દિવાળી પર્વે જગવિખ્યાત જામનગરી મુખવાસની વધી માગ, 150 થી વધુ વેરાયટીના મુખવાસે જમાવ્યુ આકર્ષણ
દિવાળી અને નૂતન વર્ષના પર્વે જામનગરી મુખવાસની દેશ-વિદેશમાં ભારે માંગ જોવા મળી રહી છે. જે અમેરિકા, યુકે અને ગલ્ફ દેશોમાં પણ લોકપ્રિય છે. રૂ. 200 થી 600 પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ આ સ્વાદિષ્ટ મુખવાસ બજારમાં રોનક લાવી રહ્યો છે.
દિવાળી અને નૂતન વર્ષના પવિત્ર પર્વે મહેમાનોના સ્વાગત માટે મીઠાઈની સાથે મુખવાસનું પણ વિશેષ મહત્ત્વ હોય છે. આ વર્ષે તહેવારો પર જામનગરી મુખવાસની ડિમાન્ડ માત્ર ગુજરાત કે ભારતમાં જ નહીં, પરંતુ વિદેશોમાં પણ જોવા મળી રહી છે. સામાન્ય રીતે બજારમાં 8 થી 10 પ્રકારના મુખવાસ ઉપલબ્ધ હોય છે, પરંતુ જામનગરમાં 150થી વધુ વેરાયટીના મુખવાસ મળે છે.
અલગ-અલગ રંગ, સ્વાદ અને સુગંધ ધરાવતા જામનગરી મુખવાસ, કલકત્તી મુખવાસ, મસાલા આદુ, સ્વીટ આમળા, કેરી ગોટલીનો મુખવાસ અને સુકા મેવાયુક્ત રોયલ મુખવાસ જેવી અનેક વેરાયટી ગ્રાહકોને આકર્ષી રહી છે. આ મુખવાસની લોકપ્રિયતા હવે ઇન્ટરનેશનલ માર્કેટ સુધી પહોંચી છે. અમેરિકા, યુકે અને ગલ્ફ દેશોમાં વસતા ગુજરાતીઓ પણ જામનગરી મુખવાસના સ્વાદના ચાહક છે. નવા વર્ષની શરૂઆત જામનગરી મુખવાસથી કરવાની ગ્રાહકોની પરંપરાએ આ વખતે બજારમાં ખાસ રોનક જમાવી છે. આ વિવિધ પ્રકારના મુખવાસ રૂ. 200 થી 600 પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ છે, જે જામનગરના વેપારીઓ માટે ખુશીની તક બની છે.
દિવાળી અને નૂતન વર્ષના પર્વે જામનગરી મુખવાસની દેશ-વિદેશમાં ભારે માંગ જોવા મળી રહી છે. 150થી વધુ વેરાયટી ધરાવતો આ મુખવાસ ગુજરાતીઓની પરંપરાગત સ્વાદિષ્ટ શરૂઆત છે, જે અમેરિકા, યુકે અને ગલ્ફ દેશોમાં પણ લોકપ્રિય બન્યો છે. રૂ. 200 થી 600 પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ આ સ્વાદિષ્ટ મુખવાસ બજારમાં રોનક લાવી રહ્યો છે.
એક સમયે નક્સલનો સૌથી મોટો ગઢ રહેલા બસ્તરમાં જવાનો વચ્ચે દિવાળી મનાવવા પહોંચ્યા PM મોદી, શહીદોની શહાદતને કર્યા વંદન
દિવાળી પર્વે જામનગરી મુખવાસની 150થી વધુ વેરાયટીએ જમાવ્યુ આકર્ષણ
અમરેલીના લાઠી ખીજડિયા નજીક વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના
અમદાવાદમાં વિકાસના નામે પર્યાવરણનો વિનાશ, હજારો વૃક્ષો કપાયા
સ્ટ્રેચર વગર વલખાં મારતા દર્દીઓ અને TV9 દેખાતાં જ દોડતું 'તંત્ર'
