AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઓલિમ્પિકમાં જોવા મળ્યો બીજો “ધોની”, ટિકિટ કલેક્ટરની કરી નોકરી, બ્રોન્ઝ મેડલ જીતી રચ્યો ઈતિહાસ

ભારતના સ્વપ્નિલ કુસલે ઈતિહાસ રચ્યો છે. સ્વપ્નિલે પુરુષોની 50 મીટર રાઈફલ થ્રી પોઝિશન શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પ્રથમ વખત કોઈ ભારતીય શૂટરે ઓલિમ્પિકની 50 મીટર રાઈફલ થ્રી પોઝિશન ઈવેન્ટમાં મેડલ જીત્યો છે. પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં ભારતનો આ ત્રીજો મેડલ છે. આ પહેલા ભારતના છેલ્લા બે મેડલ પણ શૂટિંગમાં આવ્યા હતા. સ્વપ્નિલે કુલ 451.4 પોઈન્ટ મેળવ્યા છે.

| Updated on: Aug 01, 2024 | 4:02 PM
Share
સ્વપ્નિલ કુસલે ઓલિમ્પિકની 50 મીટર રાઈફલ થ્રી પોઝિશન બ્રોન્ઝ મેડલ હાસલ કર્યો છે. શૂટિંગમાં ત્રીજા સ્થાને રહી સ્વપ્નિલે ભારતને ત્રીજો મેડલ અપાવ્યો છે. આ 28 વર્ષીય શૂટર કોણ છે અને કેમ તેની સાથે દિગ્ગજ ભારતીય ક્રિકેટર એમએસ ધોનીનું નામ જોડવામાં આવી રહ્યું છે ચાલો જાણીએ.

1 / 6
સ્વપ્નિલ મહારાષ્ટ્રના કોલ્હાપુર સ્થિત કમ્બલવાડી ગામમાંથી આવે છે અને તે 2012થી આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. હવે 12 વર્ષની લાંબી રાહ બાદ તેણે ઓલિમ્પિકમાં ડેબ્યૂ કર્યું છે. તેના પિતા અને ભાઈ શિક્ષક છે અને માતા ગામના સરપંચ છે. આ ભારતીય સપૂતે હવે પેરિસ ઓલિમ્પિક 2024 માં 50 મીટર રાઇફલ થ્રી પોઝિશન સ્પર્ધાની ફાઇનલમાં પહોંચીને ઇતિહાસ રચ્યો અને સાથે જ આ સ્પર્ધામાં ત્રીજા સ્થાને આવી બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

2 / 6
તમને જણાવી દઈએ કે સ્વપ્નિલ કુસાલેનું નામ એમએસ ધોની સાથે કેમ જોડવામાં આવી રહ્યું છે. તો તમને જાણીને નવાઈ લાગશે કે ધોનીની જેમ સ્વપ્નિલ પણ 2015થી મધ્ય રેલવેમાં ટિકિટ કલેક્ટર તરીકે નોકરી કરે છે.

3 / 6
સ્વપ્નિલની સ્ટોરી  ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સાથે ઘણી મળતી આવે છે. બંને પોતપોતાના ક્ષેત્રમાં સફળતા હાંસલ કરતા પહેલા નાના પરિવારમાંથી આવ્યા હતા. સ્વપ્નિલ એક ટિકિટ કલેક્ટર છે જેના કારણે તેનું નામ એમએસ ધોની સાથે જોડાયું હતું. ધોનીએ પોતાના કરિયરની સાથે કેટલાક સમય માટે રેલવેમાં ટિકિટ કલેક્ટર તરીકે પણ કામ કર્યું છે. સ્વપ્નીલે ધોનીની બાયોપિક ઘણી વખત જોઈ છે.

4 / 6
ભારતનો આ પ્રતિભાશાળી શૂટર મહેન્દ્ર સિંહ ધોનીના વ્યક્તિત્વથી ઘણો પ્રભાવિત છે. સ્વપ્નિલ કહે છે કે તેણે એમએસ ધોનીની બાયોપિક ઘણી વખત જોઈ છે અને તે મહાન ક્રિકેટરની સિદ્ધિઓમાંથી પ્રેરણા લે છે. ધોની ક્રિકેટના મેદાન પર તેના શાંત સ્વભાવ માટે જાણીતો છે, જ્યારે શૂટિંગમાં પણ શાંત અને ધીરજવાન સ્વભાવની જરૂર પડે છે. તેથી જ સ્વપ્નિલ તેની જિંદગી ધોની સાથે જોડે છે.

5 / 6
સ્વપ્નિલ પાસે યુવાનીમાં, તેણે બે રમતોમાંથી એક પસંદ કરવાનું હતું, જેમાંથી તેણે શૂટિંગ કરવાનું નક્કી કર્યું. પરંતુ જુનિયર સ્તરે તેની પાસે ગોળીઓ ખરીદવાના પૈસા નહોતા. તમને જણાવી દઈએ કે સ્વપ્નિલ 2022 એશિયન ગેમ્સની 50 મીટર રાઈફલ 4 પોઝિશન સ્પર્ધામાં ગોલ્ડ મેડલ વિજેતા હતો.

6 / 6
g clip-path="url(#clip0_868_265)">