AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદમાં વિકાસના નામે ફક્ત ને ફક્ત વિનાશ… તંત્રએ હજારો લીલાછમ વૃક્ષોની બલી ચડાવી, શ્વાસ લેવા માટે તરસશે અમદાવાદીઓ

વિકાસના નામે સત્તાધીશો ખુલ્લેઆમ અમદાવાદનું ગળું ઘોંટી રહ્યા છે. વાત એમ છે કે, વિકાસના નામે તંત્ર અમદાવાદની હરિયાળી બલી ચડાવી રહ્યું છે. કાગળ પર વૃક્ષો વાવવાના મોટા દાવા થાય છે પણ જમીન પર માત્ર કોંક્રિટના જંગલો જ દેખાય છે. હજારો વૃક્ષો કાપી નાખ્યા અને ટ્રાન્સપ્લાન્ટેશનના નામે તંત્ર પાસે શૂન્ય કામગીરી છે. લાખોના ખર્ચે ખરીધેલા હાઇટેક મશીનો ધૂળ ખાય છે અને તંત્ર હજારો લીલાછમ વૃક્ષો પર બુલડોઝર ફેરવી રહ્યું છે.

અમદાવાદમાં વિકાસના નામે ફક્ત ને ફક્ત વિનાશ... તંત્રએ હજારો લીલાછમ વૃક્ષોની બલી ચડાવી, શ્વાસ લેવા માટે તરસશે અમદાવાદીઓ
Image Credit source: AI Generated
| Updated on: Nov 08, 2026 | 8:03 PM
Share

મેગાસિટી અમદાવાદમાં વિકાસની રફ્તાર પૂરઝડપે આગળ વધી રહી છે પરંતુ આ ઝડપી વિકાસથી શહેરની હરિયાળી પર ગંભીર સંકટ તોળાઈ રહ્યું છે. અમદાવાદ ધીમે ધીમે કોંક્રિટના જંગલમાં ફેરવાઈ રહ્યું છે. ભૂતકાળમાં BRTS, ત્યારબાદ મેટ્રો અને હવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઉપરાંત બ્રિજ, રોડ અને સરકારી ઇમારતોના નિર્માણ માટે હજારો વૃક્ષોનો ભોગ લેવાઈ રહ્યો છે. આ વિકાસના નામે પર્યાવરણનો વિનાશ થઈ રહ્યો હોવાના સવાલો ઊભા થયા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વિવિધ પ્રોજેક્ટ્સ માટે દર વર્ષે 3 હજારથી 5 હજાર મોટા વૃક્ષો કાપવાની મંજૂરી આપવામાં આવે છે. AMCના પાર્ક એન્ડ ગાર્ડન વિભાગના છેલ્લા પાંચ વર્ષના આંકડાઓ પર નજર કરીએ, તો સ્થિતિ વધુ સ્પષ્ટ થાય છે.

આ સમયગાળામાં કુલ 3,484 વૃક્ષો કપાયા છે, જ્યારે તેની સામે માત્ર 676 વૃક્ષોનું જ ટ્રાન્સપ્લાન્ટેશન થઈ શક્યું છે. આ આંકડા અમદાવાદની હરિયાળી સામે ઊભા થયેલા ગંભીર સવાલો દર્શાવે છે.

પ્રોજેક્ટ મુજબ વૃક્ષો કપાવાના અને ટ્રાન્સપ્લાન્ટેશનના આંકડા નીચે મુજબ છે:

  1. રોડ પ્રોજેક્ટ: 2,034 વૃક્ષો કપાયા, માત્ર 156નું ટ્રાન્સપ્લાન્ટેશન થયું.
  2. બિલ્ડિંગ પ્રોજેક્ટ: 55 વૃક્ષો કપાયા, 45નું ટ્રાન્સપ્લાન્ટેશન થયું.
  3. રેલવે પ્રોજેક્ટ: 136 વૃક્ષો કપાયા, શૂન્ય ટ્રાન્સપ્લાન્ટેશન થયું.
  4. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: 289 વૃક્ષો કપાયા, શૂન્ય ટ્રાન્સપ્લાન્ટેશન થયું.
  5. વોટર પ્રોજેક્ટ: 101 વૃક્ષો કપાયા, માત્ર 8નું ટ્રાન્સપ્લાન્ટેશન થયું.
  6. કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ: 843 વૃક્ષો કપાયા, 442નું ટ્રાન્સપ્લાન્ટેશન થયું.

આ આંકડા દર્શાવે છે કે, રોડ-રેલવે અને બુલેટ ટ્રેન જેવા મોટા પ્રોજેક્ટ્સ માટે થયેલું વૃક્ષછેદન નોંધપાત્ર છે, જ્યારે તેની સરખામણીમાં ટ્રાન્સપ્લાન્ટેશનનું પ્રમાણ નહિવત્ છે. રેલવે અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં તો એકપણ વૃક્ષનું ટ્રાન્સપ્લાન્ટેશન થયું નથી.

