Plant In Pot : ચોમાસામાં તમારા ઘરે ઉગાડો આ છોડ, સાપને રાખશે દૂર
ગ્રાઉન્ડ ફ્લોર પર કે પછી જળાશયોના નજીક વસવાટ કરતા લોકોના ઘરમાં સાપ આવવાનો ડર વધારે હોય છે. ત્યારે આવી સ્થિતિમાં, કેટલાક છોડ એવા છે જે ઘરને સજાવવા તેમજ સાપને દૂર રાખવામાં ઉપયોગી છે. તો જાણીએ કે ક્યાં છોડ ઘરે ઉગાડી શકાય છે.

સર્પગંધાની ગંધ એટલી તીવ્ર અને વિચિત્ર હોય છે કે સાપ તેને સૂંઘતા જ ભાગી જાય છે. તેના મૂળ પીળા અને ભૂરા રંગના હોય છે અને પાંદડા લીલા હોય છે. આ છોડ તમે તમારા ઘરની બાલ્કનીમાં ઉગાડવાથી સાપને દૂર રહે છે.

નાગદૌના પણ એવા છોડમાંથી એક છે જેની તીખી ગંધ સાપને બિલકુલ ગમતી નથી. ચોમાસા દરમિયાન, તેને આંગણામાં, બાલ્કનીમાં અથવા મુખ્ય દરવાજા પાસે વાવો. તે નર્સરીમાંથી સરળતાથી ખરીદી શકાય છે અને તેને કુંડામાં ઉગાડવું પણ ખૂબ જ સરળ છે.

ગલગોટાના ફૂલોની તીવ્ર સુગંધ સાપને દૂર રાખે છે. તેના પીળા-નારંગી ફૂલો ઘરની સુંદરતામાં વધારો કરે છે,આ સાથે ઘરને સુરક્ષિત પણ રાખે છે. તે બગીચામાં, બાલ્કનીમાં અથવા ટેરેસ પર ઉગાડી શકો છે.

કાંટાળો કેક્ટસનો છોડ ફક્ત ઘરના છોડ તરીકે જ લોકપ્રિય નથી, પરંતુ તે સાપને દૂર રાખવામાં પણ મદદ કરે છે. સાપ કાંટાથી દૂર રહેવાનું પસંદ કરે છે, તેથી તેને બાલ્કની, બારી અથવા ઘરની અંદર પણ લગાવી શકાય છે.

સાપને સ્નેક પ્લાન્ટના અણીદાર અને લાંબા પાંદડા પસંદ નથી. તેને "મધર-ઈન-લોંગ ટંગ" પણ કહેવામાં આવે છે. આ છોડ ઘરની સજાવટ માટે ખૂબ જ આકર્ષક છે અને કુદરતી રક્ષણાત્મક કવચ તરીકે પણ કામ કરે છે.
Tv9 ગુજરાતી પર તમે કૃષિ સબંધિત તમામ સ્ટોરી વાંચી શકો છો. કૃષિ સમાચાર નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે.
