AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તુલા રાશિનું વાર્ષિક રાશિફળ : પ્રેમ, કરિયર અને સ્વાસ્થ્યની સંપૂર્ણ માહિતી, જાણો કેવું રહેશે 2025નું વાર્ષિક રાશિફળ

2025માં તુલા રાશિ માટે નાણાંકીય બાબતો મિશ્ર પરિણામો ધરાવે છે. વેપાર-વ્યવસાયમાં માર્ચ પછી સુધારો જોવા મળશે. નોકરીમાં બદલાવ માટે મે મહિનો શ્રેષ્ઠ છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે, ખાસ કરીને વર્ષના પહેલા ભાગમાં. પ્રેમ સંબંધોમાં માર્ચ પછી સુધારો થશે. લગ્ન માટે મે મહિનો શુભ છે.

તુલા રાશિનું વાર્ષિક રાશિફળ : પ્રેમ, કરિયર અને સ્વાસ્થ્યની સંપૂર્ણ માહિતી, જાણો કેવું રહેશે 2025નું વાર્ષિક રાશિફળ
Horoscope Yearly 2025 Libra
| Updated on: Nov 25, 2024 | 6:40 AM
Share

તુલા રાશિનું વાર્ષિક રાશિફળ: જાણો કેવું રહેશે વર્ષ? વર્ષ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લો? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? કેવું રહેશે તમારું આજનું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની આજની સ્થિતી, આજે તમારું કેવું રહેશે સ્વાસ્થ્ય સહિત ચાલો આ બધું જ જાણીએ આજના તમારા રાશિફળમાં,

આર્થિક પક્ષ

તુલા રાશિ વાળા,તમારા લાભ ભાવનો સ્વામી સુર્ય ગ્રહ વર્ષ ભરમાં થોડા મહિના સારા તો થોડા મહિના ખરાબ જયારે થોડા મહિનામાં મિશ્ર પરિણામ આપતા દેખાઈ રહ્યા છે.આવીજ સ્થિતિ પૈસાના ભાવના સ્વામી મંગળ ની પણ રેહવાની છે. પરંતુ મે પેહલા પણ ગુરુ નો પ્રભાવ પૈસા ઉપર રહેશે. બચત કરેલા પૈસા ને લઈને કોઈ પરેશાની નહિ થાય પરંતુ ફરીથી કમાણી કરવામાં થોડી કઠિનાઈ આવી શકે છે. આર્થિક દ્રષ્ટિકોણ થી વર્ષ 2025 મિશ્ર રહી શકે છે. તુલા રાશિફળ 2025 મુજબ વર્ષ નો પેહલો ભાગ સામાન્ય પરિણામ આપતો પ્રતીત થઇ રહ્યો છે.માર્ચ મહિના સુધી તમે બચાવેલા પૈસા ને સંભાળીને રાખવા પડશે. કોઈ ખોટી જગ્યા એ બિલકુલ રોકાણ ના કરતા.

વેપાર-વ્યવસાય

તુલા રાશિ વાળા,વેપાર-વ્યવસાયના દ્રષ્ટિકોણ થી વર્ષ 2025 તુલનાત્મક રૂપથી બહુ સારું રહી શકે છે. પરંતુ વર્ષની શુરુઆત થોડી ધીમી રહી શકે છે. શુરુઆતી મહિનામાં કામ વેપાર થોડા ધીમે ચાલી શકે છે. નવી યોજનાઓ બનાવામાં કઠિનાઈ આવી શકે છે. માર્ચ મહિના પછી શનિ ગ્રહના ગોચર ની અનુકુળતા તમારું વિચારવું અને પ્લાન કરવાની આવડતને સારી કરશે જેની સીધી અસર તમારા વેપાર વ્યવસાય પર સકારાત્મક રૂપથી પડશે.

ગુરુનું ગોચર પણ મે મહિના મધ્ય પછી અનુકુળ થઇ જશે. આ બધાજ કારણોથી તમારો વેપાર વ્વસાય સારો ચાલશે.

નોકરી

તુલા રાશિ વાળા,નોકરીના દ્રષ્ટિકોણથી વર્ષ 2025 તુલનાત્મક રૂપથી સારું રહેશે. જો તમે નોકરીમાં બદલાવ કરવા માંગો છો,તો માર્ચ મહિના પછી બદલાબ કરવો વધારે સારો રહેશે. જો સંભવ હોય તો મે મહિના મધ્ય પછી બદલાવ કરવામાં આવે, કારણકે મે મહિના મધ્ય પછી કરવામાં આવેલો બદલાવ વધારે સારા પરિણામ આપી શકે છે.

