Travel tips: કારમાં બેસતા જ ઉબકા કે ઊલટી થાય છે? તેનાથી છુટકારો મેળવવા અપનાવો આ રીત
ઘણા લોકોને પ્રવાસ કરવો ગમે છે અને તેઓ તેનો ખૂબ આનંદ માણે છે. જોકે, કેટલાક લોકો માટે કારમાં મુસાફરી કરવી મુશ્કેલ બની જાય છે, કારણ કે તેમને કારમાં બેસતા જ ઊલટી થવા લાગે છે. આ એક સામાન્ય સમસ્યા છે જેને મોશન સિકનેસ કહેવાય છે. ઊલટી થવાના ડરથી ઘણા લોકો કારમાં જવાનું ટાળે છે અને બસ કે ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. પણ, કારમાં મુસાફરી કરતી વખતે શા માટે ઊલટી થાય છે? ચાલો આ વિશે વિગતવાર સમજીએ.

મોશન સિકનેસના સામાન્ય લક્ષણોમાં ઊલટી, ચક્કર, માથાનો દુખાવો, પરસેવો અને હળવો થાક સામેલ છે. જ્યારે સમસ્યા વધે છે, ત્યારે પગમાં નબળાઈ અને આરામ કરવાની ઈચ્છા થાય છે. આ સ્થિતિ માત્ર શારીરિક જ નહીં, પણ માનસિક તણાવ અને ચિંતા પણ વધારી શકે છે. ટ્રાવેલિંગ કરતી વખતે આ બાબતોની ખાસ ધ્યાન રાખવું જોઈએ.

આહારમાં કાળજી: ટ્રાવેલિંગ કરતા પહેલાં ભારે અને મસાલેદાર ખોરાક ટાળો. તેના બદલે, ફળો, સલાડ અથવા સૂપ જેવા હળવા અને સરળતાથી પચી શકે તેવા ખોરાક લો.

તાજી હવા લો : કારની બારી ખોલો જેથી તાજી હવા મળે. જે શરીરને આરામ આપે છે અને ઊલટીના લક્ષણોને ઘટાડે છે.

આગળની સીટ પર બેસો: શક્ય હોય ત્યાં સુધી આગળની સીટ પર બેસો, કારણ કે જ્યારે તમે કારની ગતિની દિશામાં જુઓ છો, ત્યારે આંખો અને મગજ વચ્ચેનું અસંતુલન ઓછું થાય છે.

દૂરના દૃશ્ય પર ધ્યાન: ટ્રાવેલિંગ દરમિયાન આગળની દિશા પર ધ્યાન કેન્દ્રિત કરો. કોઈ સ્થિર વસ્તુ અથવા દૂરના દૃશ્ય પર નજર રાખો, જેથી મગજને યોગ્ય માહિતી મળે.

દવાઓ: કેટલાક લોકો ઉબકા કે ઊલટી અટકાવવા માટે દવાઓનો ઉપયોગ કરે છે. મોશન સિકનેસ માટે ઘણી દવાઓ ઉપલબ્ધ છે. ડૉક્ટરની સલાહ લીધા પછી તમે ટ્રાવેલિંગ દરમિયાન મોશન સિકનેસની દવા પણ લઈ શકો છો.

આ ઉપાયો અપનાવીને તમે મોશન સિકનેસની સમસ્યાને ઘટાડી શકો છો અને તમારી મુસાફરીનો સંપૂર્ણ આનંદ માણી શકો છો.
બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