અનેક એવા વૃક્ષો પણ હોવાનો દાવો છે, જે AMCના રેકોર્ડમાં નોંધાયેલા નહોતા અને પ્રોજેક્ટ્સના નામે તેમને પણ કાપી નાખવામાં આવ્યા હોવાના આક્ષેપો છે. એક તરફ વૃક્ષો કાપવાની મંજૂરી આપવામાં આવે છે, તો બીજી તરફ નવા વૃક્ષો વાવવાના દાવા કરવામાં આવે છે. AMCના સત્તાધીશો દાવો કરે છે કે, છેલ્લા પાંચ વર્ષમાં “મિશન મિલિયન ટ્રીઝ” અંતર્ગત એક કરોડથી પણ વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે, જે પર્યાવરણનું જતન કરવાના પ્રયાસો દર્શાવે છે.

હાઇટેક મશીન હાલ ક્યાં?

હવે આ મામલે એક મોટો સવાલ એ પણ ઊઠી રહ્યો છે કે, AMC દ્વારા કરોડો રૂપિયાના જંગી ખર્ચે ખરીદવામાં આવેલું ટ્રી ટ્રાન્સપ્લાન્ટ માટેનું હાઇટેક મશીન હાલ ક્યાં છે? તેને કામ પર કેમ લેવામાં આવતું નથી? જો આ મશીનનો પૂરતો ઉપયોગ થયો હોત, તો કદાચ ટ્રાન્સપ્લાન્ટેશનનો આંકડો વધુ સારો હોત.

જો વૃક્ષો કપાવાની આ જ સ્થિતિ રહી, તો આગામી સમયમાં અમદાવાદીઓને શુદ્ધ ઓક્સિજન માટે પણ ફાંફા મારવા પડશે તેવી ભીતિ અહેવાલમાં વ્યક્ત કરવામાં આવી છે. વિકાસ અને પર્યાવરણ વચ્ચેનું આ ગંભીર સંતુલન જાળવવું એ સમયની તાતી જરૂરિયાત છે.

Rajkot: કેમેરા સામે આવતાં જ બદલાઈ ગઈ સિવિલની તસવીર? TV9 ગુજરાતીના રિયાલિટી ચેકમાં ખુલી ‘મોટી પોલ’ – જુઓ Video

Follow Us
અમદાવાદમાં વિકાસના નામે પર્યાવરણનો વિનાશ, હજારો વૃક્ષો કપાયા
અમદાવાદમાં વિકાસના નામે પર્યાવરણનો વિનાશ, હજારો વૃક્ષો કપાયા
સ્ટ્રેચર વગર વલખાં મારતા દર્દીઓ અને TV9 દેખાતાં જ દોડતું 'તંત્ર'
સ્ટ્રેચર વગર વલખાં મારતા દર્દીઓ અને TV9 દેખાતાં જ દોડતું 'તંત્ર'
બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ખાનગી ઓઈલ મિલમાં લાગી ભીષણ આગ
બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ખાનગી ઓઈલ મિલમાં લાગી ભીષણ આગ
માંડલ રોડ પર ચાલુ બાઇક પર યુવકે ફટાકડા ફોડી કર્યા સ્ટંટ ! Video
માંડલ રોડ પર ચાલુ બાઇક પર યુવકે ફટાકડા ફોડી કર્યા સ્ટંટ ! Video
સુરતના ઉધના રેલવે સ્ટેશને મુસાફરોનો ધસારો જુઓ Video
સુરતના ઉધના રેલવે સ્ટેશને મુસાફરોનો ધસારો જુઓ Video
દિવાળીની રાત્રે સુરતમાં આગના બનાવો, ફાયર બ્રિગેડને 25 કોલ મળ્યા! Video
દિવાળીની રાત્રે સુરતમાં આગના બનાવો, ફાયર બ્રિગેડને 25 કોલ મળ્યા! Video
દિવાળીએ ચમકશે તમારી કિસ્મત? જાણો વાર્ષિક રાશિફળ
દિવાળીએ ચમકશે તમારી કિસ્મત? જાણો વાર્ષિક રાશિફળ
કબરાઉ મહંત ચારણ ઋષિની દિવાળી તહેવાર પર અપીલ: ધોકાની ખોટી માન્યતા ત્યજો
કબરાઉ મહંત ચારણ ઋષિની દિવાળી તહેવાર પર અપીલ: ધોકાની ખોટી માન્યતા ત્યજો
વડોદરા નજીક પ્લાસ્ટિક શીટ ફેક્ટરીમાં ભીષણ આગ
વડોદરા નજીક પ્લાસ્ટિક શીટ ફેક્ટરીમાં ભીષણ આગ
પાલનપુરની માવજત હોસ્પિટલમાં આગ: ICU દર્દીઓને બચાવાયા
પાલનપુરની માવજત હોસ્પિટલમાં આગ: ICU દર્દીઓને બચાવાયા
g clip-path="url(#clip0_868_265)">