Gujarati News » Photo gallery » Cricket photos » Virat Kohli Record, IPL 2022: RCB lost but Virat Kohli did a great job in the first match, find out what's the matter
Virat Kohli Record, IPL 2022: RCB હારી ગયું પણ વિરાટ કોહલીએ પહેલી જ મેચમાં કર્યું મોટું કામ, જાણો શું છે મામલો
IPL 2022: વિરાટ કોહલીએ ગત સિઝન બાદ બેંગ્લોર ટીમનું સુકાની પદ છોડવાની જાહેરાત કરી દીધી હતી. ત્યારબાદ આ સિઝનથી બેંગ્લોર ટીમના સુકાની તરીકે ફાફ ડુ પ્લેસિસે કમાન સંભાળી છે.
આઈપીએલ-2022માં કેટલીક એવી વસ્તુઓ થઈ રહી છે જેની કોઈને અપેક્ષા ન હતી. તેમાંથી એક વિરાટ કોહલી RCB માટે માત્ર બેટ્સમેન તરીકે રમી રહ્યો છે. કોઈએ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે કોહલી આ ટીમમાં માત્ર બેટ્સમેન તરીકે જ રમશે. તેણે ગત સિઝનમાં જ આ ટીમની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો હતો. આ સિઝનની પહેલી મેચમાં જ્યારે તે પંજાબ કિંગ્સ સામે મેદાન પર આવ્યો ત્યારે દર્શકોએ તેનું જોરદાર સ્વાગત કર્યું હતું. કોહલી ભલે સુકાની ન હોય પરંતુ તેણે બેટિંગ પહેલા મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું અને ઓસ્ટ્રેલિયાના એક ખેલાડીને પાછળ છોડી દીધો. (IPL ફોટો)
1 / 5
કોહલીએ IPL-2022 ની તેની પ્રથમ મેચમાં પંજાબ કિંગ્સ સામે 41 રન બનાવ્યા હતા અને તે જ ક્રમમાં તે T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીના મામલે ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નરને પાછળ છોડીને પાંચમા સ્થાને પહોંચી ગયો છે. (IPL ફોટો)
2 / 5
ડેવિડ વોર્નરે 313 ટી20 મેચમાં 10,308 રન બનાવ્યા છે. કોહલીએ તેને પાછળ છોડીને ટોપ-5માં એન્ટ્રી કરી લીઘી છે અને હવે તેના 327 મેચમાં 10,314 રન છે. કોહલીએ 41.75 ની એવરેજથી આ રન બનાવ્યા છે. જ્યારે ડેવિડ વોર્નરે 37.75વ ની એવરેજથી રન બનાવ્યા છે. (RCB ફોટો)
3 / 5
આ મામલે વેસ્ટ ઈન્ડિઝનો તોફાની બેટ્સમેન ક્રિસ ગેલ નંબર વન પર છે. ગેલે 463 T20 મેચ રમી છે અને 14,562 રન બનાવ્યા છે. આ દરમિયાન તેની એવરેજ 36.22 રહી છે. આ ફોર્મેટમાં તેની 22 સદી છે. (ફાઇલ ફોટો)
4 / 5
બીજા નંબર પર પાકિસ્તાનનો શોએબ મલિક છે તેણે 472 T20 મેચમાં 11,698 રન બનાવ્યા છે. ત્રીજા નંબર પર કેરોન પોલાર્ડ છે. તેણે 582 T20 મેચમાં 11,430 રન બનાવ્યા છે. એરોન ફિન્ચ ત્રીજા નંબર પર છે. તેણે 347 મેચમાં 10, 444 રન બનાવ્યા છે. (ફાઇલ ફોટો)