IND vs SA : શુભમન ગિલની ઈજા વધારે ગંભીર છે, વનડે બાદ આ મહત્વની સીરિઝથી બહાર થઈ શકે છે
ભારતીય કેપ્ટન શુભમન ગિલ ઈજાના કારણે સાઉથ આફ્રિકા વિરુદ્ધ બીજી ટેસ્ટમાં રમશે નહી. તે સાઉથ આફ્રિકા વિરુદ્ધ વનડેની સાથે ટી20 સીરિઝમાંથી બહાર થઈ શકે છે.ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલના મેદાનમાં પાછા ફરવામાં વધુ સમય લાગી શકે છે.

ભારતીય ટેસ્ટ અને વનડે ટીમનો કેપ્ટન શુભમન ગિલના ગરદનમાં ઈજા થઈ હતી. ત્યારથી તે આ સમસ્યાનો સામનો કરી રહ્યો છે. આ કારણે તે સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ સીરિઝની બીજી મેચ રમી શકશે નહી. પહેલા ટેસ્ટમાં બેટિંગ દરમિયાન ગિલને ગરદનમાં દુખાવો હતો. ત્યારબાદ તે રિટાયર્ડ હર્ટ થયો હતો.

તેમજ ત્યારબાદ તે મેદાન પર રમવા ઉતર્યો ન હતો. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હવે બીજી મેચમાં ગિલના સ્થાને પંત ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી રહ્યો છે.

ટી20 સીરિઝથી બહાર?ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટેસ્ટ બાદ વનડે સીરિઝ રમાશે. બંન્ને ટીમ વચ્ચે 3 મેચની વનડે સીરિઝ રમાશે. વનડે સીરિઝમાં શુભમન ગિલ બહાર થઈ શકે છે. 9 ડિસેમ્બરથી બંન્ને ટીમો વચ્ચે 5 મેચની ટી20 સીરિઝ રમાશે. કટક, મુલ્લાનપુર,ધર્મશાળા, લખનૌ અને અમદાવાદમાં આ મેચ રમાશે. ગિલને ટી20 સીરિઝમાંથી બહાર થવું પડી શકે છે.

ફ્રેબ્રુઆરી માર્ચમાં ટી20 વર્લ્ડકપ રમાશે. આ કારણે ટી20 મેચ મહત્વની રહેશે. ગિલનું હજુ ટી20 ટીમમાં સ્થાન ફિક્સ નથી. એશિયા કપથી તે સતત આ ફોર્મેટમાં ફેલ રહ્યો છે.યશસ્વી જ્યસ્વાલ જેવા બેટ્સમેન બહાર બેઠા છે.

ગિલના કારણે ઓપનિંગમાં શાનદાર પ્રદર્શન કરી રહેલા સંજુ સેમસનને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર થવું પડ્યું છે. ત્યારે ગિલ ટી20 સીરઝ રમશે નહી તો અનેક ફેરફાર જોવા મળી શકે છે.

શુભમન ગિલે અત્યારસુધી ભારતીય ટીમ માટે 33 ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. જેમાં તેના નામે 837 રન છે. જેમાં 3 ફિફ્ટી અને એક સદી છે. ગિલની સરેરાશ 30થી નીચે છે. સિલેક્ટરોને આશા છે કે ગિલ 9 ડિસેમ્બરથી શરૂ થનારી T20 સીરિઝ માટે ફિટ થઈ જશે.
શુભમન ગિલનો જન્મ 8 સપ્ટેમ્બર 1999ના રોજ પંજાબના એક પંજાબી શીખ પરિવારમાં થયો હતો. અહી ક્લિક કરો
