Sabarkantha: દઢવાવમાં સભા પર અંગ્રેજોએ ગોળીઓ વરસાવી 1200 આદિવાસીઓને શહિદ કર્યા હતા, વાતને યાદ કરતા સ્થાનિકોના હ્રદય કાંપી ઉઠે છે

મોતીલાલ તેજાવતે (Motilal Tejavat) એ સભાને સંબોધી હતી, અંગ્રેજો દ્વારા અમાનુષી કર વધારાનો આક્રોશ રુપી સભાનુ આયોજન થયુ હતુ

| Updated on: Jan 24, 2022 | 10:44 AM

સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાના વિજયયનગર તાલુકાના દઢવાવ (Dadhvav) ગામે 100 વર્ષ પહેલા અંગ્રેજોઓ જલિયાવાલા બાગ (Jallianwala Bagh) જેવો હત્યાકાંડ સર્જ્યો હતો. ઇતિહાસના પાને થી આ ઘટનાને અંગ્રેજોએ છુપાવેલી રાખવા જેતે સમયે અથાગ સફળ પ્રયાસો કર્યા હતા. પરંતુ સરકાર અને વનવાસી સમાજ આ શહિદીની યાદને અકબંધ રાખી રહ્યુ છે. દિલ્હીમાં 26 જાન્યુઆરીએ જ્યારે પરેડ યોજાશે તેમાં ગુજરાતની ઝાંખી કરાવતો ટેબ્લોમાં 1200 આદિવાસી શહિદોને યાદ કરવામાં આવશે. આ ઘટના વિજયનગર તાલુકાના દઢવાવ ગામે બની હતી.

1 / 11
ઇતિહાસના પાનાઓને જો ફંફોળી નાંખવામાં આવે તો દઢવાવ ગામની આ ઘટના ક્યાંય શોધ્યે જડે એમ નથી. કારણ કે તેને અંગ્રેજોએ પોતાના શાસન દરમિયાન પોતાના લોહિયાળ હાથને છુપાવવા તમામ પ્રયાસો કરી દીધા હતા. પરંતુ આ ઘટનના ઘા આજે પણ અહી સરહદી વિસ્તારમાં વસતા દરેક આદીવાસી ના હ્રદયમાં અકબંધ છે. એ ઘટના જેણે નજરે નથી નિહાળી એવી આજની પેઢી તે ઘટનાનો સાક્ષી હોય એમ યાદ રાખી રહી છે. કારણ કે પોતાના પૂર્વજોએ અંગ્રેજોના દમન સામે કરેલી લડાઇમાં પોતાના જીવ ગુમાવ્યા છે અને એ પણ પોતાની આવનારી પેઢીઓના સુખ અને સુરક્ષા ખાતર.

2 / 11
વાત જાણે એમ છે. કે 1922 ના માર્ચ માસ દરમિયાન 7મી તારીખે અંગ્રેજોએ અહી લોહીની નદી વહેવડાવી હતી. લોકનેતા મોતીલાલ તેજાવતની આગેવાનીમાં દઢવાવ નજીક થી પસાર થતી હેમુ નદીના કિનારે આ સભા યોજાઇ હતી. જેમાં રાજસ્થાન અને ગુજરાતના આદિવાસી સમાજ અને અન્ય સમાજના લોકો પણ જોડાયા હતા. 
અંગ્રેજોના અમાનુષ વર્તન અને આકરા કર ના વિરોધમાં આ સભાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.

વાત જાણે એમ છે. કે 1922 ના માર્ચ માસ દરમિયાન 7મી તારીખે અંગ્રેજોએ અહી લોહીની નદી વહેવડાવી હતી. લોકનેતા મોતીલાલ તેજાવતની આગેવાનીમાં દઢવાવ નજીક થી પસાર થતી હેમુ નદીના કિનારે આ સભા યોજાઇ હતી. જેમાં રાજસ્થાન અને ગુજરાતના આદિવાસી સમાજ અને અન્ય સમાજના લોકો પણ જોડાયા હતા. અંગ્રેજોના અમાનુષ વર્તન અને આકરા કર ના વિરોધમાં આ સભાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.

3 / 11
સભાને દબાવવા માટે હાલમાં રાજસ્થાનના ખેરવાડા ખાતેના અંગ્રેજ લશ્કરી હેડક્વાર્ટરથી એમબીસી નામના બ્રિટીશ હથિયારી અર્ધલશ્કરી દળની ટુકડીઓ દઢવાવ આવી પહોંચી હતી. એમબીસીના અગ્રેજ મેજર એચજી સટ્ટને ગોળીબારનો આદેશ કર્યો હતો. આમ સભા પર અગ્રેજોએ બેફામ ગોળીબારી કરી હતી.

4 / 11
1919માં જલિયાવાલા બાગ બાદ અહી 1922 માં અગ્રેજોએ બીજો મોટો હત્યાકાંડ સર્જ્યો હતો. જેની સ્મૃતી રુપે 2003માં તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ પાલ ગામ નજીક શહિદ સ્મારક સ્થાપ્યુ હતુ. હવે વિરાંજલી વન પણ નિર્માણ કરવામાં આવ્યુ છે. જ્યાં મોતીલાલ તેજાવતની વિશાળ પ્રતિમા મુકવામાં આવી છે.

