Rajkot: કેમેરા સામે આવતાં જ બદલાઈ ગઈ સિવિલની તસવીર? TV9 ગુજરાતીના રિયાલિટી ચેકમાં ખુલી ‘મોટી પોલ’ – જુઓ Video
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને મળતી સુવિધાઓ પર TV9 ગુજરાતીએ રિયાલિટી ચેક કર્યું. શરૂઆતમાં સ્ટ્રેચર-વ્હીલચૅર માટે મદદનો અભાવ જોવા મળ્યો પરંતુ કેમેરા આવતાં જ હોસ્પિટલ તંત્ર એલર્ટ થઈ ગયું અને દર્દીઓને મદદ મળવા લાગી. એવામાં સવાલ એ છે કે, શું દર્દીઓને નિયમિત મદદ મળે છે કે માત્ર કેમેરા સામે જ વ્યવસ્થા સક્રિય બને છે?
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને મળતી સુવિધાઓ અને સ્ટ્રેચર-વ્હીલચેરની વ્યવસ્થા અંગે ફરી એકવાર સવાલો ઊભા થયા છે. થોડા સમય પહેલાં એક વૃદ્ધ મહિલા પોતાના બીમાર પતિને સ્ટ્રેચર પર જાતે ધક્કો મારીને લઈ જતાં જોવા મળ્યાં હતાં. આ ઘટના બાદ હોસ્પિટલ તંત્રની કામગીરી સામે ભારે સવાલો ઉઠ્યા હતા.
આ જ સ્થિતિની હકીકત જાણવા TV9 ગુજરાતીની ટીમે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પહોંચીને રિયાલિટી ચેક કર્યું હતું. શરૂઆતમાં અનેક દર્દીઓના સ્વજનો જાતે જ સ્ટ્રેચર અને વ્હીલચેર લઈને દર્દીઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતા જોવા મળ્યા હતા.
જો કે, TV9ની ટીમ અને કેમેરા હોસ્પિટલ પરિસરમાં પહોંચતાં જ જાણે તંત્ર એલર્ટ થઈ ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. શરૂઆતમાં દર્દીઓની સાથે એકપણ એટેન્ડન્ટ જોવા મળ્યા નહોતા પરંતુ TV9ની ટીમ આવતા જ દરેક દર્દી સાથે એટેન્ડન્ટ હાજર જોવા મળ્યા હતા. હવે સવાલ એ છે કે, શું હોસ્પિટલમાં દર્દીઓને નિયમિત રીતે યોગ્ય મદદ મળે છે કે પછી કેમેરા સામે જ વ્યવસ્થા સક્રિય બને છે?
Ahmedabad Breaking news : માંડલ રોડ પર ચાલુ બાઇક પર યુવકે ફટાકડા ફોડી કર્યા સ્ટંટ, રસ્તા પરથી પસાર થતા લોકોના જીવ થયા અદ્ધર ! જુઓ Video
સ્ટ્રેચર વગર વલખાં મારતા દર્દીઓ અને TV9 દેખાતાં જ દોડતું 'તંત્ર'
બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ખાનગી ઓઈલ મિલમાં લાગી ભીષણ આગ
માંડલ રોડ પર ચાલુ બાઇક પર યુવકે ફટાકડા ફોડી કર્યા સ્ટંટ ! Video
સુરતના ઉધના રેલવે સ્ટેશને મુસાફરોનો ધસારો જુઓ Video

