શું મીઠાની પણ હોય છે Expiry date ? જાણો તમારા ઘરમાં વપરાતુ મીઠું ક્યારે બગડી શકે

ઘણી વખત મીઠું નાખ્યા પછી પણ ખાવામાં સ્વાદ સારો આવતો નથી, તો શું એનો અર્થ એવો થાય કે મીઠું ખરાબ કે એક્સપાયર થઈ ગયું છે? ચાલો જાણીએ આ સવાલનો જવાબ.

| Updated on: Dec 08, 2024 | 4:35 PM
મીઠા વગર ખોરાક અધૂરો છે. તેના વગર તો ખોરાકમાં સ્વાદ જ નથી લાગતો. રસોઈ બનાવતી વખતે તમે ગમે તેટલા મસાલાનો ઉપયોગ કરો, જ્યાં સુધી મીઠું ઉમેરવામાં ન આવે ત્યાં સુધી ખોરાકમાં સ્વાદ સારો આવતો નથી. મીઠું એક પ્રકારનું ખનિજ છે, જે સોડિયમ ક્લોરાઇડથી બનેલું છે. મીઠું પણ આપણા રસોડામાં સૌથી મહત્વની વસ્તુ છે. ત્યારે શું મીઠાની એક્સપાઈરી ડેટ હોય છે કે કેમ ચાલો જાણીએ.

1 / 5
મસાલા, શાકભાજી કે કઠોળ - રસોડામાં હાજર આ બધી વસ્તુઓ થોડા સમય પછી બગડી જાય છે પણ મીઠું ક્યારેય ખરાબ થઈ શકે છે? મીઠું ખુબ કાળજી સાથે વપરાય છે. મીઠું વધારે પડી જાય તો ખોરાક બેસ્વાદ લાગે છે પરંતુ ઘણી વખત મીઠું નાખ્યા પછી પણ ખાવામાં સ્વાદ સારો આવતો નથી, તો શું એનો અર્થ એવો થાય કે મીઠું ખરાબ કે એક્સપાયર થઈ ગયું છે? ચાલો જાણીએ આ સવાલનો જવાબ.

2 / 5
સામાન્ય મીઠામાં સોડિયમ ક્લોરાઇડ હોય છે, જે રાસાયણિક રીતે સ્થિર હોય છે. આનો અર્થ એ છે કે સમયની મીઠા પર કોઈ નોંધપાત્ર અસર થતી નથી, એટલે કે, તે મીઠું ક્યારેક ખરાબ થતું નથી ના તો તેની એક્સપાયરી થાય છે. મીઠામાં બેક્ટેરિયા કે ફૂગ વધવાની કોઈ શક્યતા નથી. ખોરાકને બગાડતા બેક્ટેરિયાને વધવા માટે ભેજની જરૂર હોય છે, પરંતુ શુદ્ધ મીઠામાં પાણી હોતું નથી. તેથી તે ખરાબ પણ થતુ નથી.

3 / 5
મીઠું બગડતું નથી તેનું એક કારણ એ છે કે તે ઘણા જીવાણુઓ માટે ખતરો છે. નેશનલ એકેડેમિક્સ ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિસિનના અહેવાલ મુજબ, ખોરાકમાં મીઠું ઉમેરવાથી માઇક્રોબાયલ કોશિકાઓ ઓસ્મોટિક શોકમાંથી પસાર થાય છે. આને કારણે, માઇક્રોબાયલ કોષોમાંથી પાણીની અછત હોઈ શકે છે. આ પ્રક્રિયાને કારણે માઇક્રોબાયલ કોષો વધવા સક્ષમ નથી.

4 / 5
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર અનુસાર, શુદ્ધ મીઠું ક્યારેય બગડતું નથી. પરંતુ અશુદ્ધ દરિયાઈ મીઠામાં ઓછી માત્રામાં દરિયાઈ શેવાળ હોય છે. ઘરોમાં વપરાતા આયોડીનયુક્ત મીઠામાં આયોડીન કેમિકલ હોય છે. ટેબલ અને કોશર મીઠામાં એન્ટી-કેકિંગ એજન્ટ નામનુ તત્વ હોય છે, જે સમય જતાં મીઠાના ખરાબ થવાનું કારણ બની શકે છે.આનાથી મીઠામાં ભેજ પ્રવેશી શકે છે અને તેમાં ગઠ્ઠો બનવાનું શરૂ થઈ શકે છે. આથી એમ કે આપણા ઘરે વપરાતુ મીઠું કેમિકલ વાળુ અને પ્રોસેસ્ડ હોય છે આથી તેમાં ભેજ થઈને બગડી શકે છે પણ શુદ્ધ મીઠું ક્યારેય ખરાબ થતુ નથી અને ના તો તેની એક્સપાયરી ડેટ હોય છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">