5 / 11
દઢવાવના 75 વર્ષના ભીમજીભાઇ પટેલ અમે અમારા દાદા અને બા પાસેથી આ ઘટનાની વાત સાંભળતા હતા. જે મુજબ અહી અમારા ગામ પાસે આ ઘટના બની હતી. જે જલિયાવાલા બાગ હત્યાકાંડ કરતા વધુ માનવ ખુવારી ધરાવતો હતો. અહી 1200 આદીવાસી ભાઇ બહેનોએ શહિદી વહોરી હતી અને તેના કોઇ પુરાવા ના રહે તેવો ખ્યાલ અંગ્રેજોએ રાખ્યો હતો.

6 / 11
વાંકડા ગામના 80 વર્ષના નિવૃત શિક્ષક સુરેશ પરમાર કહે છે મે આ અંગે 25થી 30 વર્ષ સંશોધન કર્યુ હતુ અને ત્યાર બાદ આ અંગેની માહિતી એકઠી કરી હતી. પરંતુ જ્યારે હવે આ વાતને એક ટેબ્લો સ્વરુપે યાદ કરીને દિલ્હીમાં દર્શાવનાર છે એ અમારા સમાજના સૌ કોઇ માટે ગૌરવની વાત છે. 

યુવાન નરેશ પટેલ, કહે છે, અમને એ વાતનો ખૂબ ગૌરવ છે કે, અંગ્રેજો સામે અમારા પૂર્વજો શહિદ થયા હતા અને એ વાતને યાદ કરવા રુપ દિલ્હીમાં ટેબ્લો સ્વરુપ ઝાઁખી પ્રદર્શિત કરાશે.

વાંકડા ગામના 80 વર્ષના નિવૃત શિક્ષક સુરેશ પરમાર કહે છે મે આ અંગે 25થી 30 વર્ષ સંશોધન કર્યુ હતુ અને ત્યાર બાદ આ અંગેની માહિતી એકઠી કરી હતી. પરંતુ જ્યારે હવે આ વાતને એક ટેબ્લો સ્વરુપે યાદ કરીને દિલ્હીમાં દર્શાવનાર છે એ અમારા સમાજના સૌ કોઇ માટે ગૌરવની વાત છે. યુવાન નરેશ પટેલ, કહે છે, અમને એ વાતનો ખૂબ ગૌરવ છે કે, અંગ્રેજો સામે અમારા પૂર્વજો શહિદ થયા હતા અને એ વાતને યાદ કરવા રુપ દિલ્હીમાં ટેબ્લો સ્વરુપ ઝાઁખી પ્રદર્શિત કરાશે.

7 / 11
દિલ્હી માં રજૂ થનારા ગુજરાત ની ઝાંખી દર્શાવતા ટેબ્લોની કહાની અહીં હેમુ નદીના કિનારેથી શરુ થાય છે. અરવલ્લીના ડુંગરો વચ્ચેથી પસાર થતી આ નદીના કિનારે મોતીલાલ તેજાવતે સભા યોજી હતી. જેમાં તેઓએ અમાનુષ કરનો આકરો વિરોધ કરીને અંગ્રેજો સામે તેજાબી ભાષણ આપ્યુ હતુ. અહીંના સ્થાનિકોના પૂર્વજો આ ઘટનાના સાક્ષી રહ્યા છે તો, કોઇએ પોતાના સ્વજનોને ગુમાવ્યા હતા.

8 / 11
શહિદી વહોરનારા 1200 આદિવાસી સમાજના લોકો રાજસ્થાન અને ગુજરાતના અને જેમાં શિરોહી, દાંતા, પોશીના, ભીલોડા સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં અહીં સભામાં ભાગ લેવા માટે આદિવાસી સમાજના ભાઇ બહેનો એકઠા થયા હતા.

9 / 11
અંગ્રેજો સામે ગોળી ઝીલીને શહિદ થવાના આ ઇતિહાસને સાચવવા રુપ ખાંભી હાલમાં અહી ઉપસ્થિત છે. મોતીલાલ તેજાવતની વિશાળ પ્રતિમા પણ પાલ ગામે બનાવાયેલ વિરાંજલી વન ખાતે મુકવામાં આવી છે. આ વન એ આદિવાસી શહિદોની યાદમાં નિર્ણાણ કરવામાં આવ્યુ હતુ. સ્થાનિકો પણ માને છે કે પોતાના ભૂંસાયેલા ઇતિહાસને યાદ રાખવાનુ વધુ એક સુંદર કાર્ય દિલ્હીમાં થઇ રહ્યુ હોય એના થી સારી તક બીજી શુ હોઇ શકે.

10 / 11
આ ઘટનાની કોઇ જ દસ્તાવેજી પુરાવા અંગ્રેજોએ રાખ્યા નહોતા. પરંતુ એ વખતે સ્થાનિક એક પાદરીએ તે ઘટનાની નોંધ પોતાની ડાયરીમાં નોંધી હતી. જેને ઇંગ્લેન્ડની એક લાયબ્રેરીમં સાચવવામાં આવી હતી. આ એક માત્ર કાગળ પર નો આ ઘટનાનો હોવાનુ મનાય છે. જોકે જ્યારે વાત શહિદીની હોય ત્યારે પુરાવાઓની શી જરુર છે. કારણ કે તેના ઇતિહાસ કાગળ કરતા વધુ હ્રદય પર વધુ ઉંડાણપૂર્વક કોતરાતા હોય છે.

11 / 11

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">