AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat Breaking News : દિવાળીની પૂર્વ રાત્રે સુરતમાં આગનું તાંડવ, એક જ રાતમાં આગની 25 ઘટનાઓથી મચી દોડધામ ! જુઓ Video

Surat Breaking News : દિવાળીની પૂર્વ રાત્રે સુરતમાં આગનું તાંડવ, એક જ રાતમાં આગની 25 ઘટનાઓથી મચી દોડધામ ! જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 08, 2026 | 10:15 AM
Share

દિવાળીની પૂર્વ રાત્રે સુરતમાં ફટાકડાંના તણખલા, શોર્ટસર્કિટ અને ગેસ લીકેજના કારણે આગની 25 ઘટનાઓ સામે આવી હતી. ફાયર બ્રિગેડની ટીમોએ સમયસર કામગીરી કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો.

દિવાળીની ઉજવણી વચ્ચે સુરતમાં આગ લાગવાની ઘટનાઓમાં વધારો જોવા મળ્યો હતો. ફટાકડાંના તણખલા અને શોર્ટસર્કિટને કારણે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી હતી. દિવાળીની પૂર્વ રાત્રે એટલે કે ગઈકાલે 7 નવેમ્બરના રોજ ફાયર બ્રિગેડને આગ સંબંધિત આશરે 25 કોલ મળ્યા હતા.

ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો

વેસુની સિટી લાઇટ વિસ્તારમાં આવેલી હાઇરાઇઝ બિલ્ડિંગ સહિત રહેણાક વિસ્તારોમાં આગના બનાવો નોંધાયા હતા. જહાંગીરપુરા અને મોટા વરાછા વિસ્તારમાં વાહનો આગની ઝપેટમાં આવ્યાં હતાં. જ્યારે સુમન ડેરી રોડ પર ગેસ લીકેજની ઘટનાને કારણે અફરાતફરી મચી ગઈ હતી.

મોટા વરાછા વિસ્તારમાં ફટાકડાંના કારણે આગ લાગવાની ઘટના પણ બની હતી. આ ઉપરાંત ઝૂંપડાંના વિસ્તારમાં આગ લાગતાં સ્થાનિકોમાં દોડધામ મચી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ તમામ ઘટનાઓમાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો, કચ્છના પ્રસિદ્ધ કબરાઉ મોગલધામના મહંત ચારણ ઋષિએ ધોકાની પરંપરાને ન માનવા લોકોને કરી અપીલ, કહ્યુ આ ખોટી માન્યતા

Follow Us
g clip-path="url(#clip0_868_265)">