તમારા સહકર્મી અને વિરોધી તમને પરેશાન કરવાની કોશિશ કરી શકે છે પરંતુ માર્ચ મહિના પછી તમે સાર્થક જગ્યા મેળવી લેશો. તુલા રાશિફળ 2025 મુજબ,બદલાવ ના દ્રષ્ટિકોણ થી મે મહિના પછી નો સમય બહુ સારા પરિણામ આપી શકે છે. એવામાં અમે કહી શકીએ છીએ કે નોકરીના દ્રષ્ટિકોણ થી વર્ષ 2025 મિશ્ર રહી શકે છે. વર્ષનો શુરુઆતનો ભાગ બહુ સારા પરિણામ આપી શકે છે. નોકરીમાં બદલાવ,પ્રમોશન અને ઉન્નતિ નો રસ્તો મે મહિના ના મધ્ય પછી અપેક્ષા મુજબ વધારે સારો થઇ શકશે.

આરોગ્ય :

તુલા રાશિ વાળાને આરોગ્યના દ્રષ્ટિકોણ થી,વર્ષ 2025 મિશ્ર પરિણામ આપી શકે છે.પરંતુ પરિણામ પાછળના વર્ષની તુલનામાં વધારે સારું રહી શકે છે. વર્ષની શુરુઆત થી લઈને મે મહિનાની વચ્ચે સુધી ગુરુનું ગોચર આઠમા ભાગમાં રહેશે જે પેટ અને મોઢા સબંધિત પરેશાનીઓ આપી શકે છે એના પછી શનિનું ગોચર સારા પરિણામ લાવશે.

આ વર્ષે તુલા રાશિફળ 2025 મુજબ,ગુરુ પણ મે મહિનાની વચ્ચે સારા પરિણામ આપશે પરંતુ આ બધાની વચ્ચે મે મહિના પછી રાહુ નો ગોચર પેટ સાથે સબંધિત થોડી પરેશાનીઓ આપી શકે છે.બીજા શબ્દમાં વર્ષના પેહલા ભાગમાં આરોગ્યનું વધારે ધ્યાન રાખવું જરૂરી રહેશે. એના પછી પરિણામ ધીરે-ધીરે કરીને સારા થવા લાગશે.

શિક્ષા

તુલા રાશિ વાળાનું શિક્ષાના દ્રષ્ટિકોણ થી વર્ષ 2025 તમને મિશ્ર પરિણામ આપતું પ્રતીત થઇ રહ્યું છે.પરંતુ બહુ મેહનત કરવાવાળા વિદ્યાર્થી અને શોધ ના વિદ્યાર્થી વધારે પડતો સમય અનુકુળ પરિણામ મેળવે છે પરંતુ અભ્યાસ પ્રત્ય વધારે ગંભીર નહિ રહેવાવાળા વિદ્યાર્થીઓ ને વર્ષના પેહલા ભાગ માં તુલનાત્મક રૂપથી કમજોર પરિણામ જોવા મળી શકે છે. વર્ષનો બીજો ભાગ ખાસ કરીને મે મહિનાની મધ્ય પછી શિક્ષાના સ્તરમાં તેજી સાથે સુધારો જોવા મળી શકે છે.આવા વિદ્યાર્થી જે જન્મ સ્થળ કે પોતાના અત્યાર ના નિવાસ થી દુર રહીને અભ્યાસ કરવાની ઈચ્છા રાખે છે અને બહાર જઈને અભ્યાસ કરવાની કોશિશ પણ કરી રહ્યા છે એમના પ્રયાસ સફળ થઇ શકે છે.

આ વર્ષે તુલા રાશિફળ 2025 મુજબ,વિદેશ માં જઈને અભ્યાસ કરવાની ઈચ્છા રાખતા વિદ્યાર્થી પણ સારા પરિણામ મેળવી શકે છે એની સાથે સાથે વિદેશ માં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થી પણ સારા પરિણામ મેળવી શકે છે. ધર્મ અને અધીયાત્મ સાથે સબંધિત શિક્ષા મેળવતા વિદ્યાર્થી માટે મે મહિનો મધ્ય પછીનો સમય બહુ સારો રહેશે.

