WPL 2025 : કોઈ ભારતીય નહીં પણ આ વિદેશી ખેલાડી પાસે છે સૌથી વધુ સંપત્તિ, જાણો કોણ છે WPLની સૌથી અમીર ક્રિકેટર
WPL 2025ની પહેલી મેચ 14 ફેબ્રુઆરીએ વડોદરામાં ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાશે. આ WPLની ત્રીજી સિઝન છે, જેમાં કુલ પાંચ ટીમો ભાગ લઈ રહી છે. ભારતની સાથે વિદેશી ક્રિકેટરો પણ આ લીગમાં પોતાની પ્રતિભા દર્શાવવા માટે તૈયાર છે. WPL 2025ની શરૂઆત પહેલા અમે તમને લીગની 5 સૌથી ધનિક ખેલાડીઓનો પરિચય કરાવી રહ્યા છીએ. પ્રથમ સ્થાને કોઈ ભારતીય ખેલાડી નથી પણ વિદેશી ખેલાડી છે.

એલિસ પેરી સ્ટાર ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર છે. દુનિયા તેની રમત અને સુંદરતા માટે પાગલ છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ તરફથી રમતી એલિસ પેરી માત્ર WPL જ નહીં પરંતુ વિશ્વની સૌથી ધનિક ક્રિકેટર છે. એલિસ પેરીની કુલ સંપત્તિ 14 મિલિયન (લગભગ 121 કરોડ રૂપિયા) છે.

મેગ લેનિંગ ઓસ્ટ્રેલિયાની સ્ટાર ખેલાડી છે. તે WPL 2025માં દિલ્હી કેપિટલ્સનું નેતૃત્વ કરતી જોવા મળશે. 32 વર્ષીય લેનિંગ વિશ્વની અને WPLની બીજી સૌથી ધનિક ક્રિકેટર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મેગ લેનિંગની કુલ સંપત્તિ 75 કરોડ રૂપિયાથી વધુ છે.

સ્મૃતિ મંધાનાને કોઈ પરિચયની જરૂર નથી. મંધાનાએ પોતાની રમતથી બધાને દિવાના બનાવી દીધા છે. 2024માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને WPL ચેમ્પિયન બનાવનાર સ્મૃતિ મંધાના ફરી એકવાર RCBનું નેતૃત્વ કરી રહી છે. ભારત માટે ત્રણેય ફોર્મેટમાં ધૂમ મચાવનાર મંધાનાની કુલ સંપત્તિ લગભગ 35 કરોડ રૂપિયા છે. સ્મૃતિ WPL 2025ની ત્રીજી સૌથી ધનિક ખેલાડી છે.

ભારતની સ્ટાર બેટ્સમેન હરમનપ્રીત કૌરે WPLની પહેલી જ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સને ટાઈટલ અપાવ્યું હતું. આ સિઝનમાં પણ હરમનપ્રીત કૌર ફરી એકવાર મુંબઈ ઈન્ડિયન્સનું નેતૃત્વ કરતી જોવા મળશે. હરમનપ્રીત WPL 2025ની ચોથી સૌથી ધનિક ખેલાડી છે. હરમનપ્રીત કૌરની કુલ સંપત્તિ 25 કરોડ રૂપિયા છે.

ઓસ્ટ્રેલિયાની બેથ મૂની પણ WPL 2025માં જોવા મળશે. તે મહિલા પ્રીમિયર લીગમાં ગુજરાત જાયન્ટ્સનો ભાગ છે, જેની કેપ્ટનશીપ એશ્લે ગાર્ડનર કરે છે. બેથ મૂની WPL 2025માં પાંચમી સૌથી ધનિક ખેલાડી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બેથ મૂનીની કુલ સંપત્તિ 16.77 કરોડ રૂપિયા છે. (All Photo Credit : X / INSTAGRAM)
વુમન્સ પ્રીમિયર લીગ 2025 સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા કરો ક્લિક

































































