Sanju Samson Birthday : 6 કરોડનું ઘર, લક્ઝરી કાર 30 વર્ષની ઉંમરે કરોડોમાં છે સંપત્તિ
Happy Birthday Sanju Samson : સંજુ સેમસન 31 વર્ષના થઈ ચૂક્યા છે. સેમસન માટે આ આઈપીએલ ખુબ ખાસ રહી શકે છે કારણ કે, તે પહેલી વખત સીએસકેની ટીમમાં એન્ટ્રી કરી શકે છે. તો આજે આપણે સંજુ સેમસનની નેટવર્થ વિશે જાણીએ.

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસન કરોડો રુપિયાનો માલિક છે. સંજુ સેમસનની કમાણીનો મોટો ભાગ ઈન્ડિયન પ્રીમિયર લીગમાંથી આવે છે. તો આજે આપણે તેની નેટવર્થ વિશે વાત કરીએ.

ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન અને રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસનનો આજે જન્મદિવસ છે. કેરળનો આ ખએલાડી વિકેટકીપિંગની સાથે પોતાની વિસ્ફોટ્ક બેટિંગ માટે પણ જાણીતો છે. સંજુ સેમસન આજે કરોડો રુપિયાનો માલિક છે. (photo : twiiter)

રિપોર્ટ મુજબ સંજુ સેમસનની કુલ સંપત્તિ અંદાજે 85 કરોડ છે.સંજુ સેમસનની સંપત્તિમાં IPL મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. રાજસ્થાન રોયલ્સના કેપ્ટન તરીકે, તેમને IPL 2025ના ઓક્શન પહેલા 18 કરોડની મોટી રકમમાં રિટેન કરવામાં આવ્યો હતો. આનાથી તેઓ ટુર્નામેન્ટમાં સૌથી વધુ કમાણી કરનારા ખેલાડીઓમાંનો એક હતો.

જ્યારે સંજુ સેમસને આઈપીએલ ડેબ્યુ કર્યું તો તેની સેલેરી માત્ર 8 લાખ રુપિયા હતી. જે હવે કરોડો રુપિયામાં પહોંચી છે. સંજુ સેમસનને બીસીસીઆઈના સેન્ટ્રલ કોન્ટ્રૈક્ટના ગ્રેડ સી સામેલ છે. આ કોન્ટ્રૈક્ટ હેઠળ વર્ષના 1 કરોડ રુપિયાનો પગાર મળે છે.ઓડીઆઈ માટે અંદાજે 6 લાખ રુપિયા અને ટી20ની એક મેચ માટે અંદાજે 3 લાખ રુપિયા મળે છે.

ક્રિકેટના મેદાનથી દુર રહી સંજુ સેમસન જાહેરાત દ્વારા પણ મોટી કમાણી કરે છે. રિપોર્ટ અનુસાર તે જાહેરાતથી અંદાજે 5 થી 7 કરોડ રુપિયા કમાયે છે. તેમજ તેનો અલગ અલગ બિઝનેસ પણ છે.

સંજુ સેમસન ખૂબ જ લક્ઝકી લાઈફ જીવે છે. તેમની પાસે કેરળમાં એક લક્ઝરી બંગલો છે, જેની કિંમત લગભગ 6 કરોડ હોવાનું કહેવાય છે, જ્યાં તેઓ તેમના પરિવાર સાથે રહે છે. તેમના કાર કલેક્શનમાં રેન્જ રોવર સ્પોર્ટ, ઓડી A6, મર્સિડીઝ-બેન્ઝ CLS અને BMW 5 સિરીઝ જેવી મોંઘી કારનો સમાવેશ થાય છે.
આઈપીએલમાં કરે છે રનનો ઢગલો, માતાએ દિકરાને ક્રિકેટ રમવા માટે કર્યો ફુલ સપોર્ટ અહી ક્લિક કરો
