Rinku Singh and Priya Saroj Love Story : રિંકુ સિંહ અને પ્રિયા સરોજની લવ સ્ટોરી કેવી રીતે શરુ થઈ, તેનો નાની બહેને કર્યો ખુલાસો
Rinku Singh and Priya Saroj : રિંકુ સિંહ અને પ્રિયા સરોજ ટુંક સમયમાં લગ્નના બંધનમાં બંધાશે. પરંતુ શું તમે જાણો છો કે, આ બંન્નેની લવ સ્ટોરી કેવી રીતે શરુ થઈ હતી. તો તમને જણાવી દઈએ કે, બંન્નેની લવસ્ટોરી કપડાંથી થઈ હતી. આ વિશે નાની બહેને ખુલાસો કર્યો છે.

Rinku Singh and Priya Saroj Love Story : રિંકુ સિંહ અને પ્રિયા સરોજની સગાઈ થઈ ચૂકી છે. હવે આ બંન્ને ટુંક સમયમાં લગ્ન કરશે. એક ક્રિકેટની ફીલ્ડમાંથી આવે છે તો પ્રિયા સરોજ રાજકારણમાંથી આવે છે. તો આ બંન્નેની લવસ્ટોરી કઈ રીતે શરુ થઈ ચાલો વિસ્તારથી જાણીએ.

રિંકુ સિંહ અને પ્રિયા સરોજની જોડી કેવી રીતે બની. આ વિશે રિંકુની નાની બહેન નેહા સિંહે મોટો ખુલાસો કર્યો છે. તેમણે એક પોડકાસ્ટમાં તેના ભાઈ અને ભાભીની લવસ્ટોરી વિશે ખુલાસો કર્યો છે. નેહા સિંહેની વાતથી અંદાજે લગાવી શકાય કે એક કપડાંથી બંન્નેની લવ સ્ટોરી શરુ થઈ હતી.

રિંકુ સિંહની બહેન નેહા સિંહે એક પોડકાસ્ટમાં રિંકુ અને પ્રિયાની લવ સ્ટોરી વિશે વાત કરી છે. પહેલા તો એવું સાંભળવા મળ્યું હતુ કે,ઈનસ્ટાગ્રામની લાઈક અને વીડિયો મેસેજ દ્વારા બંન્નેની લવ સ્ટોરી શરુ થઈ હતી પરંતુ તેની પાછળનું કારણ કપડાં છે.

નેહા સિંહે પોડકાસ્ટમાં કહ્યું કે, તેની ભાભીની એક બહેન અલીગઢમાં રહે છે. તેને એક કાપડનું કામ હતુ. તે ઈચ્છતી હતી કે, રિંકુ સિંહ તેના કામને લઈ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શરે કરે.

આ માટે પ્રિયાએ રિંકુ સિંહના ફ્રેન્ડને ફોન કર્યો હતો. તેમણે કામને લઈ વાત કરી અને આમ રિંકુ સિંહ અને પ્રિયા સરોજની વાત ચાલતી રહી અને લવ સ્ટોરી શરુ થઈ.

પોડકાસ્ટમાં નેહા સિંહે પ્રિયા સરોજની સાથે તેના સંબંધો વિશે પણ વાત કરી છે.

તેમણે કહ્યું કે, નણંદ-ભાભી વચ્ચે ખુબ જ સુંદર સંબંધો છે. ભાભી ગમે એટલી કામમાં વ્યસ્ત હોય પરંતુ નણંદનો ફોન જરુર રિસીવ કરે છે.
પિતા રાજકારણમાં થનારો પતિ ક્રિકેટર, 4 બહેનો આવો છે યુવા સાંસદનો પરિવાર અહી ક્લિક કરો
