IND vs ENG : વિરાટ-સચિન જે ન કરી શક્યા, પંતે કરી બતાવ્યું, ઇંગ્લેન્ડમાં અનેક મોટા રેકોર્ડ તોડ્યા
ટીમ ઈન્ડિયાના વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંતે લીડ્સ ટેસ્ટમાં ફરી એકવાર ઇતિહાસ રચ્યો છે. આ ટેસ્ટની પહેલી ઇનિંગમાં ૧૩૪ રનની શાનદાર સદી ફટકાર્યા બાદ, પંતે બીજી ઇનિંગમાં પણ ૧૦૦ રનનો આંકડો સ્પર્શીને પોતાના નામે એક મોટો રેકોર્ડ બનાવ્યો છે.

ટીમ ઈન્ડિયાના વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંત માટે લીડ્સ ટેસ્ટ ખુબ ખાસ રહી છે. આ મેચમાં તે બંને ઇનિંગ્સમાં સદી ફટકારવામાં સફળ રહ્યો છે. પહેલી ઈનિગ્સમાં તેમણે 134 રનની ઈનિગ્સ રમી હતી. તો બીજી ઈનિગ્સમાં 118 રન બનાવ્યા હતા. આ બંન્ને ઈનિગ્સની સાથે તેમણે અનેક મોટા રેકોર્ડ પણ પોતાને નામ કર્યા છે.

રિષભ પંતે લીડ્સ ટેસ્ટની બંન્ને ઈનિગ્સમાં સદી ફટકારી ભારતીય બેટ્સમેનને પાછળ છોડ્યા છે. પંત ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં પહેલો એવો બેટ્સમેન બન્યો છે. જેમણે ઈંગ્લેન્ડમાં ટેસ્ટ મેચની બંન્ને ઈનિગ્સમાં સદી ફટકારી છે. વિરાટ કોહલી અને સચિન તેંડુલકર જેવા દિગ્ગજો પણ ઈંગ્લેન્ડમાં આવું કામ કરી શક્યા નથી.

રિષભ પંત દુનિયાનો પહેલો એવો વિકેટકીપર બેટ્સમેન પણ બન્યો છે. જેમણે વિદેશી ટેસ્ટ મેચની બંન્ને ઈનિગ્સમાં સદી ફટકારી છે. આ સિવાય માત્ર ઝિમ્બાવ્વેનો દિગ્ગજ એનડી ફ્લાવર એક એવો વિકેટકીપર બેટ્સમેન છે. જેમણે એક ટેસ્ટમાં 2 સદી ફટકારી છે. પરંતુ તેમણે આ કારનામું પોતાના દેશમાં જ કર્યું હતુ.

રિષભ પંત વિદેશી ટેસ્ટની બંન્ને ઈનિગ્સમાં સદી ફટકાવનાર ભારતનો માત્ર 5 બેટ્સમેન છે. આ પહેલા વિજય હજારે, સુનીલ ગાવસ્કર, રાહુલ દ્રવિડ અને વિરાટ કોહલીએ આવું કર્યું હતુ પરંતુ ઈંગ્લેન્ડમાં આ પહેલી વખત છે. જ્યારે કોઈ ભારતીયે કમાલ કરી છે.

રિષભ પંત વિદેશી ટેસ્ટની બંન્ને ઈનિગ્સમાં સદી ફટકાવનાર ભારતનો 5મો બેટ્સમેન છે. આ પહેલા વિજય હજારે, સુનીલ ગાવસ્કર, રાહુલ દ્રવિડ અને વિરાટ કોહલીએ આવું કર્યું હતુ પરંતુ ઈંગ્લેન્ડમાં આ પહેલી વખત છે. જ્યારે કોઈ ભારતીયે કમાલ કરી છે.

આઈપીએલની નિષ્ફળતાને સંપૂર્ણપણે ભૂલી ગયેલા વિકેટકીપર બેટ્સમેન પંતે ઈંગ્લેન્ડ પહોંચીને પહેલી જ ટેસ્ટ મેચમાં બે સદી ફટકારીને બધાનું દિલ જીતી લીધું. સતત બીજી ઇનિંગમાં સદી ફટકારીને પંતે છગ્ગા ફટકારવાના મામલે એક ખાસ રેકોર્ડ પણ નોંધાવ્યો છે.પંતના 9 છગ્ગા ઇંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ મેચમાં કોઈપણ દેશના બેટ્સમેન દ્વારા સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ પણ છે.
ઋષભ પંતનો જન્મ ભારતના ઉત્તરાખંડના રૂડકીમાં રાજેન્દ્ર પંત અને સરોજ પંતને ત્યાં થયો હતો. પંતને એક બહેન છે જેનું નામ સાક્ષી છે. પંત વિશે વધુ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
