Stock Market: સોમવારે સૌની નજર આ સ્ટોક પર, શું તમારા પોર્ટફોલિયોમાં આ છે કે નહી?
FMCG સેક્ટરની એક મોટી કંપનીએ શુક્રવારે બજાર બંધ થયા પછી એક ખાસ જાહેરાત કરી છે. આ ઘોષણાથી રોકાણકારો તલપાપડ થયા છે અને FMCG સેક્ટરમાં પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. વાત એમ છે કે, FMCG સેક્ટરની દિગ્ગજ કંપનીએ ઓર્ગેનિક પ્રોડક્ટ બનાવતી કંપનીના બધા જ હિસ્સા હવે પોતાના નામે કરી લીધા છે.

શુક્રવારે માર્કેટ બંધ થયા પછી FMCG કંપની ITCએ એક મોટી ઘોષણા કરી હતી. કંપનીએ જણાવ્યું કે તેણે ‘શ્રેસ્ટા નેચરલ બાયોપ્રોડક્ટ્સ’ના તમામ 1.87 કરોડ શેર 400 કરોડ રૂપિયામાં ખરીદી લીધા છે.

આ ટ્રાન્ઝેક્શનથી હવે શ્રેસ્ટા નેચરલ ITCની સંપૂર્ણ માલિકીની પેટાકંપની બની ગઈ છે. ઓર્ગેનિક સેગમેન્ટમાં પોતાનું સ્થાન મજબૂત બનાવવા ITCએ આ પગલું એક વ્યૂહાત્મક નિર્ણય તરીકે લીધો હોવાનું માનવામાં આવે છે.

FMCG કંપની 'ITC'એ શુક્રવારે માર્કેટ બંધ થયા પછી માહિતી આપી હતી કે, કંપનીએ 'શ્રેસ્ટા નેચરલ બાયોપ્રોડક્ટ્સ' નામની કંપનીના બધાં જ શેર (1.87 કરોડ) 400 કરોડ રૂપિયામાં ખરીદી લીધા છે. ટૂંકમાં કહીએ તો, હવે આ કંપનીનો પૂરેપુરો હિસ્સો 'ITC'ના નામે થઈ ગયો છે.

પરિણામે જોઈએ તો, શ્રેસ્ટા નેચરલ બાયોપ્રોડક્ટ્સ (SNBPL) હવે ITCની સંપૂર્ણ માલિકીની પેટાકંપની બની ગઈ છે. આ સાથે જ, SNBPLની બે પેટાકંપનીઓ ફાઇવ એલિમેન્ટ્સ LLC અને શ્રેસ્ટા ગ્લોબલ FZE પણ 13 જૂન, 2025થી ITCની સંપૂર્ણ માલિકીની પેટાકંપની બની ગઈ છે.

કંપનીએ એક્સચેન્જ ફાઈલિંગમાં કહ્યું હતું કે, ભવિષ્ય માટે તૈયાર કરવામાં આવેલા પોર્ટફોલિયોને વધારવાની તેની રણનીતિના ભાગરૂપે આ લેવડદેવડ કરવામાં આવી છે.

આ વ્યવહારથી ભારત અને વિદેશના માર્કેટમાં ઝડપથી વિકસતા ઓર્ગેનિક પ્રોડક્ટ સેગમેન્ટમાં ITCની હાજરી અને માર્કેટ પોઝિશન મજબૂત થવાની અપેક્ષા છે. ટૂંકમાં કહીએ તો, ITC હવે ઓર્ગેનિક બજારમાં એક મોટો ધમાકો કરવા તૈયાર છે.

ઘરેલુ ઓર્ગેનિક ફૂડ પ્રોડક્ટ ઉદ્યોગમાં હાલ સ્વાસ્થ્ય અને પર્યાવરણ અંગેની જાગૃતિ વધતી જઈ રહી છે. આ સાથે-સાથે લોકોની આવકમાં વધારો અને ન્યુ એજની ડિસ્ટ્રિબ્યુશન ચેનલોના કારણે આ ઉદ્યોગમાં નોંધપાત્ર રીતે વિકાસની તકો ઊભી થઈ રહી છે.

જણાવી દઈએ કે, શુક્રવારે કંપનીનો શેર 1.67 ટકા ઘટીને રૂ. 413.95 પર બંધ થયો હતો. જો કે, છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરમાં 3.80 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
(Disclaimer: આ આર્ટિકલ માત્ર માહિતી માટે આપવામાં આવેલ છે. TV9 Gujarati અહીં કોઈપણ પ્રકારના સ્ટોક ખરીદવાની ભલામણ કરી રહ્યું નથી. રોકાણ કરતા પહેલા કંપનીની સ્થિતિ, ફંડામેન્ટલ્સ અને માર્કેટ જોખમોને ધ્યાનમાં લેવા જરૂરી છે. આથી, રોકાણ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લો.)
શેરબજારને લગતી ઘણી માહિતી લોકો જાણવા માંગે છે તે સાથે રોકાણને લઈને પણ અવાર-નવાર અમે આપની સાથે માહિતી શેર કરતા રહીએ છીએ ત્યારે તે માહીતી જાણવા માટે અહીં ક્લિક કરો
