પૃથ્વી શોની રુમર્ડ ગર્લફ્રેન્ડ આકૃતિ અગ્રવાલ કોણ છે? ગણેશ ચતુર્થીના દિવસે તેઓ સાથે જોવા મળ્યા જુઓ ફોટો
ગણેશ ચતુર્થીના શુભ અવસર પર પૃથ્વી શોએ આકૃતિ અગ્રવાલની સાથે પોસ્ટ કરી ગણેશ ચતુર્થીની શુભકામના ચાહકોને પાઠવી હતી.પૃથ્વી વિશે વાત કરીએ તો, તે હાલમાં મહારાષ્ટ્ર માટે બુચી બાબુ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમતો જોવા મળે છે.

ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન પૃથ્વી શો પોતાની પર્સનલ લાઈફને લઈ સોશિયલ મીડિયા પર છવાયેલો છે. પૃથ્વી શો આ પહેલા પ્રાચી સિંહ અને નિધિ તપાડિયાને પણ ડેટ કરી રહ્યો છે. તેનું નામ આકૃતિ અગ્રવાલની સાથે જોડાયેલું છે.

ગણેશ ચતુર્થીના શુભ અવસર પર પૃથ્વીએ આકૃતિની સાથે પોસ્ટ કરી ભારતવર્ષને શુભકામના પાઠવી છે. ત્યારબાદથી ચાહકો પૃથ્વીની રુમર્ડ ગર્લફ્રેન્ડ આકૃતિ અગ્રવાલ વિશે જાણવા માંગે છે.

હાલમાં મુંબઈ છોડી મહારાષ્ટ્રની ટીમ સાથે પૃથ્વી શો જોડાયેલ છે. પોતાના જન્મદિવસ પર પૃથ્વી શોએ પહેલી વખત આકૃતિની સાથે પોસ્ટ કરી હતી, ત્યારબાદથી બંન્નેના અફેરની ચર્ચા ચાલી રહી છે. હવે ગણેશ ચતુર્થી પર બંન્નેએ સાથે ફોટો શેર કર્યો છે. આકૃતિ અગ્રવાલ એક અભિનેત્રી હોવાની સાથે સોશિયલ મીડિયા સ્ટાર કંન્ટેટ ક્રિએટર છે.

આકૃતિ ટુંક સમયમાં તેલુગુ ફિલ્મ ત્રિમુખાથી મોટા પડદા પર ડેબ્યુ કરશે. 22 વર્ષીય આકૃતિનો જન્મ લખનૌમાં થયો છે. ત્યારબાદ તે બીએમએસના અભ્યાસ માટે મુંબઈ આવી હતી. ત્યારથી સિનેમા જગતમાં પોતાની કિસ્મત અજમાવી રહી છે.

આકૃતિ અગ્રવાલ અને પૃથ્વી શો અનેક વખત મુંબઈ શહેરમાં સાથે જોવા મળતા હોય છે. જેના કારણે બંન્ને ચર્ચામાં રહે છે. આકૃતિના ઈન્સ્ટાગ્રામ પર 3.5 મિલિયનથી વધારે ફોલોઅર્સ છે. તેમજ તેની યુટ્યુબ ચેનલ પર 70 હજાર સબ્સક્રાઈબર છે.

પૃથ્વી વિશે વાત કરીએ તો, તે હાલમાં મહારાષ્ટ્ર માટે બુચી બાબુ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમતો જોવા મળે છે.
IPL 2024 : ક્રિકેટર બનવા પિતાએ વેચી દુકાન, હવે દીકરાએ 10.5 કરોડનું ઘર ગિફ્ટ કર્યું, જુઓ આલિશાન ઘરના ફોટો અહી ક્લિક કરો