લવ લાઈફ

લવ લાઈફના દ્રષ્ટિકોણથી તુલા રાશિફળ 2025 વર્ષની શુરુઆત થી લઈને માર્ચ મહિના સુધી પાંચમા ભાવમાં શનિ ગ્રહનો પ્રભાવ રહેશે. શનિ નીરસ ગ્રહ હોય છે જે પાંચમા ભાવમાં થઈને પ્રેમ સબંધ માં નીરસતા નો ભાવ આપી શકે છે.બીજા શબ્દ માં લવ લાઈફ માં કોઈ ખાસ મજા નહિ રહે. એકબીજા માટે ખેંચતાણ વાળો ભાવ રહી શકે છે. એટલે પ્રેમના સ્થાન પર તમે એકબીજામાં ખોટ કાઢવાનું કામ કરશો.

માર્ચ પછી શનિનો પ્રભાવ પાંચમા ભાવ થી દુર થઇ જશે.જુની પરેશાનીઓ કે ગલતફેમીઓ દુર થશે.આ બધા ની વચ્ચે અનુકુળ વાત એ રહેશે કે મે મહિના મધ્ય પછી ગુરુનો પ્રભાવ પાંચમા ભાગ ઉપર ચાલુ થઇ જશે જે ગલતફેમીઓને દુર કરવાનું કામ કરશે. બીજા શબ્દમાં વર્ષની શુરુઆતથી લઈને માર્ચ મહિના સુધીનો સમય કમજોર રહેશે. માર્ચથી મે વચ્ચેનો સમય અનુકુળ છે. મે પછીનો સમય મિશ્ર રહી શકે છે. થોડી પરેશાનીઓ આવશે પરંતુ જલ્દી ઠીક થઇ જશે.

લગ્ન જીવન

જેમની ઉંમર લગ્ન ની થઇ ગઈ છે અને જે લોકો લગ્ન કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે એમને આ વર્ષનો મોટાભાગનો સમય અનુકુળ પરિણામ આપી શકે છે. વર્ષની શુરુઆતના ભાગમાં બહુ વધારે મદદગાર નહીં રહે , સગાઇ વગેરે ને લઈને થોડી પરેશાની રહી શકે છે.લગ્નની શુરુઆતનો સમય કઠિનાઈ વાળો રહી શકે છે. વર્ષ નો બીજા ભાગમાં જયારે પાંચમા ભાવ માંથી શનિ નો પ્રભાવ પુરો થઇ જશે અને ગુરુ નો ગોચર અનુકુળ થઇ જશે ત્યારે તમને ઘણા સારા પરિણામ મળવા લાગશે.

મે મહિનાની મધ્ય પછી ગુરુ પાંચમી નજરથી પેહલા ભાવને જોશે એની સાથે નવમી દ્રષ્ટિ થી પાંચમા ભાવને જોશે જે સગાઇ અને લગ્ન બંને માટે અનુકુળ સ્થિતિ કહેવામાં આવે છે. એટલે કે ભલે વર્ષ ની શુરુઆત કમજોર રહે પણ મે મહિના મધ્ય પછી સગાઇ,લગ્ન, કે પ્રેમલગ્ન,વગેરે માટે સારી એવી અનુકુળતા પ્રતીત થઇ રહી છે.

વર્ષ 2025 માં તુલા રાશિ વાળા ના ઉપાય

  • જરૂરતમંદ વાળો સખા કે સહપાઠી ની તમારી શક્તિ પ્રમાણે મદદ કરો.
  • માંશ,દારૂ અને અશ્લીલતા થી દુરી બનાવીને રાખો.
  • દરેક મહિનાના ત્રીજા ગુરુવારે પોતાની શક્તિ મુજબ મંદિર માં ઘી અને બટેકા નું દાન કરો.

નોંધ : માધ્યમો/જ્યોતિષીઓ/પંચાંગો/પ્રવચનો/માન્યતાઓ/શાસ્ત્રોમાંથી એકત્રિત કર્યા પછી તમારી સમક્ષ લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રદાન કરવાનો છે,વાંચકોએ તેને માત્ર માહિતી તરીકે જ લેવી જોઈએ.ઉપયોગ કરતા આ માહિતીનો ઉપયોગ પોતાની જવાબદારી સાથે કરે, TV9 ગુજરાતી આના માટે જવાબદાર રહેશે નહીં.

અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
g clip-path="url(#clip0_868_265)">