6 વખતની વર્લ્ડ ચેમ્પિયન ઓલિમ્પિક મેડાલિસ્ટ ભારતની દિગ્ગજ બોક્સર એમસી મેરીકોમને નવી જવાબદારી મળી છે. મેરીકોમને સર્વસંમતિથી ભારતીય ઓલિમ્પિક સંધની અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી છે.
ભારતના દિગ્ગજ ટેબલ ટેનિસ ખેલાડી શરથ કમલના ઉપાધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી છે. તેની ખેલ રત્ન તરીકે પણ પસંદગી કરવામાં આવી છે.
મેરી કોમ, પીવી સિંધુ, શિવા કેશવન સહિત 10 ખેલાડીઓને IOA એથ્લેટ્સ કમિશનના સભ્યના રુપમાં પસંદગી કરવામાં આવી હતી.
મેરી કોમને ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ તરીકે સર્વસંમતિથી ચૂંટવામાં આવી છે મેરીકોમની વાત કરીએ તો તેણે 6 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેડલ જીતનારી દુનિયાની એકમાત્ર બોક્સર છે. તે લાઈટ ફ્લાઈવેટ કેટેગરીમાં દુનિયાની નંબર વન બોક્સર રહી ચૂકી છે.(Mangte Mary Kom Instagram)
શરત કમલની વાત કરીએ તો, ભારત સરકારે તેમને આ વર્ષે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ આપવાનો નિર્ણય કર્યો છે. તેણે આ વર્ષે બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા હતા (Mangte Mary Kom Instagram)