ICC Rule book EP 1 : ICC રૂલબુક અનુસાર ક્રિકેટનો પહેલો નિયમ શું છે?
ક્રિકેટ એ માત્ર એક સ્પોર્ટ નથી, પણ વિશ્વભરમાં કરોડો લોકોની લાગણીઓ સાથે જોડાયેલી પસંદીદાર રમત છે. પરંતુ ઘણા ફેન્સ cricket rules વિશે ઊંડાણથી જાણતા નથી. ખાસ કરીને ICC રૂલબુક અનુસાર ક્રિકેટનો પહેલો નિયમ શું છે એ પણ ખબર નથી. આ આર્ટીકલમાં ICC રૂલબુક અનુસાર ક્રિકેટનો પહેલો નિયમ શું છે તેના વિશે જાણીશું.

ICCની ઓફિશિયલ રૂલબુક અનુસાર ક્રિકેટનો સૌથી પહેલો નિયમ "The Players" (ખેલાડીઓ) છે.

નિયમ નં. 1 અનુસાર ક્રિકેટ બે ટીમો વચ્ચે મેચ રમાય છે, જેમાં બંને ટીમમાં 11-11 ખેલાડીઓ હોય છે, જેમાંથી એક ટીમનો કેપ્ટન હોય છે. અગિયાર કરતા ઓછા અથવા વધુ ખેલાડીઓ ધરાવતી ટીમો મેચ રમી જરૂર શકે છે, પરંતુ કોઈપણ સમયે અગિયારથી વધુ ખેલાડીઓ ફિલ્ડિંગ કરી શકતા નથી.

ખેલાડીઓનું નોમિનેશન : કેપ્ટને ટોસ પહેલા ટીમની પ્લેઈંગ 11 માં સામેલ ખેલાડીઓના નામ લેખિતમાં અમ્પાયરને આપવાના હોય છે. નોમિનેશન પછી વિરોધી ટીમના કેપ્ટનની સંમતિ વિના કોઈપણ ખેલાડીને બદલી શકાશે નહીં.

કેપ્ટન : જો કોઈપણ સમયે કેપ્ટન ઉપલબ્ધ ન હોય, તો તેના જગ્યાએ વાઈસ કેપ્ટન ટીમની કપ્તાની કરી શકે છે. ટોસ સમયે જો ખેલાડીઓના નોમિનેશન માટે કેપ્ટન ઉપલબ્ધ ન હોય, તો તે ટીમના કોઈપણ ખેલાડીને તેના ડેપ્યુટી તરીકે નિયુક્ત કરી શકે છે. ટોસ બાદ પ્લેઈંગ 11 માં સામેલ ખેલાડીઓમાંથી કોઈ એક ખેલાડીને ટીમના વાઈસ કેપ્ટન તરીકે નિયુક્ત કરી શકાય છે.

કેપ્ટનોની જવાબદારી : કેપ્ટન હંમેશા ક્રિકેટની ભાવના તેમજ કાયદાઓ અનુસાર રમત યોજાય તે સુનિશ્ચિત કરવા માટે જવાબદાર છે. (All Photo Credit : PTI / ICC / MCC)
ક્રિકેટની રમત ખેલભાવના અને નિયમ અનુસાર રમાય એ માટે ICCના નિયમો બનાવવામાં આવ્યા છે. જેનો વિસ્તારથી ઉલ્લેખ ક્રિકેટ રૂલબુકમાં છે. ICC રુલ બૂક સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
