હવે પેટ્રોલ પંપ નહીં, ઈ-ચાર્જિંગ સ્ટેશન ખોલીને કરો કરોડોની કમાણી, જાણો કેટલો આવશે ખર્ચ
ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોની વધતી માંગને કારણે ઈ-ચાર્જિંગ સ્ટેશનનો વ્યવસાય ખૂબ જ નફાકારક બની રહ્યો છે. ઓછા રોકાણથી લાખો રૂપિયાની માસિક કમાણી શક્ય છે

ભારત જ નહીં પરંતુ આખી દુનિયામાં ઇલેક્ટ્રિક વાહનોની વધતી માંગ એક નવા બિઝનેસનો અવસર લઈને આવી છે. નાના ગામથી લઈને મહાનગરો સુધી ઇલેક્ટ્રિક વાહનો જેમ કે ઈ-રિક્ષા, સ્કૂટર, સ્કૂટી, દ્વિ-ચક્રી વાહન, બસ, નાના લોડિંગ વાહન અને કારોની સંખ્યા ઝડપથી વધી રહી છે.

આવા વાહનોને ધ્યાનમાં રાખીને જો તમે રસ્તા કિનારે ઈ-ચાર્જિંગ સ્ટેશન ખોલો તો મહિને લાખો રૂપિયાની કમાણી કરી શકો છો.

કોઈપણ રોડ કિનારે ઓછામાં ઓછી 50 થી 100 વર્ગગજ જેટલી જગ્યા હોવી જરૂરી છે. નાની ક્ષમતા ધરાવતા સ્ટેશન માટે અંદાજે ₹15 લાખનો ખર્ચ આવે છે, જ્યારે મોટી ક્ષમતા ધરાવતા સ્ટેશન માટે ખર્ચ ₹40 લાખ સુધી જઈ શકે છે. આ કુલ ખર્ચમાં જમીનનો ખર્ચ, ચાર્જિંગ પોઈન્ટ ઇન્સ્ટોલેશન અને બાકી તમામ જરૂરી ખર્ચાનો સમાવેશ થાય છે.

ઈ-ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવા માટે અગ્નિશામક વિભાગ, વન વિભાગ અને નગર પાલિકા અથવા નગર નિગમથી NOC લેવી જરૂરી છે. સ્ટેશન પર રેસ્ટરૂમ, શૌચાલય, પીવાના પાણીની સુવિધા, આગ બુઝાવવાના યંત્ર અને વાહનોના આવાગમન તથા પાર્કિંગની પૂરતી વ્યવસ્થા હોવી જોઈએ.

જો તમે 3000 કિલોવોટ ક્ષમતા ધરાવતું ઈલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન લગાવો અને ચાર્જિંગ ફી ₹2.5 પ્રતિ કિલોવોટ રાખો, તો દૈનિક અંદાજે ₹7,500 કમાઈ શકાય છે. માસિક આવક લગભગ ₹2.25 લાખ થઈ શકે છે અને તમામ ખર્ચ કાઢ્યા બાદ અંદાજે ₹1,75,000 નફો મળી શકે છે. જો તમે સ્ટેશનની ક્ષમતા વધારશો તો કમાણી ₹10 લાખ પ્રતિ મહિના સુધી પહોંચી શકે છે. (નોંધ : અહીં આપવામાં આવેલા આંકડા પબ્લિક ડોમેઈનમાં ઉપલબ્ધ માહિતીના આધારે છે. સરકારના નિયમો અને ધારા ધોરણો અનુસાર આ આંકડા અલગ હોય શકે છે.)
બિઝનેસ, એ છે સેવાઓ કે વસ્તુનું ઉત્પાદન, વેચાણ અને વિનિમય કરીને નાણાં કમાવવાની કામગીરી છે. બિઝનેસના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..
