AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025 : ટીમ ઈન્ડિયાને વર્લ્ડકપ જીતાડનાર ખેલાડી, આઈપીએલમાં આ ટીમનો બોલિંગ કોચ બન્યો

ગુજરાતના ભરુચના નાનકડાં ગામનો રહેવાસી મુનાફ પટેલે ભારતને 2011માં વર્લ્ડકપ જીતાડવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. હવે પહેલી વખત તે આઈપીએલમાં કોચિંગના રોલમાં જોવા મળશે. દિલ્હી કેપિટલ્સે તેમને બોલિંગ કોચ બનાવ્યો છે.

| Updated on: Nov 13, 2024 | 11:34 AM
Share
દિલ્હી કેપિટલ્સે મંગળવારના રોજ ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સીઝન માટે પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર મુનાફ પટેલને બોલિંગ કોચ બનાવ્યા છે. 41 વર્ષના મુનાફ પટેલ  મુખ્ય કોચ હેમાંગ બદાની અને ક્રિકેટ ડિરેક્ટર વેણુગોપાલ રાવ સાથે દિલ્હીના કોચિંગ સ્ટાફનો ભાગ હશે.

1 / 5
મુનાફ પટેલ 2011 વનડે વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ રહી ચૂક્યા છે. દિલ્હી ફ્રેન્ચાઈઝીએ આની જાહેરાત કરી છે કે, મુનાફ પટેલ ટીમનો નવો બોલિંગ કોચ હશે. તમને જણાવી દઈએ કે, મુનાફ પટેલે 2018માં ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો. સંન્યાસ લીધા બાદ તે કેટલીક લીગ ટૂર્નામેન્ટનો ભાગ હતો.

2 / 5
મુનાફ પટેલના આઈપીએલ કરિયર વિશે વાત કરીએ તો તેમણે 2008 થી 2010 સુધી રાજસ્થાન રોયલ્સ, 2011 થી 2013 સુધી મુંબઈ ઈન્ડિયન્સ અને 2017 સીઝનમાં ગુજરાત લાયન્સનું પ્રતિનિધિત્વ કર્યું છે. મુનાફ પટેલ 2013માં આઈપીએલ જીતનારી મુંબઈ ઈન્ડિયન્સની ટીમનો પણ ભાગ રહી ચૂક્યા છે.

3 / 5
આઈપીએલ 2025 માટે 24 અને 25 નવેમ્બરના રોજ સાઉદી અરબના શહેર જેદ્દામાં ખેલાડીઓનું મેગા ઓક્શન હશે. દિલ્હીએ આઈપીએલની આગામી સીઝન માટે સ્પિન ઓલરાઉન્ડર અક્ષર પટેલ, કુલદીપ યાદવ, ટ્રિસ્ટન સ્ટબ્સ, અભિષેક પોરેલને રિટેન કર્યા છએ.

4 / 5
દિલ્હી કેપિટલ્સની પાસે ઓક્શન પર્સમાં 73 કરોડ રુપિયા હશે. દિલ્હી કેપિટલ્સની ટીમ આઈપીએલની છેલ્લી 3 સીઝનમાં પ્લેઓફમાં પહોંચવામાં અસફળ રહી છે.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">