Gold-Silver Rate Today: દિવાળીના દિવસે સોનામાં થઈ ગયો ખેલ ! જાણો આજે કેટલો થયો 22 અને 24 કેરેટનો ભાવ
આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનાનો ભાવ 4074.36 ડોલર પ્રતિ ઔંસ પર છે. છેલ્લા એક સપ્તાહમાં વૈશ્વિક બજારમાં સોનાની કિંમતમાં 5.2%નો વધારો નોંધાયો છે.

દિવાળીના દિવસે હાલમાં સોના-ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. ધનતેરસ (6 નવેમ્બર)ના દિવસે સોનાની ચમક ફિક્કી પડ્યા બાદ નરક ચતુર્દશી એટલે કે કાળી ચૌદશના દિવસે તેમાં થોડી રિકવરી જોવા મળી હતી, પરંતુ આજે રવિવારે દિવાળીના દિવસે ભાવ સ્થિર રહ્યા છે. ધનતેરસના દિવસે 24 કેરેટના 10 ગ્રામ સોનાના ભાવમાં ₹2560 અને 22 કેરેટના સોનાના ભાવમાં ₹2350નો ઘટાડો થયો હતો. જોકે, બીજા જ દિવસે 24 કેરેટ સોનામાં ₹110 અને 22 કેરેટ સોનામાં ₹100ની સામાન્ય રિકવરી જોવા મળી હતી.

આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનાનો ભાવ 4074.36 ડોલર પ્રતિ ઔંસ પર છે. છેલ્લા એક સપ્તાહમાં વૈશ્વિક બજારમાં સોનાની કિંમતમાં 5.2%નો વધારો નોંધાયો છે.

દિલ્હીમાં, 24 કેરેટ સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,43,600 છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,31,750 છે.(ફોટો ક્રેડિટ- File Image)

હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,31,600 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,43,570 છે.(ફોટો ક્રેડિટ- File Image)

હાલમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,31,650 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,43,620 છે. (ફોટો ક્રેડિટ- File Image)

હવે ચાંદીની વાત કરીએ તો આ તહેવારોની સિઝનમાં ધનતેરસ (6 નવેમ્બર)ના દિવસે 1 કિલો ચાંદીના ભાવમાં ₹5000નો ઘટાડો થયા બાદ સતત 2 દિવસ સુધી ભાવ સ્થિર રહ્યા છે. એટલે કે આજે દિવાળીના દિવસે પણ ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. છેલ્લા 11 દિવસમાં ભારે ઉતાર-ચઢાવ બાદ 1 કિલો ચાંદીના ભાવમાં કુલ ₹5000ની નરમાઈ જોવા મળી છે. 23 ઓક્ટોબરે 1 કિલો ચાંદીના ભાવમાં ₹5000નો ઘટાડો થયા બાદ સતત 5 દિવસ સુધી ભાવ સ્થિર રહ્યા હતા. જોકે, ત્યારબાદ સતત 3 દિવસ એટલે કે 29થી 31 ઓક્ટોબર દરમિયાન 1 કિલો ચાંદીના ભાવમાં ₹20,000નો મોટો ઘટાડો થયો હતો. આ પછી 4 દિવસ સુધી ભાવ સ્થિર રહ્યા હતા અને 5 નવેમ્બરે તેમાં ₹10,000નો ઉછાળો આવ્યો હતો. પરંતુ 6 નવેમ્બરે એટલે કે ધનતેરસના દિવસે ફરીથી ચાંદી ₹5000 સસ્તી થઈ હતી. ત્યારથી તેના ભાવ સ્થિર છે.

ન્યૂઝ એજન્સી PTI અનુસાર, GJC (જેમ એન્ડ જ્વેલરી કાઉન્સિલ)ના ચેરમેન રાજેશ રોકડેના જણાવ્યા પ્રમાણે, 6 નવેમ્બરે ધનતેરસના દિવસે દેશભરમાં સોનાનો કુલ વેપાર આશરે ₹60,000 કરોડ રહેવાનો પ્રાથમિક અંદાજ છે. જોકે, સોનાના ઊંચા ભાવને કારણે વેચાણની માત્રા ગયા વર્ષની આસપાસ જ રહેવાની શક્યતા છે.
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો
