આજે મહિલા ક્રિકેટ ટીમ પર પૈસાનો વરસાદ થઈ રહ્યો છે, પરંતુ એક સમયે ટિકિટ ખરીદી શકતા નહોતા અને અભિનેત્રીએ તેની ફી ચૂકવી હતી
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે હાલમાં જે જીત મેળવી છે. તેને આખા દેશમાં ચર્ચા થઈ રહી છે. પરંતુ એક સમય એવો હતો કે, જ્યારે મહિલા ક્રિકેટ ટીમને સ્પોન્સર કરવા માટે કોઈ ન હતુ. તે સમયે આ ટીવી અભિનેત્રીએ ટીમ માટે મદદનો હાથ લંબાવ્યો હતો.

હાલમાં આખા દેશમાં મહિલા ક્રિકેટ ટીમ વર્લ્ડકપ જીતવાનો જશ્ન ચાલી રહ્યો છે. આ સાથે લોકોએ સોશિયલ મીડિયા પર ટીમને શુભકામના પાઠવી રહ્યા છે. જે દેશ માટે એક ગર્વની વાત છે.

પરંતુ એક સમયે એવો પણ હતો જ્યારે મહિલા ક્રિકેટ ટીમની પાસે ઈન્ટરનેશનલ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે પૈસા ન હતા. ત્યારે આ અભિનેત્રી મહિલા ટીમ માટે આગળ આવી હતી.

મંદિરા બેદીનું બોલિવુડ સહિત ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે. તેમણે અનેક શોમાં પણ કામ કર્યું છે. આ સાથે તેમણે ક્રિકેટ ટીમને સપોર્ટ પણ કર્યું છે.

સુનીલ ગાવસ્કરની બહેન નૂતને એક ઈન્ટરવ્યુમાં એ સમયને યાદ કર્યો હતો. જ્યારે મહિલા ટીમને મુશ્કેલીના સમયે મંદિરા બેદીએ આર્થિક મદદ કરી હતી.

તેમણે જણાવ્યું કે, મહિલા ટીમને ઈંગ્લેન્ડના પ્રવાસ પર જવું હતુ અને તેની પાસે કોઈ સ્પોન્સર ન હતુ પરંતુ મંદિરા બેદીએ તે સમયે પોતાની કમાણી આપી દીધીહતી.

નૂતનને કહ્યું પૈસા તો ન હતા. મંદિરા બેદીએ એક ફેમસ હીરા બ્રાન્ડ માટે શૂટ કર્યું હતુ. તેમણે જણાવ્યું કે, મંદિરાએ એક જાહેરાતની આખી ફી WCAIને દાન કરી હતી.

નૂતને જણાવ્યું કે મંદિરાને જાહેરાતમાંથી મળેલા પૈસાથી ભારતીય મહિલા ક્રિકેટ ટીમને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે હવાઈ ટિકિટની વ્યવસ્થા કરવામાં ઘણી મદદ મળી.
52 વર્ષની ઉંમરે પણ સ્લિમ બોડી ફિગર માટે જાણીતી, આઈપીએલની પહેલી સ્પોર્ટસ એન્કરનો આવો છે પરિવાર અહી ક્લિક કરો
