Breaking News : દિવાળીમાં વતન વાપસી, સુરતના ઉધના રેલવે સ્ટેશને મુસાફરોનો ધસારો, જુઓ Video
દિવાળી અને છઠ પૂજાના તહેવારોને કારણે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર વતન જનારા મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ જતા લોકો માટે રેલવે વિભાગે કેટલીક સ્પેશિયલ ટ્રેનો દોડાવી છે. સુરક્ષા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે, જેથી લોકોને અગવડતા ન પડે.
દિવાળી અને છઠ પૂજાના તહેવારો નિમિત્તે વતન જવા માટે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની અભૂતપૂર્વ ભીડ જોવા મળી રહી છે. ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ જેવા રાજ્યોમાં જવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. મિની ભારત તરીકે ઓળખાતા સુરતમાંથી પોતાના ગામડે પરત ફરવા માટે લોકો મોડી રાતથી જ રેલવે સ્ટેશન પર ધામા નાખી રહ્યા છે.
મુસાફરોની સુરક્ષા અને સુવિધા
રેલવે વિભાગ દ્વારા આ યાત્રાળુઓની સુવિધા માટે છેલ્લા 10 દિવસમાં 28 નિયમિત ટ્રેનો ઉપરાંત 33 સ્પેશિયલ ટ્રેનોનું સંચાલન કરવામાં આવ્યું છે. કુલ 1.85 લાખથી વધુ મુસાફરોએ આ સમયગાળા દરમિયાન સુરતમાંથી વતન તરફ પ્રયાણ કર્યું છે. રેલવે સત્તાવાળાઓ દ્વારા મુસાફરોની સુરક્ષા અને સુવિધા સુનિશ્ચિત કરવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને આરપીએફ સ્ટાફ પણ તૈનાત કરવામાં આવ્યો છે. આવનારા દિવસોમાં પણ આ ભીડ જળવાઈ રહેવાની શક્યતા છે, જેને ધ્યાનમાં રાખીને વધુ સ્પેશિયલ ટ્રેનો ચલાવવા માટેની તૈયારીઓ પણ કરવામાં આવી છે.
વતન જવા નીકળેલા મુસાફરો મોડી રાતથી જ રેલવે સ્ટેશન પર બેસી રહ્યા હોય તેવા દ્રશ્યો સામાન્ય બન્યા છે. ટ્રેનમાં બેસવા માટે હજારો લોકો ઉમટી પડ્યા છે, જેને નિયંત્રિત કરવા અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આરપીએફ સ્ટાફ પણ યાત્રાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સતત કાર્યરત છે.

