Breaking News : મોહમ્મદ શમીને લાગ્યો મોટો ઝટકો, પૂર્વ પત્નીને દર મહિને 4 લાખ રૂપિયા ભરણપોષણ માટે ચૂકવવા પડશે
મોહમ્મદ શમીને કોલકાતા હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કોલકાતા હાઈકોર્ટે શમીને તેની પત્ની અને પુત્રીને દર મહિને 4 લાખ રૂપિયા ભરણપોષણ તરીકે ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ પહેલા અલીપોર કોર્ટે દર મહિને 50,000 રૂપિયા અને પુત્રીને 80,000 રૂપિયા ભરવાનો આદેશ આપ્યો હતો.

ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી અને સનરાઈઝર્સ હૈદરાબાદના બોલર મોહમ્મદ શમીને એક મોટો ઝટકો લાગ્યો છે. કોલકત્તા હાઈકોર્ટે શમીને પત્ની હસીન જ્હાંને અને દીકરીને દર મહિને લાખો રુપિયાનું ભરણપોષણ આપવાનો આદેશ આપ્યો છે.

હાઈકોર્ટે ક્રિકેટર શમીને આદેશ આપ્યો કે, તે 1.5 લાખ રુપિયા પ્રતિ મહિને હસીન જ્હાંને અને 2.5 લાખ દર મહિને તેમની દીકરીના ખર્ચ માટે આપવો પડશે. ટુંકમાં મોહમ્મદ શમીને દરમહિને કુલ 4 લાખ રુપિયા પત્ની અને દીકરીને ભરણપોષણ માટે આપવા પડશે.

તમને જણાવી દઈએ કે, 2018માં હસીન જ્હાંને કોર્ટે માસિક ભથ્થા માટે કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. તેમણે શમી પાસેથી 10 લાખ રુપિયાનું ભરણપોષણ માંગ્યું હતુ. જેમાં 7 લાખ રુપિયા પોતાના માટે અને 3 લાખ રુપિયા દીકરીના અભ્યાસ અને ભરણપોષણ માટે. પરંતુ અલીપુર કોર્ટે ઓગ્સ્ટ 2018માં શમીની પત્નીને દર મહિને 50 હજાર અને દીકરીને 80 હજાર રુપિયા આપવાનો આદેશ આપ્યો હતો.

આ આધાર પર હસીન જ્હાંને કોલકત્તા હાઈકોર્ટમાં અલીપુર કોર્ટના નિર્ણયને પડકાર આપ્યો હતો. કોલકાત્તા હાઈકોર્ટમાં જસ્ટિસ અઝય મુખર્જીને પાયાની અલીપુર કોર્ટનું આદેશ સ્પષ્ટ ન હતો. શમીની આર્થિક સ્થિતિ સારી અને અને માસિક ભથ્થુ આપવા માટે સક્ષમ છે. હસીને બીજી વખત લગ્ન કર્યા નથી અને દીકરી સાથે એકલી રહે છે.

મીડિયા રિપોર્ટ અનુસાર શમી અને હસીન જ્હાં વચ્ચે હજુ છુટાછેડા થયા નથી. તેની પ્રકિયા ચાલું છે. 23 જુલાઈ 2022ના રોજશમીએ તલાક-ઉલ-હસન હેઠળ હસીન જ્હાંને છુટાછેડાની નોટિસ મોકલી હતી. છૂટાછેડાનો કેસ કોર્ટમાં પેન્ડિંગ છે.
મેણા ટોણા મારનારને જડબાતોડ જવાબ આપનાર ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલરનો આવો છે પરિવાર અહી ક્લિક કરો