે તેમની પાસે હોય, જેમ કે શર્ટનો ખૂણો, ટિશ્યુ પેપર કે પછી કોઈ પણ ક્લીનિંગ સ્પ્રે પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે, આજકાલના મોટાભાગના ચશ્માના લેન્સ પર એક ખાસ એન્ટી-રિફ્લેક્ટિવ કોટિંગ હોય છે, જે અંજાઈ જવાનું અને રિફ્લેક્શન ઓછું કરવામાં મદદ કરે છે. આ કોટિંગ ખૂબ જ નાજુક હોય છે અને ખોટી રીતે સફાઈ કરવાથી સહેલાઈથી ખરાબ થઈ શકે છે. એકવાર આ કોટિંગ નીકળી જાય અથવા તેના પર સ્ક્રેચ પડી જાય, તો તેને ઠીક કરી શકાતું નથી. એવામાં નવો લેન્સ નંખાવવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચતો નથી. તેથી ચશ્મા સાફ કરતી વખતે 5 સામાન્ય ભૂલથી બચવું જરૂરી છે.

ઇન્ટરનેટ પર અવારનવાર સરકા (Vinegar) ને ચશ્મા સાફ કરવાની સરળ અને નેચરલ રીત બતાવવામાં આવે છે પરંતુ તે તમારા લેન્સ માટે નુકસાનકારક હોઈ શકે છે. સરકામાં રહેલું એસિડ ચશ્માની એન્ટી-રિફ્લેક્ટિવ કોટિંગને ધીમે-ધીમે ખરાબ કરી શકે છે. કેટલાક લોકો તો ખરાબ કોટિંગ હટાવવા માટે જાણીજોઈને ચશ્માને સરકામાં પલાળી પણ રાખે છે, જેનાથી કોટિંગ નરમ થઈને નીકળી જાય છે. આવી જ રીતે લીંબુનો રસ અને બીજા એસિડવાળા ઘરેલું ક્લીનર પણ લેન્સને નુકસાન પહોંચાડી શકે છે, તેથી એનાથી બચવું વધુ સારું છે.

ટિશ્યુ, પેપર ટાવલ અને નેપકિન જોવામાં મુલાયમ લાગે છે પરંતુ તેમાં રહેલા રેશાઓ લેન્સ પર સ્ક્રેચ પાડી શકે છે. જો લેન્સ પર પહેલેથી જ ધૂળ કે ઝીણા કણો હાજર હોય, તો આ કણો ઘસાવાથી કોટિંગને વધુ નુકસાન પહોંચાડે છે. વારંવાર આવું કરવાથી લેન્સ પર કાપાઓ/સ્ક્રેચ પડી જાય છે અને તેની ચમક ઓછી થવા લાગે છે. તેથી, ચશ્મા સાફ કરવા માટે હંમેશા માઇક્રોફાઇબર કાપડનો જ ઉપયોગ કરો.

ચશ્મા પર લાગેલા ડાઘ હટાવવા માટે શર્ટનો ખૂણો વાપરવો ખૂબ સામાન્ય ટેવ છે પરંતુ આંખના નિષ્ણાતો આને યોગ્ય માનતા નથી. કપડાં પર દિવસભરની ધૂળ અને નાના કણો ચોંટેલા હોય છે. એવામાં જ્યારે તમે કોરા કપડાથી લેન્સ ઘસો છો, તો આ કણો લેન્સ અને તેની કોટિંગ પર બારીક સ્ક્રેચ પાડી શકે છે. જો ક્યારેય બીજો કોઈ વિકલ્પ ન હોય, તો પહેલા લેન્સને ચોખ્ખા પાણીથી ધોઈ લો. આનાથી ધૂળ નીકળી જશે અને નુકસાનનું જોખમ ઘટી જશે.

બારીઓ અને અરીસાની સફાઈ માટે બનેલા ક્લીનર ચશ્મા માટે યોગ્ય હોતા નથી. તેમાં અવારનવાર એમોનિયા અને બીજા કડક કેમિકલ્સ હોય છે, જે લેન્સની એન્ટી-રિફ્લેક્ટિવ અને અન્ય ખાસ કોટિંગ્સને નુકસાન પહોંચાડી શકે છે. આલ્કોહોલવાળા સ્પ્રે વારંવાર વાપરવાથી પોલેરાઇઝ્ડ સનગ્લાસિસના લેયરને પણ ખરાબ કરી શકે છે. ચશ્મા સાફ કરવા માટે સારું રહેશે કે, તમે ખાસ આઇગ્લાસ ક્લીનિંગ સ્પ્રે અથવા હળવા ડિશ સોપ (વાસણ ધોવાના લિક્વિડ) અને પાણીનો ઉપયોગ કરો.

ઘણા લોકોને લાગે છે કે, ગરમ પાણીથી ચશ્મા વધુ સારી રીતે સાફ થશે પરંતુ એવું થતું નથી. વધુ પડતું ગરમ પાણી કેટલાક લેન્સની બનાવટ અને તેની કોટિંગને નુકસાન પહોંચાડી શકે છે. આની અસર તરત ન દેખાય પરંતુ સમય જતાં લેન્સ ખરાબ થવા લાગે છે. આથી, ચશ્મા ધોવા માટે હંમેશા સહેજ નવશેકું અથવા સામાન્ય તાપમાનવાળું પાણી વાપરવું જ સૌથી સુરક્ષિત ઓપ્શન છે.
ફોનનું સ્પીકર ધીમુ થઇ ગયુ ? સર્વિસ સેન્ટર જતાં પહેલાં અજમાવો આ 5 દેશી જુગાડ !
